દેખાવો: હવે POKમાં પણ ચીન અને પાકિસ્તાન સામે વિરોધ શરુ થયો

0
263

ભારતમાં તો ચીનનો વિરોધ થાય પરંતુ હવે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં પણ ચીનની મદદથી બની રહેલા એક પ્રોજેક્ટ વિરુદ્ધ દેખાવો શરુ થઇ ગયા છે.

મુઝફ્ફરાબાદ: પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં (POK) હવે ચીન અને પાકિસ્તાન વિરુદ્ધ દેખાવો શરુ થઇ ગયા છે. આ દેખાવો નીલમ અને જેલમ નદીઓ પર ચીનની મદદથી બની રહેલા ડેમ વિરુદ્ધ થઇ રહ્યા છે.

સોમવારે નીલમ, જેલમ અને કોહાલા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ વિરુદ્ધ અહીંના સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનકારીઓએ પોતાના હાથમાં “નીલમ અને જેલમ નદીઓને વહેવા દો” અને “અમને જીવવા દો” લખેલા બેનર રાખ્યા હતા.

પ્રદર્શનકારીઓ એ પાકિસ્તાની સરકારને પ્રશ્ન કર્યો હતો કે કયા કાયદા હેઠળ ચીન સાથે પાકિસ્તાને આ બંને નદીઓ પર બંધ બનાવવા અંગેનો કરાર કર્યો છે. દેખાવકારોએ ચીન અને પાકિસ્તાન પર યુએન સુરક્ષા પરિષદના નદીઓની માલિકી અંગેના ઠરાવનું પણ ઉલ્લંઘન કર્યું હોવાના આરોપ મુક્યા છે.

આ હાઈડ્રોપાવર પ્લાન્ટ POK માંથી પસાર થતા ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોર (CEPC) પર બાંધવામાં આવશે. આ બાંધકામ કોહાલા હાઈડ્રોપાવર કંપની લિમિટેડ (KHCL) દ્વારા બાંધવામાં આવશે જે ચીનની થ્રી જ્યોર્જ્સ કોર્પોરેશનનો (CTGC) એક ભાગ છે.

આ પરિયોજના વિરુદ્ધ દેખાવ કરી રહેલાઓના મતે આ બંધ બાંધવાને કારણે અહીંના પર્યાવરણને ભયંકર નુકશાન જશે. તેમણે આ પ્રદર્શનને બળ આપવા માટે Twitter પર #SaveRiversSaveAJK હેશટેગ પણ ટ્રેન્ડ કરાવ્યો હતો.

પ્રદર્શનકારીઓના મતે તેઓ જ્યાં સુધી આ પરિયોજના પરનું કાર્ય બંધ નહીં થાય ત્યાં સુધી પોતાનો વિરોધ ચાલુ રાખશે.

Source: ANI

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here