ज़िंदगी का सफ़र है ये कैसा सफ़र (8): બીજી ઈનિંગ અને રાજકારણનો ‘અવતાર’!

2
473

સૌતનસુપરહીટ નીવડી. રાજેશ ખન્નાએસૌતનની સફળતાને બિરદાવવા પોતાના જન્મદિવસે એક જબરી મેજબાનીનું આયોજન કર્યુ. ‘આસ કા પંછી‘, ‘અનપઢ‘, ‘આપ આયે બહાર આયી‘, ‘આપ બીતીજેવી સુપરહીટ ફિલ્મો આપનાર મોહન કુમાર પણ રાજેશની જન્મદિવસની મેજબાનીમાં હાજર હતા. મોહન કુમાર તે વખતેઅવતારનામની ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા હતા અને રાજેશના જન્મદિવસે તેનેઅવતારભેટમાં આપી.

અમિતાભ સાથે ફિલ્મ વિશે મોહન કુમારની વાત ચાલતી હતી પરંતુસૌતનપછી રાજેશ પર તેઓ ફિદા થઈ ગયા અને અચાનક તેનેઅવતારવિશે વાત કરીને હવાની વિરુદ્ધ મોહન કુમારે હોડી ચલાવવાની હિંમત કરી. અમિતાભને મૂકીને રાજેશને ફિલ્મ? ફિલ્મજગતમાં વાતો થવા લાગી. એક જન્મદિવસે રાજ કપૂરે રાજેશના હાથમાંથીસત્યમ શિવમ સુંદરમફિલ્મ લઈને દિવસ બગાડેલો તો બીજા જન્મદિવસેઅવતારફિલ્મ આપીને મોહન કુમારે દિવસ સુધાર્યો. મેજબાનીમાં રાજેશને અવતાર કિશનનો રોલ મળ્યો.

અવતારફિલ્મમાં રાજેશ સાથે શબાના આઝમી, સચિન, ગુલશન ગ્રોવર, શશી પૂરી જેવા કલાકારોએ કામ કર્યું. ફિલ્મ સુપરહીટ બની અને તેને ફિલ્મફેર નોમિનેશન મળ્યા. જો કે રાજેશ સામે તે વર્ષે નસીરુદ્દીન શાહ ‘માસુમ’ માટે બેસ્ટ હીરોનો ફિલ્મફેર એવોર્ડ લઈ ગયા. બીજી તરફ રાજેશને ઑલઈંડિયા ક્રિટિક્સ એસોશિએશન તરફથી ફિલ્મ માટેબેસ્ટ હીરોનો એવોર્ડ મળ્યો.

લક્ષ્મીકાંતપ્યારેલાલનું સંગીત ફિલ્મ માટે ફ્ળ્યું. ‘यारो उठो चलो भागो दौडो…’, ‘चलो बुलावा आया है…’, ‘दिन महिने साल गुजरते जायेंगे…, ‘उपर वाले तेरा जवाब नहीं…’ ગીતો જનતાને ખૂબ ગમ્યા.

1983માં રાજેશની ત્રીજી હીટ ફિલ્મ આવી – ‘અગર તુમ ના હોતે‘. લેખ ટંડન નામના નિર્દેશકે ફિલ્મમાં રાજેશ ખન્ના, રેખા અને રાજ બબ્બરને લીધા. ‘हमे और जीने की चाहत ना होती…’ ગીત તે વર્ષે બેસ્ટ પાંચ ગીતોમાં ગણાયું અને કિશોર કુમારને ગીત માટે બેસ્ટ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો.

***

રાજેશની સુપરહીટ ફિલ્મોની હેટ્રીક થઈ. ‘અનુરોધપછી શક્તિ સામંતે પાંચ ફિલ્મો બનાવી પણઅય્યાશફિલ્મમાં એક નાનકડા રોલ સિવાય એક પણ ફિલ્મમાં રાજેશને તક આપી. સામંતની આવનારી ફિલ્મઆવાઝમાટે દિલીપ કુમાર અને અનિલ કપૂર સાથે વાત ચાલતી હતી. રાજેશને ખબર પડી કે શક્તિ સામંત ફિલ્મ બનાવી રહ્યા છે એટલે તેમના ઘરે જઈને પૂછપરછ કરી. શક્તિ સામંતે આનાકાની કરતા રાજેશ તેમના પગ પકડીને બેસી રહ્યો અને જ્યાં સુધી ફિલ્મ પોતાને મળી ત્યાં સુધી રાજેશ ટસથી મસ થયો.

છેવટે શક્તિ સામંતે રાજેશનેઆવાઝફિલ્મ આપી. રાજેશ ફિલ્મમાં આવ્યો એટલે શક્તિ સામંતે ફિલ્મની વાર્તાને થોડી બદલાવી, ગીતો ઉમેર્યા અને રાજેશ ખન્નાનેઆવાઝફિલ્મ મળી તે વાતની ખબર પડતાં તરત અનિલ કપૂરે ફિલ્મ છોડી. છેવટે રાકેશ રોશનને ફિલ્મ માટે સાઈન કરવામાં આવ્યો. આટઆટલા નાટક થવા છતાં ફિલ્મ પીટાઈ ગઈ.

1984માં એક સરખી સ્ક્રીપ્ટ ધરાવતી ત્રણ ફિલ્મો રિલીઝ થઈઅમિતાભનીઈન્કીલાબ‘, જીતેન્દ્રનીયહ દેશઅને રાજેશ ખન્નાનીઆજ કા એમ.એલ.. રામાવતાર‘ – પરંતુ ફક્તઈન્કીલાબ ચાલી. તે વર્ષના અંતમાં સંસદની ચૂંટણી માટે અમિતાભ બચ્ચને નામ નોંધાવેલું અનેઈન્કીલાબતેને ફળી. રાજેશને હજી સુધી રાજકારણમાં રસ નહોતો.

***

1984ના વર્ષની શરૂઆતમાં લગભગ 10 વર્ષ સાથે રહ્યા બાદ પોતાની બંને દીકરીઓ (ટ્વિંકલ અને રિંકી)ને લઈને ડિમ્પલેઆશિર્વાદબંગલો છોડ્યો. રાજેશને લાગ મળ્યો અને તેની કાર હવે લગભગ ટીના મુનિમના ઘર પાસે દેખાતી કારણ કે રાજેશ ટીના સાથે ઘણો સમય વીતાવવા લાગ્યો. હીટ ફિલ્મોની હેટ્રીક આપ્યા પછી 1984ના વર્ષમાં રાજેશે ફ્લોપ ફિલ્મોની હેટ્રીક આપી – ‘આશા જ્યોતી‘, ‘નયા કદમઅનેમક્સદ‘.

1985નું વર્ષ રાજેશ ખન્ના માટે અત્યાર સુધીનું સૌથી વ્યસ્ત વર્ષ રહ્યું કારણ કે રાજેશની એક વર્ષમાં 14 ફિલ્મો રિલીઝ થઈ – ‘દુર્ગા‘, ‘ઊંચે લોગ‘, ‘ઈન્સાફ મૈં કરુંગા‘, ‘હમ દોનો‘, ‘માસ્ટરજી‘, ‘ઝમાના‘, ‘આખિર ક્યોં?’, ‘બાબુ‘, ‘અલગ અલગ‘, ‘આવારા બાપ‘, ‘બેવફાઈવગેરે વગેરે

ઝમાનાફિલ્મમાં રાજેશ ખન્ના અને રિશી કપૂર પોતાનીબૉબીફિલ્મ વખતેની દુશ્મની ભૂલાવીને પહેલી વાર એક સાથે આવ્યા અને વર્ષો પછી (‘હાથી મેરે સાથીફિલ્મના 15 વર્ષ પછી) સલીમજાવેદે ફિલ્મ લખી.

જે. ઓમપ્રકાશનીઆખિર ક્યોં?’ ફિલ્મમાં રાજેશ ખન્ના, સ્મિતા પાટીલ, રાકેશ રોશન અને ટીના મુનિમ એકસાથે આવ્યા. ફિલ્મ પછી રાજેશ અને ટીના સાથે રહેવા લાગ્યા. રાજેશ અને ટીનાનો પ્રેમ હવે વધુ ઘેરો બન્યો. હિન્દી સિનેજગતમાં રાજેશ અને ટીનાનો પ્રેમ લગભગ બીજા બધાં પ્રેમપ્રસંગ કરતા અલગ હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન ટીનાએ કહેલું કે સાથે રહેતા ત્યારે રાજેશ અને ટીના એક ટૂથબ્રશ વાપરતા.

ટીના સાથેસૌતનઅનેઆખિર ક્યોં?’ પછી રાજેશને તેની સાથે એક ક્લાસિક લવસ્ટોરી કરવી હતી. કારણે રાજેશ અને ટીનાઅલગ અલગફિલ્મની વાર્તા લઈને શક્તિ સામંત પાસે ગયા. રાજેશ અને ટીનાએ ફિલ્મમાં પોતાનું ભંડોળ લગાડીને ફિલ્મ નિર્માણ કરવાની પણ ઈચ્છા પણ દર્શાવી. ‘અલગ અલગફિલ્મ જે વર્ષે રિલીઝ થઈ તે વર્ષે ડિમ્પલ કાપડિયાએસાગરફિલ્મ સાથે ફિલ્મી પડદે ફરી પદાર્પણ કરવાનું નક્કી કર્યુ. જે વર્ષો રાજેશ સાથે વીતાવીને ડિમ્પલે ભોગવ્યું તેનું સાટું એક સાથેસાગરફિલ્મે વાળી દીધું.

રાજેશના દુશ્મન ગણાતા જાવેદ અખ્તરે ફિલ્મની વાર્તા, ગીત અને પટકથા લખી અને તે વર્ષેસાગરફિલ્મે બેસ્ટ ફોરેન ફિલ્મ તરીકે ઓસ્કર એવોર્ડમાં સત્તાવાર પ્રવેશ મેળવ્યો. ફિલ્મફેર એવોર્ડ માટે તે વર્ષે કમલ હાસનનેબેસ્ટ એક્ટરઅનેબેસ્ટ સપોર્ટીંગ એક્ટરબંને માટે નોમિનેશન મળ્યું (અનેબેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ જીત્યો). ડિમ્પલને બીજી ઈનિંગ મળી.

***

રાજેશ ખન્નાએ બધું અજમાવ્યુંએકલા હીરો તરીકે, મલ્ટીસ્ટારર ફિલ્મોમાં, દક્ષિણની ફિલ્મોની રિમેક કરી, સપોર્ટીંગ રોલ કર્યા, મહેમાન કલાકાર તરીકે પણ કામ કર્યુ. હવે રાજેશ ખન્ના માટે રોલ લખાતાં નહોતા, જે રોલ મળે તે રોલ તે કરી લેતો.

1986માંશત્રુ‘, ‘મોહબ્બત કી કસમ‘, ‘અંગારે‘, ‘અધિકાર‘, ‘નસિહતઅનેઅનોખા રિશ્તાફિલ્મ રિલીઝ થઈ. ‘અનોખા રિશ્તાની રિલીઝ સાથે જૂની ફિલ્મોની અભિનેત્રી અમિતાની દીકરી સબીહાએ ફિલ્મી પડદે પદાર્પણ કર્યું. શૂટીંગ વખતે સબીહાએ રાજેશ ખન્ના પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો. રાજેશે આરોપોનો ઈન્કાર કર્યો તેમ છતાં તેને ફિલ્મો મળવાનું ચાલુ રહ્યું.

1986માં અવતારના નિર્દેશક મોહન કુમાર સાથે ફરી હાથ મેળવ્યા અને નવી ફિલ્મઅમૃતપર કામ શરૂ કર્યુ. એવો સમયગાળો હતો જ્યારે નવી પેઢીના હીરો ફિલ્મોમાં પદાર્પણ કરવા લાગ્યા હતામિથુન ચક્રવર્તી, અનિલ કપૂર, જૅકી શ્રોફ જેવા કલાકારો આગળ આવ્યા.

1987માંનઝરાના‘, ‘આવામઅનેઅધિકારફિલ્મો પછી રાજેશ અને ટીનાને કોઈ બાબતે અબોલા શરૂ કર્યા. 1989માં સાવન કુમારેસૌતન કી બેટીફિલ્મ માટે રાજેશ ખન્ના અને ટીના મુનિમને ફરી સાઈન કર્યા. બંનેએ સાથે મળીને થોડા દિવસો ફિલ્મનું શૂટીંગ પણ કર્યુ તેમ છતાં રાજેશે સાવન કુમારને કહ્યું કે હવે ફિલ્મ કરવામાં તેને રસ નથી. રાજેશના પગલે ટીનાએ પણ ફિલ્મ છોડી. ફાઈનલી, જીતેન્દ્રરેખાજયાપ્રદા ફિલ્મમાં પ્રવેશ પામ્યા.

રાજેશને ડિમ્પલને છૂટાછેડા નહોતા આપવા. ટીનાએ તો અલગ થવાનું વિચારી લીધું હતું, છેવટે ટીનાએ ફિલ્મોમાંથી સન્યાસ લીધો. તેને અમેરિકા ભણવા જવાનો શોખ હતો પરંતુ 1991માં અનિલ અંબાણી સાથે લગ્ન કરી લીધા.

1988-89માંતેજાબફિલ્મ સાથે અનિલ કપૂર, ‘કયામત સે કયામત તકફિલ્મ સાથે આમિર ખાન અનેમૈને પ્યાર કિયાસાથે સલમાન ખાન હિન્દી ફિલ્મોમાં નામ કમાવા લાગ્યા. અમિતાભ બચ્ચન પણગંગા જમુના સરસ્વતી‘, ‘તૂફાનઅનેજાદૂગરજેવી ફિલ્મો આવી પરંતુ જનતાને ભેગી કરવામાં અસફળ રહ્યો. રાજેશની બીજી ફિલ્મોવોહ ફીર આયેગી‘, ‘ઘર કા ચિરાગફિલ્મો પણ પીટાઈ ગઈ.

હવે તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યુ અને બી.આર. ઈશારા સાથે પહેલી ફિલ્મપુલિસ કે પીછે પુલિસશૂટીંગ કરવાની શરૂ કરી પરંતુ અધવચ્ચે શૂટીંગ રોકી દીધી. ટીના મુનિમ છોડીને ગઈ પછી રાજેશે ફરી ડિમ્પલ સાથે પેચઅપ કરવાનું વિચાર્યુ અને બંનેએ કરેલી એકમાત્ર ફિલ્મજય શિવ શંકરરિલીઝ કરી. ફિલ્મમાં તે બંને સિવાય જીતેન્દ્ર, ચંકી પાંડે, પૂનમ ધિલ્લોન, સંગીત બિજલાની જેવા બીજા સિતારાઓ પણ હતા. ફિલ્મની શૂટીંગ બંને પતિપત્નીને કારણે ચર્ચામાં રહી પરંતુ જનતા જનાર્દનને ફિલ્મ ગમી નહીં.

1990ના વર્ષમાં અમિતાભનીઅગ્નિપથઅને રાજેશ ખન્નાનીસ્વર્ગફિલ્મ આવી.સ્વર્ગફિલ્મના નિર્દેશક ડેવિડ ધવન હતા (જેમણેસૌતનફિલ્મનું એડિટીંગ પણ કરેલુંગયા અઠવાડિયે પૂછેલા પ્રશ્નનો જવાબ) અને ગોવિંદા સાથેની રાજેશની ફિલ્મે અપાર સફળતા મેળવી.

***

1990ના વર્ષમાં કોંગ્રેસ પાર્ટીએ રાજેશ ખન્નાને સંસદની ટિકીટ ઓફર કરી. રાજેશને એમ કે ફિલ્મજગતમાં અમિતાભને હરાવી શક્યો પણ રાજકારણમાં તેને હરાવી દેશે. આશાએ રાજેશ ખન્નાએ રાજકારણમાં જંપલાવ્યું.

જ્યારે અમિતાભ બચ્ચને રાજકારણમાં શરૂઆત કરી હતી ત્યારે તે પોતાની લોકપ્રિયતાની ચરમસીમા પર હતો. કદાચ કોંગ્રેસને ડર હશે કે દેવ આનંદની જેમ અમિતાભ ક્યાંક પોતાની એક અલગ પાર્ટી બનાવે એટલે પોતાની સાથે ભેળવી લીધો. રાજીવ ગાંધી અને અમિતાભને ઘર જેવા સંબંધો હતા પરંતુ એક દિવસ અચાનક બોફોર્સ કાંડમાં પોતાનું અને ભાઈ અજીતાભનું નામ આવે તે કારણે અમિતાભે રાજકારણમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યુ.

અમિતાભનો નિર્ણય રાજીવને ગમ્યો. સમય હતો જ્યારે કોંગ્રેસ સત્તામાંથી પણ બહાર ફેંકાઈ ગઈ હતી. રાજીવ તે વખતે ફક્ત રાજેશને એક રાજકારણી તરીકે નહીં પરંતુ એક મિત્ર તરીકે પણ જોવા લાગ્યો. અમિતાભનો ખાલીપો રાજેશ પૂરો કરશે એવી આશા સાથે રાજીવ તેને મળ્યો.

રાજીવ ગાંધીએ રાજેશ ખન્નાને ભારતીય જનતા પાર્ટીના લાલ કૃષ્ણ અડવાણી સામે ઊભા રાખવાનો પ્લાન બનાવ્યો. બોમ્બેમાં પોતાની જિંદગી વીતાવી ચૂકેલા રાજેશને બોમ્બે નજીક થાણે અથવા કલ્યાણ માંથી ચૂંટણી લડવાની ઈચ્છા હતી પરંતુ રાજીવ ગાંધીએ દિલ્હીમાં અંબિકા સોનીને બદલે રાજેશને પસંદ કર્યો. રાજીવ તરફથી મળતા સપોર્ટને કારણે રાજેશે દિલ્હી તરફ પ્રયાણ કર્યું. દિલ્હી આવતાં રાજેશે પોતાનો પોશાક એક નેતા જેવો કર્યો. સફેદ ઝભ્ભો અને પાયજામો પહેરીને રાજેશ પ્રચાર કરવા નીકળી પડ્યો. પત્ની ડિમ્પલ અને મોટી દીકરી ટ્વિંકલને પણ સાથે લીધી.

1991ની ચૂંટણીના દિવસે વહેલી સવારે રાજીવ અને સોનિયા રાજેશ જે સીટ પરથી ચૂંટણી લડ્યો ત્યાં જઈને મતદાન કરી આવ્યા. રાજેશને એમ કે જો ચૂંટણી જીતી જાય તો રાજીવ કોઈ મોટી ભેટ આપશે. પરંતુ ઈશ્વરની ઈચ્છા કંઈક અલગ કરવાની હતી. મતદાનના બીજા દિવસે રાજીવની તામિલનાડુમાં એક રેલી દરમિયાન હત્યા થઈ. સહાનુભૂતીના બળે કોંગ્રેસે ચૂંટણી તો જીતી લીધી પરંતુ રાજીવને બદલે પી.વી.નરસિમ્હારાવને મળેલી કમાન દ્વારા રાજેશના સપનાઓ તૂટી ગયા. અડવાણીને જબરી ટક્કર આપવા છતાં રાજેશને કંઈ મળ્યું. તે વર્ષે પેટા ચૂંટણીમાં રાજેશની સામે ભારતીય જનતા પાર્ટીએ શત્રુઘન સિન્હાને ટિકીટ આપી. જનતાની પસંદગી સ્પષ્ટ હતી અને રાજેશને લોકસભામાં પ્રવેશ મળ્યો.

***

પછીના ચાર પાંચ વર્ષોમાં અમિતાભનીહમ‘, આમિર ખાનનીદિલ હૈ કી માનતા નહીં‘, સંજય દત્તનીસડકઅનેસાજન‘, અજય દેવગનનીફૂલ ઔર કાંટેજેવી સુપરહીટ નવા જમાનાની ફિલ્મો રિલીઝ થઈ. રાજેશ ખન્નાની ફિલ્મોઘર પરિવાર‘, ‘રુપયે દસ કરોડ‘, ‘બેગુનાહ‘, ‘ખુદાઈ‘, ‘કિસ કામ કે યે રિશ્તેઅનેસૌતેલા ભાઈઆવી અને ગઈ પરંતુ નવા હીરો (અક્ષય કુમાર, શાહરૂખ ખાન, ગોવિંદા, અજય દેવગન, સન્ની દેઓલ, આમિર અને સલમાન ખાન) ઓલરેડી લોકોની નજરમાં આવી ગયા હતા. 1995માં રાજેશની મોટી દીકરી ટ્વિંકલેબરસાતફિલ્મ સાથે હિન્દી ફિલ્મ જગતમાં પદાર્પણ કર્યુ.

અગિયારમી લોકસભાની ચૂંટણી આવી ત્યાં સુધી નરસિમ્હારાવની સરકારે જનતાનો વિશ્વાસ તોડી નાખેલો. લગભગ દરેક કોંગ્રેસી નેતાના કૌભાંડોનો રાફળો ફાટેલો. તેમ છતાં રાજેશને ચૂંટણીમાં ફરી ટિકીટ મળી અને તેણે પોતાની ઝુંબેશ ચાલુ રાખી. રાજેશ જીતી તો શક્યો પરંતુ કોંગ્રેસ માટે એક મહત્ત્વનો ચૂંટણીપ્રચારક બની રહ્યો. સુનીલ દત્ત કે શત્રુઘન સિન્હાની જેમ રાજેશને કોઈ મોટી જવાબદારી કે પોસ્ટ મળી નહીં છેવટે તેણે રાજકારણમાંથી પણ સન્યાસ લેવાનું નક્કી કર્યુ.

ક્યા જવાબ હૈ આપકા?

અવતારફિલ્મ અમિતાભના હાથમાંથી સરકીને રાજેશને મળી પરંતુ તે સ્ક્રીપ્ટ પરથી વર્ષ 2003માં અમિતાભને એક ફિલ્મ મળી જે બ્લોકબસ્ટર સાબિત થઈ, તે ફિલ્મનું નામ શું?

eછાપું 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here