કોરોના વાયરસ: ઓક્સફર્ડ યુનિવર્સિટીનો સુરક્ષિત રસીની શોધ કરી હોવાનો દાવો

0
326

ઓક્સફર્ડ યુનિવર્સીટી દ્વ્રારા હાલમાં કોરોના સામને લડાઈ લડી રહેલા વિશ્વ માટે એક સારા સમાચાર આપવામાં આવ્યા છે જે આ રોગ સામેની પ્રતિકારક શક્તિ વધારી શકે તેમ છે.

લંડન: વર્ષ 2020ની શુરુઆતથી ચાલી રહેલા, જીવલેણ અને લોકોને લાચાર બનાવી રહેલા, કોરોના વાયરસ મહામારી સામેની જંગમાં આખરે જીત મળે એવી આશાનું કિરણ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પૂરું પાડ્યું છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટી અને અસ્ત્રાઝેનેકા (AstraZeneca) બંને સંસ્થાઓએ મળીને કોરોનાની રસીના સફળ પરીક્ષણો પૂરા પાડ્યા છે. આ પરિક્ષણોઓની શુરુઆત પુખ્ત વય ધરાવતા ગોરીલા પર કરવામાં આવેલા. ત્યાર પછી, લગભગ 1077 જેટલા વ્યક્તિઓ પર “ChAdOx1 nCoV-19 (n=543)” અથવા “MenACWY (n=534)” નામક રસીના પરીક્ષણો થયા છે.

“ChAdOx1 nCoV-19” એ સ્વીકાર્ય સલામતી પ્રોફાઇલ બતાવી, અને તેથી હોમોલોગસ એન્ટીબોડી પ્રતિસાદમાં વધારો થયો. આ પરિણામો, બંને હ્યુમોરલ અને સેલ્યુલર પ્રતિરક્ષાના પ્રતિભાવોના સમાવેશ સાથે, ચાલુ તબક્કા 3 પ્રોગ્રામમાં દર્દીની રસીના મોટા પાયે થતાં મૂલ્યાંકનને સમર્થન આપે છે.

વૈજ્ઞાનિક ભાષામાં જેને “SARS-CoV-2” અને સામાન્ય રીતે કોરોના વાયરસ તરીકે ઓળખાતા જીવાણુની માનવશરીરને થતી નુકસાનકારક અસરો સામે આ રસી(“ChAdOx1 nCoV-19”) રોગપ્રતિકરકતા પુરી પાડે છે. પ્રાથમિક પરિણામોમાં, આ રસીના ઇન્જેક્શન માનવશરીરમાં એન્ટીબોડી અને જરૂરી શ્વેત રક્તકોષો (White blood cells) બનાવે છે જે આ મહારોગ સામે એક સુરક્ષિત કવચ પૂરું પાડવા સક્ષમ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here