બદલો: માત્ર 16 વર્ષની અફઘાની કન્યાએ તાલીબાન સામે બદલો લીધો!

0
244

અફઘાની 16 વર્ષીય કન્યાએ પોતાના ઘરે હુમલો કરેલ તાલિબાની આતંકીઓને પોતાના માતાપિતાને મારવા બદલ બદલો લેવા પોતાના ઘરની જ, રક્ષણ માટે રાખેલી AK-47 અસોલ્ટ રાઈફલથી 3 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

બ્રિટીશ અખબાર ધ ગાર્ડીયનના અહેવાલ પ્રમાણે, 40 જેટલા તાલિબાની હથિયારધારી આતંકીઓ 17 જુલાઈની મધ્ય રાત્રિએ અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતના ગેરિવહ ગામમાં ઘૂસી ગયા હતા અને કમર ગુલના ઘરને ઘેરી વળ્યા. ત્યારબાદ આ આતંકીઓએ ગુલના માતાને અને પછી એના પિતાને ત્યાં જ ગોળીઓથી વીંધી નાખ્યા હતા કારણકે આ બંને અફઘાનિસ્તાનની સરકારના સમર્થકો હોવાનું તેઓ માનતા હતા.

પોતાની આંખો સામે માતાપિતાની હત્યા થતી જોઇને બદલો લેવાના આક્રોશમાં 16 વર્ષીય કમર ગુલ અને તેના 12 વર્ષીય ભાઈએ ત્યારબાદ લગભગ કલાક સુધી આતંકીઓ સામે વિરતાપૂર્ણ લડત આપી હતી. કલાક જેટલું ચાલેલી ગન ફાઇટમાં કમર ગુલે 3 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા અને અન્ય કેટલાક આતંકીઓને ઇજાગ્રસ્ત કર્યા હતા.

ત્યારબાદ, સરકાર તરફથી સૈનિકો અને સાથી ગામલોકોના રૂપમાં મદદ પહોંચી જેનાથી આતંકીઓને ગામ છોડીને ભાગી જવું પડ્યું. સેના અને ગ્રામવાસીઓની મદદથી ગુલ અને તેના ભાઈને પ્રાંતિય રાજધાની સલામત રીતે પહોંચાડવામાં આવ્યા હતા અને હાલ, ઘટના પછી મળેલા આઘાતથી સ્વસ્થ થયા બાદ બંને ભાઈ-બહેન સારી પરિસ્થિતિમાં છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here