રાહત: શાળા ફી અંગે ગુજરાત હાઈકોર્ટ કડક, DEOને વધુ સત્તા અપાઈ

0
335

ગુજરાત હાઈકોર્ટ દ્વારા લોકડાઉન સમયમાં શાળા સંચાલકોની જબરદસ્તી વિરુદ્ધ અભિભાવકોને રાહત આપતો ચુકાદો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત હાઈકોર્ટ દ્વારા શિક્ષણાધિકારીને પણ વધુ સત્તા આપવામાં આવી છે.

અમદાવાદ: લોકકડાઉનના સમયમાં શાળા ફી મામલે અભિભાવકો માટે રાહતના સમાચાર મળ્યા છે. લોકડાઉન શૂરુ થતાં જ શાળાઓ બંધ થઈ ગયેલી. ઉનાળુ વેકેશન બાદ જ્યારે શાળાઓ ફરીથી શરુ થઇ ત્યારે લોકડાઉનને કારણે માત્ર ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો.

ઓનલાઈન શિક્ષણ આપવા છતાં ઘણી શાળાઓએ ફી માટેના ટેક્સ્ટ મેસેજીસ અભિભાવકોને મોકલવાના શરુ કરી દીધા હતા. કેટલીક શાળાઓ દ્વારા તો ફી ન આપવાના સંજોગોમાં વિદ્યાર્થીઓનું એડમીશન પણ રદ્દ કરવાની ફરિયાદો મિડીયામાં આવી હતી.

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અભિભાવકો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી હતી જેનો આજે ચૂકાદો આવ્યો છે. આ ચૂકાદો અભિભાવકો માટે અત્યંત રાહતરૂપ છે તો શિક્ષણાધિકારીને પણ હાઈકોર્ટે ફી માટે દબાણ કરતી શાળાઓ અંગે વધારાની સત્તા આપી છે.

ગુજરાત હાઈકોર્ટે અભિભાવકોને રાહત આપતા કહ્યું છે કે, શાળાઓ ફરીથી રાબેતા મુજબ શરૂ ના થાય ત્યાં સુધી કોઈ પણ શાળા વાલીઓ પાસેથી ફી ઉઘરાવવા માટે દબાણ કરી સકશે નહીં. જો દબાણ કરવામાં આવશે તો શિક્ષણાધિકારી એટલેકે DEO જે-તે શાળાની માન્યતા રદ્દ કરી શકવા જેવા કડક પગલાં પણ લઇ શકશે.

કોરોનાના સંકટ વચ્ચે બેફામ ફી ઉઘરાવતા સ્કુલ સંચાલકોને ગુજરાત હાઇકોર્ટે ફટકાર લગાવી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here