પરિવર્તન: 370મી કલમ નાબૂદી વિષે હવે આપણા બાળકો પણ ભણશે

0
303

જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 ગત વર્ષે નાબૂદ કરવામાં આવી હતી. હવે આપણા વિદ્યાર્થીઓ પણ તેના વિષે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.

નવી દિલ્હી: ધ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનીંગ એટલેકે NCERT દ્વારા 12 ધોરણના પોલિટીકલ સાયન્સના પુસ્તકમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ધોરણના વિદ્યાર્થીઓ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી તે વિષે પણ અભ્યાસ કરશે.

ઉપરોક્ત વિષય ઉમેરવા સાથે NCERTએ આ જ પુસ્તકમાંથી Separatism and Beyond નામનો મુદ્દો પણ નાબૂદ કરી દીધો છે. અગાઉ ‘Politics in India since Independence’ પ્રકરણ હેઠળ ઉપરોક્ત મુદ્દો ભણાવવામાં આવતો હતો.

કલમ 370ની નાબુદીના મુદ્દાને સ્થાનિક આકાંક્ષાઓ નામના અનુભાગમાં આવરી લેવામાં આવ્યો છે. અગાઉ આ જ પ્રકરણ અને અનુભાગમાં કાશ્મીરી ભાગલાવાદીઓ વિષે વિસ્તૃતમાં પરિચય આપવામાં આવ્યો હતો પરંતુ તેઓ ભારતની અખંડિતતા માટે કેમ ભયરૂપ છે તે સમજાવવામાં આવ્યું ન હતું.

પુસ્તકમાં કલમ 370ની નાબુદી અંગેના મુદ્દા હેઠળ હવે નીચે અનુસારનું લખાણ ઉમેરવામાં આવ્યું છે.

Jammu and Kashmir had a special status under Article 370 of the Indian Constitution. However, in spite of it, the region witnessed violence, cross-border terrorism and political instability with internal and external ramifications

The Article resulted in the loss of many lives, including that of innocent civilians, security personnel and militants. Besides, there was also a large scale displacement of Kashmiri Pandits from the Kashmir valley

On 5 August 2019, Parliament had approved a resolution abrogating special status to J and K under Article 370 of the Constitution. The state was also bifurcated into two Union territories – Ladakh with no Legislative Assembly and Jammu and Kashmir with one

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here