મુશ્કેલી: સિનીયર એડવોકેટ પ્રશાંત ભૂષણ પર કોર્ટની અવમાનનાનો આરોપ

0
283

પ્રશાંત ભૂષણ પર ન્યાયતંત્ર સામે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં સ્વયં એક મોટો નિર્ણય લઈને તેમને કોર્ટની અવમાનનાની નોટીસ ફટકારી છે.

નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને ન્યાયતંત્ર અને ન્યાયપાલિકા અંગે Twitter પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ, સુપ્રીમ કોર્ટ તરફથી બુધવારે(22 જુલાઈએ) suo moto નોટિસ મળી છે. આ અંગે આગામી સુનાવણી 5 ઓગસ્ટે થશે.

પ્રશાંત ભૂષણના કેસની સુનાવણી જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ ક્રિષ્ના મુરારીની બેંચ સમક્ષ કોરોનાવાયરસ લોકડાઉનને કારણે વિડિઓ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે બે Tweets માટે એડવોકેટ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ કોર્ટની અવમાનનાની કાર્યવાહી શરૂ કરી છે, જેમાંથી એક કહે છે કે, ભારતના છેલ્લા ચાર મુખ્ય ન્યાયાધીશોએ છેલ્લા છ વર્ષમાં ભારતમાં લોકશાહીનો નાશ કરવામાં ભૂમિકા ભજવી હતી.

પ્રશાંત ભૂષણે સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ બોબડે વિરુદ્ધ પણ Tweet કરતા કહ્યું હતું કે તેમણે માસ્ક વગર હાર્લે ડેવિડસનની બાઈકની સવારી કરી હતી એ પણ એવા સમયે જ્યારે તેમણે લોકડાઉનમાં કોર્ટ બંધ કરીને સામાન્ય નાગરીકને ન્યાય માંગવાના અધિકારથી વંચિત રાખીને.

એક જાણીતી ન્યૂઝ ચેનલે કહ્યું હતું કે, બાઇક જસ્ટીસ બોબડે પાસે ડીલર દ્વારા લાવવામાં આવ્યું હતું અને જસ્ટિસ બોબડેએ તે ડીલરની લાગણીને માન આપીને “ફક્ત તેના પર બેઠા હતા”. આ ચેનલેએમ પણ કહ્યું હતું કે, જસ્ટીસ બોબડેએ માસ્ક પહેરેલો હતો પરંતુ બાઇક પર બેઠા હતા ત્યારે તેમણે ખિસ્સામાં રાખ્યું હતું.

આ જ મામલામાં કોર્ટે ટોચની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter India વિરુદ્ધ પણ તિરસ્કારની કાર્યવાહી પણ શરૂ કરી છે.

સુપ્રિમ કોર્ટમાં પ્રશાંત ભૂષણ સામેના તિરસ્કારના કેસ માટે વરિષ્ઠ વકીલ સાજન પોવૈયાએ ​​ટ્વિટર માટે દલીલ કરી હતી. કહ્યું કે, “આ મુદ્દે અમારે કંઈ ખાસ કહેવાનું નથી. જો કોર્ટ આદેશ આપે તો અમે પ્રશાંત ભૂષણના વિવાદિત ટ્વિટને દૂર કરીશું.” સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલનો પણ અભિપ્રાય માંગ્યો છે.

આ કેસ પૂર્વે, 2009 માં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની ગુનાહિત અવમાનનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેની સુનાવણી પણ આવનારા શુક્રવારે થવાની છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here