ખુલાસો: શાહરૂખ ખાનના ભારત વિરોધી ટોની અશાઈ સાથેના સબંધો ખુલ્લા પડ્યા

1
526

બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાન અમેરિકામાં રહેતા પાકિસ્તાની ટોની અશાઈ સાથે વ્યવસાયિક સબંધો ધરાવતા હોવાનું બહાર આવ્યું છે. અશાઈ એ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં લિપ્ત હોવાનું જાણવા મળ્યું છે.

મુંબઈ: અભિનેતા શાહરૂખ ખાનના અમેરિકા સ્થિત આર્કિટેક્ટ ટોની અશાઈ નામના એક કટ્ટર ભારત વિરોધી મૂળ પાકિસ્તાની વ્યક્તિ સાથેના સબંધો સામે આવ્યા છે. ટોની અશાઈ આજકાલ સોશિયલ મિડિયા પર ભારત વિરોધી પ્રચારમાં વ્યસ્ત હોય એવા પુરાવા પણ સામે આવ્યા છે.

ટોની અશાઈ ખાસકરીને કાશ્મીરી યુવાનોને ભડકાવીને આતંકવાદી બનાવવા અંગેના મેસેજ સોશિયલ મિડિયા પર શેર કરતો હોય છે. આ ઉપરાંત તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પણ દ્વેષ ફેલાવતા મેસેજ પોસ્ટ કર્યા છે.

ટોની અશાઈ એ દુનિયાના સહુથી મોંઘા રિયલ એસ્ટેટ્સમાંથી એક એવા દુબઈના પામ જુમેરાહમાં અશાઈ ડિઝાઈન કોર્પોરેશન નામની કંપની ચલાવે છે જેમાં તેણે ઘણા હોલિવુડ અભિનેતા-અભિનેત્રીઓના ઘરનું ઇન્ટીરીયર ડિઝાઈનિંગ કર્યું છે. વર્ષો અગાઉ શાહરૂખ ખાને શાહરૂખ ખાને પામ જુમેરાહમાં ઘર ખરીદ્યું હતું.

ત્યારબાદ વર્ષ 2014માં શાહરૂખે દુબઈમાં જ પોતાનો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ શરુ કર્યો હતો. આ પ્રોજેક્ટનું નામ ‘રિયલ એસ્ટેટ્સ બાય શાહરૂખ ખાન’ રાખવામાં આવ્યું હતું અને આ સંપૂર્ણ પ્રોજેક્ટનું ઇન્ટીરીયર ડિઝાઈનીંગ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને કર્યું હતું.

જાણવા મળ્યા મુજબ શાહરૂખના આ પ્રોજેક્ટની ડિઝાઈન ટોની અશાઈએ તૈયાર કરી હતી. ટોની અશાઈએ પોતે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની નજીક હોવાનો દાવો કરીને તેમની સાથે કાશ્મીર અંગે ચર્ચા કરી હોવાનું પણ કહ્યું છે.

તાજા સમાચાર અનુસાર ભારતના ગૃહ મંત્રાલયે બોલિવુડ કલાકારોને દેશવિરોધી કાર્ય કરતા લોકોથી દૂર રહેવાની સલાહ પણ આપી છે. અગાઉ ભારત સરકારે અમેરિકા સ્થિત પાકિસ્તાની મૂળના ઇવેન્ટ મેનેજર રેહાન સિદ્ધિકીને પણ ભારત વિરોધી પ્રવૃત્તિમાં સામેલ હોવાને લીધે પ્રતિબંધિત કર્યો છે.

eછાપું

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here