નવો અભ્યાસ: કોરોના રોકવા Herd Immunity ની ઉંચી ટકાવારી જરૂરી નથી

0
281

કોરોનાના સંક્રમણના ઝડપી પ્રસારને અટકાવવા માટે મોટી સંખ્યામાં લોકોમાં Herd Immunity વિકસિત થાય તે જરૂરી છે. અગાઉ Herd Immunity વિકસિત થવા માટે ઉંચી ટકાવારી જરૂરી હોવાનું કહેવાયું હતું પરંતુ એક નવા અભ્યાસમાં તે ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે.

 

લંડન: ઓક્સફર્ડ યુનિવર્સીટીના એક નવા અભ્યાસમાં આશ્ચર્યજનક પરિણામો બહાર આવ્યા છે. અગાઉના એક અભ્યાસ અનુસાર કોરોનાને રોકવા માટે જરૂરી એવી Herd Immunity વિકસિત કરવા માટે ઓછામાં ઓછી 50% વસ્તીમાં એન્ટી બોડીઝ હોવા જરૂરી હોય છે એ પ્રકારનું તારણ સામે આવ્યું હતું.

પરંતુ ઓક્સફર્ડના આ નવા અભ્યાસ અનુસાર Herd Immunity વિકસિત કરવા માટે 50% નહીં પરંતુ 20% જેટલી નીચી ટકાવારીની જરૂરિયાત છે. જો કે આ નવા પરિણામોને હજી નિષ્ણાતો દ્વારા ચકાસવાનું કાર્ય પૂર્ણ થયું નથી.

Herd Immunityનો મતલબ એવો થાય છે કે એવા વ્યક્તિઓની સંખ્યા મોટા અથવાતો પૂરતા પ્રમાણમાં હોવી જેના શરીરમાં કોરોનાની સામે લડવા માટે એન્ટી બોડીઝ અથવાતો રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઇ ચૂકી હોય. આ પ્રકારના વ્યક્તિઓ જો મોટી સંખ્યામાં હોય તો કોરોના વાયરસને તેઓ આગળ ફેલાવતા નથી, પરિણામે કોરોનાની ચેઈન આપોઆપ તૂટી જાય છે અને છેવટે તેના પર કાબૂ મેળવવામાં સરળતા રહે છે.

ઉપરોક્ત સંશોધન કરનાર સંશોધનકર્તાઓનું કહેવું છે કે Herd Immunity ડેવલોપ થતા જ્યારે કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવનાર વ્યક્તિઓ સામાન્ય રીતે બહાર હળેભળે છે ત્યારે કોરોનાનું સંક્રમણ નોંધપાત્ર રીતે ઘટ્યું હોવાનું સાબિત થયું છે.

આમ થવાને કારણે જ્યારે કોરોનાએ જ્યાં પણ બીજી વખત ઉછાળો નોંધાવ્યો છે ત્યાં મૃત્યુની સંખ્યા ઘણી ઓછી નોંધાઈ છે. આ પ્રકારની Herd Immunity દ્વારા ઉત્પન્ન થયેલી રોગપ્રતિકારક શક્તિ  મુખ્યત્વે યુવાનો અને યુવતિઓમાં વધુ જોવા મળી હોવાનું આ અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે.

જો કે શોધકર્તાઓએ એમ પણ નોંધ્યું છે કે મોટાભાગના કોરોના સંક્રમિત વ્યક્તિઓમાં કોરોનાના લક્ષણ જોવા નથી મળતા તેથી કેટલી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત હોઈ શકે છે તેનો અંદાજ લગાવવો શક્ય નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here