IPL: BCCIને દુબઈમાં ટુર્નામેન્ટ યોજવાની મળી મંજૂરી; 8 નવેમ્બરે ફાઈનલ!

0
330

BCCIને દુબઈમાં સપ્ટેમ્બરથી નવેમ્બર મહિનાઓ વચ્ચે ઇન્ડિયન પ્રિમિયર લીગ એટલેકે IPL 2020 આયોજીત કરવાની કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આ IPLની ફાઈનલ 8 નવેમ્બરે રમાશે.

ક્રિકેતજગત અને ક્રિકેટપ્રેમીઓ માટેનો મોટો તહેવાર ગણાતી IPLની 2020ની સિઝનનો ઉત્સુકતાથી, લાંબા સમયથી રાહ જોઈ રહેલા ચાહકો માટે BCCI તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સારા સમાચાર અપાયા છે. આતુરતાથી રાહ જોવાઈ રહેલી ઇન્ડિયન પ્રિમિયર લીગની (IPL) શુરૂઆત સંયુક્ત આરબ અમીરાતના (UAE) દુબઈમાં 19 સપ્ટેમ્બરથી થશે, જેની અંતિમ મેચ 8 નવેમ્બરે રમવામાં આવશે.

T20 વર્લ્ડકપ જે ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજવાનો હતો તેનું આયોજન COVID-19 રોગચાળાના લીધે ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા અને ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા હાલ માટે સ્થગિત કરવામાં આવ્યું છે. જેના લીધે IPLનું યોજાવું શક્ય બન્યું છે.

ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, ટૂર્નામેન્ટનું આયોજન કરવા પાછળના નાણાકીય નંબરોની સૂચિબદ્ધ પ્રમાણે, BCCIને મીડિયા રાઇટ્સ ધારક અને બ્રોડકાસ્ટર STR પાસેથી રૂપિયા 33૦૦ કરોડ, ટાઇટલ સ્પોન્સર વિવો પાસેથી રૂ. 40૦ કરોડ અને અન્ય પ્રાયોજકો પાસેથી રૂ. 170 કરોડ પ્રાપ્ત થશે. સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે, બ્રોડકાસ્ટર સ્ટારે તો BCCIને રૂ. 2000 કરોડની એડવાન્સ રકમ પણ ચૂકવી દીધી હતી.

જો IPL રદ્દ થાત તો BCCI પર કોર્ટ કેસીઝ થવાની શક્યતાઓ પણ હતી. એડવાન્સની પરત ચુકવણી અથવા કરાર એક વર્ષ સુધી વધારવાનું BCCI માટે અનુકૂળ ન હતું.

જાણવા મળ્યા અનુસાર Quarantineના નિયમોનું પાલન કરવા માટે IPLની તમામ ટીમોના તમામ ખેલાડીઓ ટુર્નામેન્ટના લગભગ એક મહિના અગાઉ જ દુબઈ પહોંચી જશે. ખેલાડીઓની દુબઈ પહોંચવાની તારીખ તેમજ દુબઈથી ભારત પરત આવવાની તારીખ ઉપરાંત તમામ મેચોનું શેડ્યુલ આવતા અઠવાડિયે આયોજીત IPLની ગવર્નીંગ કાઉન્સિલની બેઠકમાં નક્કી કરવામાં આવશે.

અગાઉ IPL 29 માર્ચે શરૂઆત થવાની હતી, પરંતુ COVID-19 રોગચાળાને કારણે તેને અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં ઑક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી ICC World T20 ને આ જ કારણોસર એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો, જેણે IPLના આયોજન માટે આશા જન્મી હતી.

eછાપું  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here