“દિલ બેચારા”ને સુશાંતની આખરી ફિલ્મ તરીકે ઉજવવી નથી: મુકેશ છાબરા

0
657

સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારાના નિર્દેશક મુકેશ છાબરા બે સાવ વિરુદ્ધ પ્રકારની લાગણીઓમાંથી પસાર થઇ રહ્યા છે. તેઓ આ વિષે વાત કરી રહ્યા છે.

મુકેશ છાબરાની ડાયરેક્ટર તરીકેની સૌ પ્રથમ ફિલ્મ “દિલ બેચારા” આજે સાંજે 7:30 કલાકે ડિઝની હોટસ્ટાર પ્લસ પર  રિલીસ થવા જઈ રહી છે. આ પહેલા મુકેશ છાબરાએ કાસ્ટિંગ ડાઇરેક્ટર તરીકે “કાઇપો છે”, “રામન રાઘવ 2”, “રાજમા ચાવલ”, વગેરે જેવી બોલીવુડ ફિલ્મ્સમા કામ કર્યું છે.

મુકેશ છાબરાએ જણાવ્યા મુજબ, ફિલ્મના નિર્દેશક બનીને ફિલ્મ બનાવવી એ એમના બાળપણનું સ્વપ્ન હતું. અને “દિલ બેચારા” એ એક નિર્દેશક તરીકે એમની સૌથી પહેલી ફિલ્મ છે. અને આ પળ જે એમના માટે એક ઉત્સવ હોવો જોઈએ એ આનંદની સાથે દુ:ખદ લાગણીઓથી પણ ભરેલી છે. મુકેશ છાબરાએ કહ્યું છે કે, સ્વ. સુશાંતસિંહ રાજપૂત જે આ ફિલ્મનો મુખ્ય કલાકાર પણ છે તેણે તેની સાથે સાથે એક નજીકના દોસ્તને પણ ગુમાવ્યો છે.

2013માં રિલીઝ થયેલી ફિલ્મ “કાઇપો છે” સુશાંતસિંહ રાજપુતની સૌ પ્રથમ ફિલ્મ હતી. અને એ વખતથી જ મુકેશ છાબરા અને સુશાંત સાથે સંકળાયેલા હતા. રાજપૂત 14 જૂને તેમના એપાર્ટમેન્ટમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. PTI સાથેની એક મુલાકાતમાં, છાબરાએ રાજપૂત સાથેની તેમની સાત વર્ષની લાંબી મિત્રતા વિશે વાત કરતા કહ્યું હતું કે, જેને તેઓ શબ્દોના હિમાયતી અને જીવનના વિદ્યાર્થી તરીકે યાદ કરે છે.

ફિલ્મ વિષે વાત કરતાં છાબરાએ કહ્યું છે કે, “મારા જીવનમાં એક મોટું પરિવર્તન આવ્યું છે. હું મારી પહેલી ફિલ્મ અંગે પણ ખુશ નથી, મારે તેને સુશાંતની છેલ્લી ફિલ્મ તરીકે ઉજવવાની ઇચ્છા નથી. તમે ખુશ અને ઉત્સાહિત હોવ છો જ્યારે તમારી પ્રથમ ફિલ્મની લાગણી હોય છે. મારા કિસ્સામાં, તે સંપૂર્ણપણે અલગ છે.”

છાબરા સુશાંતને લઈને કહે છે કે, “આ ખૂબ જ વિચિત્ર લાગણી છે, હું આ વિશે વિચારતો રહેતો હોઉ છું. હું ઇચ્છું છું કે લોકો સુશાંતના ચાર્મ, પોઝીટીવીટીની નોંધ લે અને ખુશ રહે અને પોઝીટીવ રહે.”

નવોદિત દિગ્દર્શકે કહ્યું કે, રાજપૂતે તેની પહેલી ફિલ્મનો ભાગ બનવાનું વચન આપ્યું હોવાથી સ્ક્રિપ્ટ વાંચ્યા વિના જ ‘દિલ બેચારા’ ફિલ્મમાં કામ કરવા ત્વરિત મંજૂરી આપી દીધી હતી. “તે એવો વ્યક્તિ હતો જે કોઈપણ ભૂમિકાને ખેંચી શકે. હું ઇચ્છતો હતો કે આ પાત્ર મોહક બને. સુશાંત વાસ્તવિક જીવનમાં પણ મોહક હતો. પાત્રની દરેક ચાલ પાછળ તે ઘણું વિચારતો”

“દિલ બેચારા” ફિલ્મ 2014ની હોલિવૂડ રોમેન્ટિક ડ્રામા “ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ”ની ઑફિશિયલ રિમેક છે, જે કેન્સર સપોર્ટ જૂથમાં મળ્યા પછી પ્રેમમાં પડેલા બે કિશોરો વિશે જ્હોન ગ્રીનની બેસ્ટ સેલિંગ નવલકથા પર આધારિત છે. બોલીવુડ રિમેક ફિલ્મ “કિઝી બાસુ”ના જીવનને અનુસરે છે, જે સંજના સાંઘીએ ભજવ્યો છે, જે ટર્મિનલ કેન્સર સાથે સંઘર્ષ કરી રહી છે અને સુશાંત સિંહ રાજપૂત દ્વારા ભજવેલી “ઇમાન્યુઅલ રાજકુમાર જુનિયર” અથવા “મેની” સાથે રોમાંચક રીતે સામેલ થવામાં સંકોચ અનુભવી રહી હોય છે.

“દિલ બેચારા”માં સૈફ અલી ખાન અને સ્વસ્તિક મુખર્જી પણ છે. ફિલ્મની પટકથા શશાંક ખેતાન અને સુપ્રોતિમ સેનગુપ્તાએ લખી છે, જ્યારે સંગીત એ.આર. રહેમાન દ્વારા આપ્યું છે.

ફિલ્મના ટ્રેલેરે યુટ્યુબનો નોંધપાત્ર રેકોર્ડ તોડી નાખ્યો છે. 6 જુલાઈએ રિલીઝ થયેલું આ ટ્રેલર 1 કરોડથી વધુ ‘લાઈક્સ’ પ્રાપ્ત કરનાર વીડિયો-શેરિંગ પ્લેટફોર્મ પરનું પ્રથમ ફિલ્મનું ટ્રેલર બન્યું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here