Apple કંપનીની અનોખી પહેલથી ભારતમાં સસ્તી બનશે Apple પ્રોડક્ટ્સ

0
315

Apple કંપની દેશમાં તેનો નવીનતમ ફ્લેગશિપ ફોન બનાવી રહ્યો છે, જેમાં સમયે ભારતમાં વેચાયેલા iPhone 11, iPhone SE અને iPhone XRનો સમાવેશ થાય  છે. ચેન્નઈ નજીકના ફોક્સકોન (Foxconn) પ્લાન્ટમાં બને છે Apple iPhone 11.

Apple પહેલેથી જ ભારતમાં iPhone XR બનાવવા માટે આ ફોક્સકોન (Foxconn) ઉત્પાદક પ્લાન્ટનો ઉપયોગ કરે છે. Foxconn, or the Hon Hai Precision Industry Co. Ltd. નું મુખ્ય મથક તાઇવાનમાં છે. ફોક્સકોન(Foxconn) તેની આંધ્રપ્રદેશની ઉત્પાદક પ્લાન્ટ પર, ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદક કંપની Xaomi માટે પણ ફોન બનાવે છે.

જોકે Apple એ આ વાતને લઈને કોઈ પુષ્ટિ કરી નથી. ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, ઉત્પાદન તબક્કાવાર વધારવામાં આવશે. આ અહેવાલ મુજબ, ફોક્સકોન ત્રણ વર્ષના ગાળામાં તમિલનાડુમાં તેના કારખાનાના વિસ્તરણ માટે 1 અબજ ડોલરનું રોકાણ કરશે. આ જ પ્લાન્ટે iPhone SEની લાસ્ટ અપડેટનું ઉત્પાદન પણ બંધ કર્યા પહેલા બનાવ્યું હતું, અને ભારતમાં નવીનતમ અપડેટ વાળા iPhone SE બનાવવાની યોજનાઓ આ સમયે સ્પષ્ટ ન હતી.

ભારતમાં આવા ઉત્પાદનથી “Make In India” જેવા પ્રોગ્રામને વેગ મળી શકે છે. તદુપરાંત, ભારતવાસીઓને પણ ટેક્સ ચૂકવવામાંથી રાહત મળી શકે છે, જે ઉપર જણાવેલ Apple પ્રોડક્ટસના ભાવમાં ધરખમ ઘટાડો કરી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here