જાણો: ભારતીય સેટેલાઈટ EMISAT કેવી રીતે રાખે છે ચીની હરકતો પર નજર

0
356

EMISAT એ ભારતનો પ્રથમ અને અતિ શક્તિશાળી ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ સેટેલાઇટ છે. જે લદાખની ભારત-ચીન વચ્ચેની લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર થયેલા ઉગ્ર તણાવ પર સતત નજર રાખે છે.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા સંચાલિત ભારતના પ્રીમિયર ઇન્ટેલિજન્સ-એકત્રીકરણ સેટેલાઇટ EMISAT એ ચીની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ કબજે કરેલ તિબેટની સ્થિતિઓ પર બખૂબી રીતે નજર રાખીને માહિતી પૂરી પાડી છે.

EMISAT એ આશરે 436 કિલોગ્રામ વજનની ઇસરોની મિનિ સેટેલાઇટ-2 બસની સાથે બાંધવામાં આવેલો એક સેટેલાઈટ છે. તેને સફળતાપૂર્વક 1 એપ્રિલ, 2019ના રોજ PSLV-C45 દ્વારા તેના ઉદ્દેશિત સૂર્ય-સિંક્રોનસ ધ્રુવીય ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો હતો. સેટેલાઈટ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ માપવા માટે બનાવાયેલ છે.

EMISAT એ દેશનો પ્રથમ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સેટેલાઈટ છે. તે એક ખૂબ જ શક્તિશાળી ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ/સર્વેલન્સ સેટેલાઇટ છે, જેને ઇસરો અને DRDO દ્વારા સંયુક્ત રીતે ડેવેલોપ કરવામાં આવ્યો છે.

ઇસરો, કે જેણે DRDO પેલોડ માટે સેટેલાઇટ બનાવ્યું હોવાનું જણાવ્યું છે, તેણે કહ્યું હતું કે અવકાશયાન ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમને માપશે. EMISAT ઇલિંટ મિશન રેડિયો સિગ્નલોનું નિરીક્ષણ કરે છે જેનો ઉપયોગ દુશ્મનના ક્ષેત્રમાં સંક્રમણના તમામ સ્રોતોની પ્રકૃતિ અને સ્થાન નક્કી કરવા માટે થાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ડેપ્સસંગ સેક્ટરમાં પણ ચીની સૈનિકો એકત્રીત થઈ રહ્યા છે અને LACની બાજુમાં વિસ્તારમા ખોદકામ કરનાર સૈનિકોને શોધી શકાયા છે. PLA એ 2013 માં ડેપસાંગમાં ઘુસણખોરી કરી હતી.

11 જુલાઇએ, એમિસેટની ઇલિંટ (પ્રોજેક્ટ કૌટિલ્યા) એ પાકિસ્તાન નેવીના ઓરમારા બેઝ (જિન્ના નેવલ બેઝ) નજીક સર્વેલન્સ હાથ ધર્યો હતો. આ બેઝ પર સબમરીન બર્થિંગની સુવિધાઓ પણ છે અને તાજેતરના વર્ષોમાં ચાઇનીઝ સબમરીનનું પણ ત્યાં બર્થિંગ માટે આયોજન કરવામાં આવ્યું છે.

ભારત અને ચીન LACની અડચણને લઈને વાટાઘાટોમાં રોકાયેલા હોવા છતાં લદ્દાખ અને કાશ્મીરમાં એવી અટકળો ચાલી રહી છે કે પાકિસ્તાન અને ચીન આગામી શિયાળા દરમિયાન ભારત વિરુદ્ધ બે મોરચા યુદ્ધની તૈયારી કરી રહ્યા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here