જય શ્રી રામ!: અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનની તૈયારીઓ પૂરજોશમાં

0
474

અયોધ્યામાં 5મી ઓગસ્ટે લગભગ 500 વર્ષના સંઘર્ષ બાદ ભવ્ય રામ મંદિર બનવાની શરૂઆત થઇ જવાની છે, આ માટે આજકાલ રામજન્મભૂમિમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

અયોધ્યા: 1992 પછીથી દેશમાં “રામ જન્મભૂમિ અયોધ્યા”ને લઈને ચર્ચાસ્પદ ચાલી રહેલા કેસ પર સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ચુકાદો આપ્યો. રામ લલ્લાના જન્મ સ્થળ અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે. 5 ઓગસ્ટે મંદિરના ભૂમિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

દેશના અહેમ પવિત્ર સ્થાનોમાંથી એક એવા ત્રિવેણી સંગમની (ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીનો સંગમ) માટી અને જળ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન માટે ગુરુવારે એટલે કે આજે, અયોધ્યા પહોંચશે. બુધવારે પવિત્ર મંત્રોચ્ચાર સાથે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) નેતાઓને માટી અને જળ સોંપવામાં આવ્યાં હતાં. VHPના ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ પવિત્ર માટી અને જળને અયોધ્યા લઈ રહ્યું છે.

પ્રયાગરાજમાં VHPના પ્રવક્તા અશ્વની મિશ્રાના જણાવ્યા અનુસાર, “બુધવારે વૈદિક પરંપરા દ્વારા પૂજન કરીને, VHPના ધર્મચાર્ય સંપર્ક પ્રમુખ શંભુ અને પ્રાંત સંગઠન મંત્રી મુકેશ કુમાર અને મેજા નિવાસી સંજુ લાલ આદિવાસી સહિત VHPના નેતાઓએ મળીને પવિત્ર માટી અને જળ એકત્રિત કર્યા છે.”

પવિત્ર માટી અને જળ એકત્રિત કર્યા પછી, તેને VHP નેતાઓએ મહાવીર ભવન (VHP નેતા, સ્વ. અશોક સિંઘલના નિવાસસ્થાન) લઈ ગયા અને રામ મંદિર માટે સિંઘલ સાહેબે આપેલા યોગદાન અને પ્રયત્નોને યાદ કરીને સ્મૃતિ આપી હતી. ત્યારબાદ VHP કાર્યકર્તાઓ પવિત્ર માટીને કેશર ભવન, VHP કચેરીમાં લઈ ગયા હતા.

આ ઉપરાંત VHPના એક આગેવાને જણાવ્યું હતું કે, “પવિત્ર સંગમના જળ અને માટી સિવાય કાશી વિશ્વનાથ, શ્રિંગવરપુર જળ અને કબીર મઠ, મહર્ષિ ભારદ્વાજ આશ્રમ અને સીતામઢી સહિતના અન્ય અગ્રણી ધાર્મિક મંદિરોની પવિત્ર માટી અને જળ પણ એકત્રિત કરવામાં આવશે અને 5 ઓગસ્ટ પહેલા અયોધ્યા મોકલવામાં આવશે.”

ગોરખપુરના ગોરખનાથ મંદિરમાંથી જમીનને પણ ભૂમિપૂજન માટે અયોધ્યા મોકલવામાં આવી છે. આ સાથે એમ પણ જાણવામાં આવ્યું છે કે, અન્ય વરિષ્ઠ નેતાઑ અને મહાનુભાવો પણ આ ભૂમિપૂજનમાં હાજર રહેશે. ગુજરાતનાં 6 સંત મહાનુભાવોને પણ આમંત્રણ મળ્યા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here