મજબૂરી: છેક છેલ્લા દિવસે પ્રિયંકા વાડ્રાએ સરકારી આદેશનું પાલન કર્યું

0
297

સરકારે આપેલી નોટિસ પછી, કોંગ્રેસના નેતાઓએ આ મુદ્દે રાજકીય આક્રોશ ભો કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. પ્રિયંકા વાડ્રાએ SPG સિક્યોરિટી કવર ગુમાવ્યા બાદ સરકારે નોટિસ આપી હતી.

નવી દિલ્હી: 1997થી કોંગ્રેસના રાજકુમારી પ્રિયંકા વાડ્રા દિલ્હીના પોશ લ્યુટીઅન્સ વિસ્તારમાં અવેલા લોધી એસ્ટેટ, 35માં સરકારે ફાળવેલ બંગલામા નિવાસ કરતા હતા. જે બંગલાને નોટિસ પ્રમાણેની છેલ્લી તારીખના માત્ર એક દિવસ પહેલા જ તેમણે ખાલી કર્યો છે.

પ્રિયંકા વાડ્રાને અગાઉ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલયે 1 ઓગસ્ટ સુધીમાં આ બંગલો ખાલી કરવા નોટીસ ફટકારવામાં આવી હતી. આ નોટીસમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, SPG સિક્યુરિટી કવર ગુમાવ્યા બાદ હવે પ્રિયંકા વાડ્રા સરકાર દ્વારા ફાળવવામાં આવેલા બંગલામાં રહી શકશે નહીં.

પ્રિયંકા વાડ્રાને નોટિસ મળ્યા પછી કોંગ્રેસના કેટલાક નેતાઓએ આ મુદ્દે રાજકીય આક્રોશ ઉભો કરવા માટે સરકાર વિરુદ્ધ ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ પ્રિયંકાએ જણાવ્યું હતું કે તેઓ સરકારના આદેશોનું પાલન કરશે.

તેઓ હવે ક્યાં સ્થળાંતર કરશે તે અંગે ઘણી અટકળો કરવામાં આવી રહી છે. કોંગ્રેસના કેટલાક અનુયાયીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ UP કોંગ્રેસના મહામંત્રી હોવાથી લખનૌ જઇ શકે છે. તેઓ સંયુક્ત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસને તૈયાર કરવા માટે, લખનૌમાં તેમના સંબંધીઓના ઘર ‘કૌલ નિવાસ’માં સ્થળાંતર કરી શકે છે.

એવું પણ અનુમાન કરવામાં આવ્યું હતું કે, તેઓ કદાચ અસ્થાયી રૂપે ગુરગાંવ પણ શિફ્ટ થઈ શકે.

પ્રિયંકા વાડ્રાએ આજે ખાલી કરેલો લોધી એસ્ટેટનો સરકારી બંગલો હવે ભાજપના સાંસદ અનિલ બલુનીને ફાળવવામાં આવ્યો છે.

છાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here