સેલીબ્રીટી શેરધારકના વર્તનને સામાન્ય શેરધારકોએ અનુસરવું જોઈએ?

0
424

જ્યારે કોઈ સેલીબ્રીટી શેરધારક પોતાના હજારો શેર્સ શેરબજારમાં વેંચી નાખતો હોય છે ત્યારે સામાન્ય શેરધારકમાં અસમંજસની લાગણી ઉભી થતી હોય છે કે તેણે આ સેલીબ્રીટી શેરધારકને અનુસરવું કે નહીં.

HDFC બેન્કના મેનેજીંગ ડાયરેક્ટર એન્ડ CEO આદિત્ય પુરી જે હાલમાં નિવૃત થઇ રહ્યા છે એમણે પોતાના HDFC બેન્કના શેર કુલ 7.42 મિલિયન શેર રૂ 843 કરોડના વેચ્યાના  સમાચાર સોશિયલ મીડિયા અને ખાસ તો શેરબજારના રસિયાઓમાં વાયરલ થયા છે
તો શું રોકાણકારોએ પણ પોતાના HDFC બેન્કના શેર વેચવા જોઈએ ? થોડું આ અંગે સમજીએ.

HDFC બેન્કના શેરમાં સાલ 2000માં એક લાખ રોકનારના આજે 2020માં એટલેકે 20 વર્ષમાં આશરે રૂ એક કરોડથી પણ થોડા વધુ થઇ ગયા છે આ છે આદિત્ય પુરીની સિદ્ધિ!

આદિત્ય પુરી HDFC બેંકમાં 0.14 % માત્ર શેરહોલ્ડિંગ ધરાવે છે અને મોટાભાગના શેર એમને એમ્પ્લોઈ સ્ટોક ઑપશનમાં મળેલા છે તો હવે તેઓ નિવૃત થઇ રહ્યા છે તો એમણે એમના શેરને રોકડા કરી લીધા જેમાં એમને તગડો નફો થયો છે જે ઉપર જણાવ્યા મુજબ છે. આ શેર વેચાણ પર એમને કેપિટલ ગેઇન ટેક્સ પણ સાવ નજીવો લાગ્યો હશે. શક્ય છે 2018 ના ગ્રાન્ડફાધરિંગ પ્રોવિઝન ને લીધે કઈ જ નહિ હોય. એમણે શેર વેંચતા પહેલા આ બાબત ધ્યાનમાં લીધી જ હશે અને એમના CAને પૂછીને જ પગલું ભર્યું હશે એ સ્વાભાવિક છે.
હવે જયારે આદિત્ય પુરી નિવૃત થઇ રહ્યા છે તો એક જ કંપનીમાં આટલા બધા વેલ્યુના શેર રાખીને શું કરવું? આજે HDFC બેન્કના શેરનો ભાવ આશરે રૂ.1000 ની આજુબાજુ છે જે એક સમયે રૂ,2000 થી ઉપર સુધી ગયેલો. હવે જો આદિત્ય પુરી આ શેર પકડી રાખે એના કરતા રોકડી કરી બીજી 20 કંપનીઓમાં રોકાણ કરે અને એક આદર્શ પોર્ટફોલિયો બનાવે તો એમની આવક એથી બમણાથી વધુ થઇ જાય એ સ્વાભાવિક છે.

HDFC બેન્ક એક પ્રોફેશનલી મેનેજ કંપની છે અને એમાં સક્સેસન પ્લાનિંગ ઉત્તમ હોય જ વાસ્તવમાં છે જ.

કંપની હોય કે કે સરકારી નોકરી વ્યક્તિઓ આવે ને જાય એમની બદલી થાય કે છોડી જાય કે નિવૃત થાય સરકાર અને કંપની ચાલતી રહે એને સક્સેસન પ્લાનિંગ જો ઉત્તમ હોય તો એ વધુને વધુ સારી પ્રગતિ કરતી રહે.

ઇન્ફોસીસમાં પણ એમના CEO નારાયણ મૂર્તિ 60 વર્ષની વયે નિવૃત થયા છતાં આજે એ કંપની સારી પ્રગતિ કરી રહી છે એવું જ HDFC બેન્ક બાબતમાં રહેવાનું કારણકે એ એક મજબૂત સંસ્થા બની ગઈ છે.

જો નવા CEO સારું પરફોર્મ નહિ કરે તો બોર્ડ ઓફ ડાયરેક્ટર એમને કાઢીને નવા કોઈને નિયુક્ત કરી જ લેશે. ઇન્ફોસીસમાં પણ આવું થયું હતું ત્યાં કામચલાઉ નારાયણ મૂર્તિ પાછા ચેરમેન તરીકે જોડાયા હતા અને ટાટા સન્સમાં સાયરસ મિસ્ત્રીને પણ હાંકી કઢાયા હતા જ.
આમ ટૂંકમાં જે સંસ્થા કે કંપનીમાં ઉત્તમ સક્સેસન પ્લાનિંગ હોય એ વર્ષોના વર્ષો ચાલતી રહે વ્યક્તિઓ આવે ને જાય શક્ય છે વધુ સારી પ્રગતિ કરે જો નવા CEO દુરંદેશી હોય તો અને આપણા દેશમાં ટેલેન્ટની કમી નથી.

આમ વ્યક્તિ જયારે સંસ્થામાં હોય ત્યારે સંસ્થાનું હિત જોઈને કામ કરે સંસ્થાને પ્રગતિને પંથે લઇ જાય અને જયારે સંસ્થામાંથી નિવૃત થાય ત્યારે પોતે અંગત રીતે વિચાર કરી અંગત હિત જોતો થાય એમાં કઈ જ ખોટું નથી અને એથી આદિત્ય પુરીએ કઈ ખોટું નથી કર્યું. એમના શેર વેચીને હાજી પણ એમણે થોડાં શેર રાખ્યા છે જે એમના અંગત પોર્ટફોલિયો આયોજન મુજબ છે જ એમાં શંકા ના હોય.

તો શું નાના રોકાણકારો આદિત્ય પૂરીને અનુસરીને એના HDFC બેન્કના શેર વેચી દે ? ના HDFC બેન્કને HDFC ગ્રુપ તરીકે જોવું જોઈએ અને ગ્રુપની અન્ય કંપનીઓ પણ ઉત્તમ કામગીરી બજાવી જ રહી છે એથી HDFC બેન્ક આજે પણ લાંબાગાળાના રોકાણ માટે ઉત્તમ છે જ એમાં હાલની ઘડીએ તો બેમત નથી.

માટે, નાના રોકાણકારોએ HDFC બેન્કના શેર પકડી રાખવા જોઈએ અને ગભરાયા વિના શાંત ચિત્તે વિચાર કરી નિર્ણય લેવો જોઈએ.
મારા વ્યક્તિગત મતે ત્રણ વર્ષ રાહ જોવી જોઈએ અને ક્વાટરલી રિઝલ્ટ મોનિટર કરતા રહેવું જોઈએ કે નવા CEO કેવું પરફોર્મ કરે છે એ જોવાની ધીરજ રાખવી જોઈએ નવા CEOને  પર્ફોમ કરવા મોકો આપવો જોઈએ.

આ હકીકત કોઈપણ કંપની હોય કે સંસ્થા હોય કે સરકાર હોય યોગ્ય છે

ટૂંકમાં લાંબા સાથે ટૂંકો જાય મરે નહિ તો માંદો થાય માટે આવા સેલિબ્રેટી રોકાણકારને આંધળું અનુસરણ કદી કરવું ના જોઈએ.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

શેરમાં લાંબાગાળાના રોકાણ તથા સક્સેસન પ્લાનિંગ માટે અહી ક્લિક કરો  અથવા તમારો ઈમેલ અને મોબાઈલ નંબર 9821728704  પર વોટ્સઅપ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here