કોરોના ઈફેક્ટ: રામ મંદિર માટે જીવન ખર્ચી નાખ્યું પરંતુ ભૂમિપૂજનથી દૂર

0
313

અઢળક વર્ષોના આંદોલન બાદ આવતીકાલે ભવ્ય રામ મંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે પરંતુ કોરોનાને કારણે આ સ્વપ્ન માટે પોતાનું જીવન ખર્ચી નાખનાર આગેવાનો જ આ પ્રસંગે ગેરહાજર રહેશે.

અયોધ્યા: 6 ડિસેમ્બર, 1992 ના રોજ અહીં મોટી સંખ્યામાં હાજર રહેલા કારસેવકોએ શ્રી રામ જન્મભૂમિ પર વિદેશી આક્રાંતાઓ દ્વારા ઉભા કરવામાં આવેલા માળખાને હટાવી રામ મંદિરના નિર્માણ માટેની ભૂમિને સાફ કરી હતી. આ પવિત્ર ભૂમિનું પૂજન બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અન્ય પસંદ કરેલા વ્યક્તિઓની હાજરીમાં કરશે.

પરંતુ જેમણે દાયકાઓ સુધી આ મંદિર માટે આંદોલન ચલાવ્યું હતું તેવા મુખ્ય અને વિશેષ અગ્રણીઓ નગરમાં હાજર નહીં હોય. હાલમાં દુનિયાભરમાં તેમજ ભારતમાં ચાલી રહેલા કોરોના રોગચાળાના લીધે આ અગ્રણીઓ દ્વારા જ આ પ્રકારે નિર્ણય લીઘો હોવાનું જાણવામાં આવ્યું છે.

ભાજપના વડીલ તેમજ પ્રખર નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન એલ. કે. અડવાણી તથા પૂર્વ ભાજપ પ્રમુખ તેમજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી મુરલી મનોહર જોશી વર્ચુયલ રૂપે ભૂમિપૂજનમાં હાજરી આપશે.

ઉમા ભારતીએ જણાવ્યું છે કે તેઓ રોગચાળાને કારણે આ કાર્યથી દૂર રહેવાનું પસંદ કરશે.

આ વિષય પર અમને મળતા અહેવાલો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભાજપના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ ભૂમિપૂજન સમારોહથી આ જ કારણોસર દૂર રહી શકે છે. તો વિશ્વ હિંદુ પરિષદના જાણીતા આગેવાન વિનય કટિયારની સમારોહમાં ભાગ લેવા અંગેની શંકાઓ પણ પ્રવર્તી રહી છે.

સ્વામી ગોવિંદ ગિરીએ જણાવ્યું હતું કે, આ નેતાઓ તેમની ઉંમરને કારણે COVID-19 ચેપથી બચવા તેઓના વિશાળ હિતમાં છે કે તેઓ આ કાર્યક્રમમાં શારીરિકરૂપે ભાગ લેતા નથી.

સ્વાભાવિક છે કે, અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી અને તેમના અનુયાયીઓને કોરોનાને લીધે કવોરંટીન કર્યા બાદ આ નેતાઓનું ત્યાં હાજરી આપવું ચિંતાયુક્ત બની શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here