વિવાદ: IPL 2020 શરુ થાય તે પહેલા જ વિવાદમાં આવી ગઈ!

0
403

આ વર્ષના સપ્ટેમ્બરથી નવેમ્બર દરમ્યાન IPL-2020 યોજવા માટેની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. પરંતુ લોકો દ્વારા અને વિવિધ સંગઠનો દ્વારા આ આયોજનનો કડક શબ્દોમાં બહિષ્કાર કરવાની માંગ થઈ રહી છે.

નવી દિલ્હી: કોરોના રોગચાળાના સંકટ વચ્ચે સૌથી રોમાંચક ગણાતી IPL-2020 સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકારની મંજૂરી બાદ શરુ થવા જઈ રહી છે. સ્પષ્ટ છે કે, આતુરતાથી રાહ જોઈ રહેલા ક્રિકેટના ચાહકો માટે આ સૌથી મોટા સમાચાર છે. IPL-2020 સપ્ટેમ્બરથી નવેમ્બરમાં રમાશે, જે કોરોના રોગચાળાને કારણે UAE ખસેડાઈ છે. દુબઈ, અબુધાબી અને શારજાહમાં IPLની તમામ મેચો રમાશે.

IPLના ટાઇટલ સ્પોન્સર VIVO એ એક ચીની કંપની છે અને BCCIએ તેની સાથે કરાર તોડવાનો ઈન્કાર કરીને ક્રિકેટના આ મિની કુંભ સાથે વિવાદ જોડી દીધો છે. ઘણા સંગઠનોએ બોર્ડના આ અકડુ વલણ પર નારાજગી વ્યક્ત કરી છે તેમજ સોશિયલ મીડિયામાં પણ IPLના બહિષ્કારની માગણી ઉઠી છે.

એક બાજુ, દેશની સીમા પર જમાવડો કરીને લદાખ હિંસામાં દેશના જવાનોને નુકશાન પહોંચાડ્યા બાદ ચીની ઉત્પાદનોના બહિષ્કારનું અભિયાન ચાલી રહ્યું છે. સરકારે પણ અનેક ચીની કંપનીઓ પર કાર્યવાહી કરી છે અને તેમને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી છે. આવા સમયે ચાહકોને આશા હતી કે, BCCI દેશહિતમાં VIVO મોબાઈલ સાથે નાતો તોડશે.

પરંતુ બોર્ડે દેશહિતથી વધુ પૈસાને મહત્વ આપ્યું છે. જેનો આક્રોશ લોકો સોશિયલ મીડિયા પર #BoycottIPL હેશટેગ દ્વારા અભિયાન ચલાવીને વ્યક્ત કરી રહ્યાં છે.

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (CAIT) પણ ગૃહમંત્રી અમિત શાહ તથા વિદેશમંત્રી જયશંકરને આ મુદ્દા અંગે પત્ર લખીને રોષ વ્યક્ત કર્યો છે.

હકીકતમાં, 2018 બાદથી VIVO દર વર્ષે ટાઈટલ સ્પોન્સરશીપ માટે BCCIને 440 કરોડ રૂપિયા ચૂકવે છે. જો કે આ બધુ BCCIના ખિસ્સામાં નથી જતું.

IPLની કમાણીનો અડધો હિસ્સો 8 ફ્રેન્ચાઈઝીમાં વહેંચવામાં આવે છે. સ્પષ્ટ છે કે, આવામાં બોર્ડ માટે VIVO છોડવું સરળ નથી. આમ કરતાં તેમને સીધી રીતે 440 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવું પડશે.

આમ તો એકલા 440 કરોડની વાત નથી. જો બોર્ડ ચીની કંપનીને પોતાનાથી અલગ કરે છે તો તેને કાયદાકીય આંટીઘૂંટીનો પણ સામનો કરવો પડી શકે છે. કારણ કે, 2018માં VIVOએ 2,199 કરોડની બોલી લગાવીને 5 વર્ષ સુધી IPLની ટાઈટલ સ્પોન્સરશીપનો કરાર મેળવ્યો છે. કથિત રીતે, કોન્ટ્રેક્ટનો એક્ઝિટ ક્લોઝ VIVOના પક્ષમાં છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here