ક્રાંતિ: દેશના વિકસિત પ્રદેશથી સૌથી દૂર ગણાતા ગામમાં પહોંચ્યું નેટવર્ક

0
317

દેશવ્યાપી દૂરસંચાર માટે નેટવર્ક દ્વારા વોઇસ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરતી સરકારી કંપની BSNL દ્વારા સુદૂર એવા અરુણાચલ પ્રદેશના એક ગામમાં આટલા વર્ષો બાદ નેટવર્ક સેવા શરુ કરાઇ.

ઇટાનગર: ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા ટેલિકોમ માર્કેટ તરીકે ઉભરી આવ્યો છે. 1995માં ટેલિડેન્સિટી માત્ર 1.4% હતી જે ડિસેમ્બર 2018 સુધીમાં તે વધીને 166% જેટલી થઈ ગઈ છે.

દિલ્હી, મુંબઇ, કોલકાતા અને બેંગલુરુ જેવા મોટા શહેરોમાં તે સતત વિકાસ પામી રહ્યું છે અને સાપેક્ષમાં આ વિકસિત શહેરોમાં થયેલો ટેલિકોમ વિકાસ એ યુરોપ અને ઉત્તર અમેરિકા જેટલો જ છે.

જો કે, ગ્રામીણ ભારતમાં ટેલિડેન્સિટી લગભગ 57% ની આસપાસ રહે છે. અને આ ગ્રામીણ વિસ્તારોમાં ટેલિકોમ ક્ષેત્રને વિકસાવવા સરકાર અને અન્ય સંગઠનો દ્વારા પ્રયત્નો થતા રહે છે.

ભારતની સૌથી મોટી વાયરલાઇન ટેલિકમ્યુનિકેશન નેટવર્ક કંપની BSNL છે જેનો 60% થી વધુ માર્કેટ શેર છે અને ચોથા નંબરની વાયરલેસ ટેલિકમ્યુનિકેશન ઓપરેટર છે. આ કંપની દ્વારા સકારાત્મક વિકાસને ધ્યાનમાં લઈને અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં વિજયનગરમાં, જે ભારતનો સહુથી દૂર આવેલો વિસ્તાર છે વિસ્તાર છે, તેને સ્વતંત્રતાના આટલા વર્ષો બાદ 2G મોબાઇલ નેટવર્ક સેવાઓ સાથે જોડ્યો છે.

BSNL દ્વારા 1st ઓગસ્ટથી આ સેવા શરુ કરવામાં આવી છે. કહેવાય છે કે, આ ગામથી સૌથી નજીકનો વાહન ચાલી શકે એવો રોડ લગભગ 157 KM જેટલો દૂર છે.

આ પગલાં દ્વારા સરકાર દેશના સુદૂર પૂર્વનો વિકાસ કરવા માંગે છે તે સિદ્ધ થયું હોવાનું જણાઈ રહ્યું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here