છેલ્લી ચેતવણી: રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટીકટોકને કડક ચેતવણી આપી

0
315

US રાષ્ટ્રપતિ કહે છે કે, “પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની કંપનીઓ દ્વારા વિકસિત અને માલિકી ધરાવતી મોબાઇલ એપ્લીકેશનનો યુનાઇટેડ સ્ટેટ્સમાં ફેલાવો; રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને યુનાઇટેડ સ્ટેટ્સના અર્થતંત્રને સતત જોખમમાં નાખી શકે છે.”

વોશિંગ્ટન ડી.સી: સમગ્ર જગતમાં ટેક્નોલોજી ક્ષેત્રે મોખરે અને સફળ રહેલા ચીની સામ્રાજ્યને કોરોનાના ફેલાવા બાદ ચારેબાજુથી નકારાત્મક લાગણીઓનો સામનો કરવો પડ્યો છે. આ જ કારણસર આજે ચીનનો આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વ ક્ષેત્રે બહિષ્કાર થઈ રહ્યો છે.

એક મહિના પહેલા જ ભારતે પણ ચીનની ઘણી ખરી એપ્લીકેશન્સ બેન કરી છે. જેમાં ટિકટોક, વિચેટ જેવી પ્રચલિત એપ્સ પણ સામેલ છે. આપણા દેશમાં મોબાઈલ યુસર્સની સંખ્યા વિશ્વમાં બીજા ક્રમે હોવાથી ટેક્નોલોજી માટે ઇન્વેસ્ટ કરવા અન્ય દેશો તકની રાહ જોઈ રહ્યા હોય છે.

જ્યારે ચીનના પહેલેથી ફેલાયેલા વ્યાપાર સામે દેશના આવા કડક પગલાઓથી ચીનને મોટો ફટકો પડ્યો છે.

વિશ્વના ઘણા દેશોએ ચીની એપ્લીકેશન્સનો બહિષ્કાર કર્યા બાદ સર્વોપરી સત્તા ગણાતા અમેરિકાએ પણ આખરે આ એપ્લીકેશન્સ બેન કરવાનો નિર્ણય લીધો છે.

થોડા સમય પહેલા સીક્રેટ એજન્સિઓ દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ જાણવામાં આવ્યું છે કે, આ બધી જ એપ્લીકેશન્સ યુઝર્સના ડેટાનો મિસયુઝ કરી શકે છે. જે દેશની સુરક્ષાને પણ નુકસાન પહોંચાડી શકે છે.

USની અગ્રણી ન્યુસ ચેનલએ કહ્યું હતું કે, “બાઇટડાન્સ લિમિટેડ સાથે યુનાઇટેડ સ્ટેટ્સના અધિકારક્ષેત્રને આધિન, કોઈપણ વ્યક્તિ દ્વારા અથવા કોઈપણ મિલકતને લગતા કોઈપણ વ્યવહાર, અથવા કોઈપણ સંપત્તિના સંદર્ભમાં થતો વ્યવહાર સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.”

ટિકટોક કે જે વિડિઓ શેરિંગ એપ્લિકેશન છે અને બાઇટડાન્સની માલિકીની છે જ્યારે ટેન્સન્ટ એ સોશિયલ મેસેજિંગ પ્લેટફોર્મ, વીચેટની પેરેન્ટ કંપની છે. બાઇટડાન્સ અને ટેન્સન્ટ બંને ચીની કંપનીઓ છે.

ટિકટોક આપમેળે તેના વપરાશકર્તાઓ પાસેથી બધી જ માહિતી મેળવે છે, જેમ કે લોકેશન ડેટા અને બ્રાઉઝિંગ તથા સર્ચીન્ગ હિસ્ટરી.

US નાગરિકોના ડેટા સુધી પહોંચતા ટિકટોક દ્વારા ચીની કમ્યુનિસ્ટ પાર્ટીને અમેરિકનોની વ્યક્તિગત અને માલિકીની માહિતી સુધી પહોંચવાની મંજૂરી આપવાની ધમકી આપવામાં આવે છે.

સંભવત છે કે, ચીન ફેડરલ કર્મચારીઓ અને ઠેકેદારોના સ્થાનો પર નજર રાખવા, બ્લેકમેલ માટે વ્યક્તિગત માહિતી એકત્ર કરીને કોર્પોરેટ જાસૂસી ચલાવે છે.”

આ સાથે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું હતું કે, “માહિતી અને સંદેશાવ્યવહાર ટેક્નોલોજી અને સેવાઓ પુરવઠાના સંદર્ભમાં રાષ્ટ્રીય કટોકટી સાથે વ્યવહાર કરવા માટે વધારાના પગલા લેવા આવશ્યક છે. જે સંદર્ભે આ એપ્લીકેશન્સ તેમની ચીની પેરેંટ કંપનીઓ વેચી નહીં દે તો 45 દિવસમાં આ બધી જ એપ્લિકેશન બેન થશે.”

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here