‘ધ બિગ બુલ’: કોરોના પોઝીટીવ અભિષેક બચ્ચનની હકારત્મકતાનો પરિચય

0
769

‘ધ બિગ બુલ’ના નિર્માતા આનંદ પંડિત કહે છે, “અભિષેક બચ્ચન એક ફાઇટર છે અને ટૂંક સમયમાં ફિલ્મના સેટ પર પરત ફરશે.”

મુંબઈ: કોરોના રોગચાળા મહામારીએ આજે આખા જગતને પોતાને કબજે કર્યું છે. જેમાં આપણું બોલીવુડ પણ તેની માઠી અસરોમાંથી પસાર થઈ રહ્યું છે.

ઘણી ખરી ફિલ્મોના શૂટિંગ્સ રોકાઈ ગયા છે, તો ઘણી એવી ફિલ્મો છે કે જે થિએટરમાં રિલીઝ નહીં થઈ શકે. તેમ છતાં, મોત ભાગની ફિલ્મો હવે OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકો માટે મનોરંજન પૂરું પાડી રહ્યા છે.

આ વર્ષની 23મી ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ‘ધ બિગ બુલ’ નું શુટિંગ પણ તેના મુખ્ય અભિનેતા અભિષેક બચ્ચન, જેઓ મુંબઈ ખાતે હોસ્પિટલમાં COVID-19 સારવાર સારવાર હેઠળ છે, તેની નાદુરસ્ત તબિયતના લીધે હાલ સ્થગિત કરવામાં આવી છે.

આ ફિલ્મના નિર્માતા આનંદ પંડિતએ ટ્વિટ કર્યું છે કે, “અભિષેકના પરિવારજનોએ વાયરસથી છુટકારો મેળવ્યો તે એક રાહતની વાત હોવા છતાં, આમ એકાંતમાં રહેવું મુશ્કેલ છે. જો કે, જ્યારે પણ હું અભિષેક સાથે ફોન પર વાત કરું છું ત્યારે તે માત્ર પોઝિટિવિટી જ ફેલાવે છે, જેમ તે કાયમ સેટ પર કરતો હોય છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “આટલી આશાઓ વચ્ચે તેમને પસાર થતા જોઈને ખૂબ જ આનંદ થાય છે. તે એક ફાઇટર છે અને ટૂંક સમયમાં, ફિલ્મના સેટ પર પરત ફરશે અને આખી ઇંડસ્ટ્રી તેમજ તેના ચાહકો તેને સારી શુભેચ્છા પાઠવે છે અને તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. ધૂમ મચાવીને તેમનું સ્વાગત કરવા અમારી આખી ફિલ્મની ટીમ રાહ જોશે.”

‘ધ બિગ બુલ’ એ આગામી ભારતીય હિન્દી સિનેમાની બાયોગ્રાફિકલ ક્રાઈમ ફિલ્મ છે. જેનું નિર્દેશન કુકી ગુલાટી દ્વારા કરવામાં આવ્યું છે અને અજય દેવગણ, આનંદ પંડિત, વિક્રાંત શર્મા અને કુમાર મંગત પાઠક દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.

સ્ટોરીલાઇન સ્ટોકબ્રોકર હર્ષદ મહેતાના 1980 ના દાયકાથી 1990 સુધીના 10 વર્ષ દરમિયાનના આર્થિક ગુનાઓ સાથે સંકળાયેલા જીવનને આ ફિલ્મ કાલ્પનિક રીતે દર્શાવે છે. જેમાં અભિષેક બચ્ચન હર્ષદ મહેતાની ભૂમિકામાં છે. આ સાથે નિકિતા દત્તા અને ઇલિયાના ડી ક્રુઝ પણ ફિલ્મમાં સહાયક ભૂમિકા ભજવે છે.

ફિલ્મના શૂટિંગની શુરૂઆત 16 સપ્ટેમ્બર, 2019 ના રોજ થઇ હતી.

COVID-19 રોગચાળાને લીધે, આ ફિલ્મ થિયેટરમાં રીલિઝ થશે નહીં. તે Disney+Hotstar પર વિશ્વભરમાં પ્રસારિત થશે.

અભિષેકના પિતા અમિતાભ બચ્ચન, પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યાને નકારાત્મક પરીક્ષણ બાદ હોસ્પિટલથી રજા આપવામાં આવી છે, જ્યારે અભિષેક હજી હોસ્પિટલમાં દાખલ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here