આત્મનિર્ભરતા: ગેમિંગ દ્વારા રોજગારી પૂરી પાડવાની અનોખી યોજના

0
349

છેલ્લા 2 વર્ષથી PUBG જેવી ગેમ્સના લીધે આપણા દેશમાં ગેમ્સની વાતો વધુ ચર્ચિત બની છે. ગેમ્સ રમવી એ સહજ દૃષ્ટિએ સૌનો ગમતો વિષય છે. તેમજ; વૈજ્ઞાનિક પુરાવાઓ પણ છે કે, હકારાત્મક રીતે ઉપયોગમા લેવાતી ગેમ્સ ઘણી રીતે મગજના વિકાસ માટે મદદ પણ કરતી હોય છે.

નવી દિલ્હી: ભારત સરકારે શિક્ષણ ક્રાંતિ લાવવા ગયા મહિને જાહેર કરેલી નવી શિક્ષણનીતિ એ આ ટેક્નોલોજી યુગમાં દેશના યુવાનોને વિકાસ માટે પ્રોત્સાહન આપે તથા સર્વાંગરૂપે યુવાધનને મદદરૂપ થાય એમ લાગુ પાડવામાં આવી છે.

આજે વિશ્વના ઘણા દેશો ઓનલાઇન ગેમિંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપીને દેશને ફાયદાકારક તથા ભાગ લેનારને પણ અઢળક ફાયદાઓ કરવામાં ભરપૂર સહાય કરે છે.

ડિજિટલાઈજેશન થઈ રહેલા આ યુગમાં યુવાનોનું કમ્પ્યુટર અને ગેમ્સ પ્રત્યે આકર્ષાવું એ સ્વાભાવિક બની ગયું છે. અને આ ક્ષેત્રને વધાવતી અનેક કંપનીઓ આજે મેદાનમાં છે.

તે જોતાં,

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય ઓનલાઇન ગેમિંગ અને રમકડા બનાવવાના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને સહાય આપવા માટે કામ કરી રહ્યું છે, જેથી તેમના માટે રોજગારની તકો ઉભી થાય.

મંત્રાલય ટૂંક સમયમાં ભારતીય વિદ્યાર્થીઓની પ્રતિભા દર્શાવવા માટે ઓનલાઇન રમતો પર રાષ્ટ્રીય કક્ષાના ‘હેકાથોન’નું આયોજન કરશે.

દેશભરના શાળાના બાળકોને ભારતીય રમકડા આર્ટનો અનુભવ આપવામાં આવશે.

શાળાએ જતા વિદ્યાર્થીઓમાં રમકડા અને કઠપૂતળી બનાવવાની કુશળતાનો વિકાસ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને રમકડા અને કઠપૂતળી બનાવવાની કળા શીખવવા વિશેષ તાલીમ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને આ તાલીમ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર હશે.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશંકે જણાવ્યું હતું કે,

ટૂંક સમયમાં, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે ટોય ટેકનોલોજી અને ડિઝાઇનમાં નવીનતા,  ઓનલાઇન રમતો સહિત એક હેકાથોનનું આયોજન કરવામાં આવશે. આ હેકાથોન તકનીકી અને ડિઝાઇન પર આધારિત હશે જે ભારતીય નૈતિકતા અને મૂલ્યોને પ્રતિબિંબિત કરશે.

રમકડા ઉદ્યોગ અને ઓનલાઇન ગેમિંગમાં રોજગારની શક્યતાઓ વિશે વાત કરતા કેન્દ્રીય પ્રધાન નિશાંકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધતા કહ્યું છે કે, ભારતને આત્મનિર્ભર બનાવવાની તાત્કાલિક જરૂરિયાત છે અને અમારા રમકડા ઉદ્યોગની વિશાળ સંભાવના છે જેનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકે છે.

કેન્દ્રીય પ્રધાને ઉમેર્યું હતું કે, શાળાના વિદ્યાર્થીઓમાં રમકડા અને કઠપૂતળી બનાવવાની કુશળતાનો વિકાસ કરવામાં આવશે. તેને કલા ઉત્સવની થીમ તરીકે રજૂ કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓને વિવિધ સ્થાનિક રમકડાંની શોધ અને વિકાસ માટે પ્રોત્સાહિત કરશે.

નવી શિક્ષણ નીતિ હેઠળ, શિક્ષણ પ્રક્રિયા અને પાઠયપુસ્તકોમાં ઘણા મૂળભૂત ફેરફારો કરવામાં આવ્યા છે. જ્યારે વિદ્યાર્થીઓને નવા અભ્યાસક્રમ હેઠળ શીખવાની વધુ તકો મળશે તથા શિક્ષકોએ ભણાવવાની નવી રીતો પણ અપનાવવી પડશે.

આ ફેરફારો બને એટલા ડિજિટલ અને ટેક્નોલોજી સભર હશે.

‘એક રાષ્ટ્ર, એક-ડિજિટલ પ્લેટફોર્મ’ દ્વારા શિક્ષણ મંત્રાલય દરેક વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રક્રિયા સાથે જોડવાનો પ્રયત્ન કરશે.

નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાળાના શિક્ષણમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે અને શાળા શિક્ષણ માટે નવું વિકાસ આધારિત અભ્યાસક્રમ અને શૈક્ષણિક માળખું બનાવવામાં આવ્યું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here