નેપોટિઝમ: આક્રોશ ઠાલવવા લોકોને સૈફ અલી ખાને એક વધારે તક આપી

0
301

સુશાન્તસિંહ રાજપૂતના અપમૃત્યુ બાદ આખાય જગમાં બોલીવુડના ટોચના માથાઓ સામે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. નેપોટિઝમ એ બોલિવુડનો એક મહત્ત્વનો હિસ્સો રહ્યો છે. તેના કારણે રહેલા ઘણા સ્ટાર કિડ્સ આજે ચર્ચામાં છે. અને આવા સમયે સૈફ અલી ખાને એક એવી જાહેરાત કરી છે કે, જેનો લોકોએ હાસ્યાસ્પદ વિવાદ બનાવી દીધો છે.

મુંબઈ

સુપ્રસિદ્ધ ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી અને અભિનેત્રી શર્મિલા ટાગોરનો પુત્ર અને સ્ટાર અભિનેતા સૈફ અલી ખાન અગાઉ ચર્ચામાં આવ્યા હતા. જ્યારે તેમણે કહ્યું હતું કે, “તે પણ નેપોટિઝમનો શિકાર બની ચુક્યા છે.”

એક અભિનેતા તરીકે પોતાની સમગ્ર કેરિયરમા મોટેભાગે સફળ રહેલા અને સ્ટાર કિડ સૈફ અલી ખાન પ્રત્યે લોકોએ અગાઉ અને હાલ પણ સતત વિરોધ કરીને આક્રોશ દર્શાવી રહ્યા છે. જ્યારે સૈફે ટ્વિટર પર જાહેરાત કરી કે, તેઓ પોતે આત્મકથા લખશે ત્યારે ટ્વિટર પર લોકો દ્વારા આ વાતને એક હાસ્યાસ્પદ વિવાદમાં ફેરવી દેવામાં આવ્યો.

લોકોએ આપેલી કોમેન્ટ્સમાંથી અમુક આ રીતે હતી.

“નેપોટિઝમ અને સતત અસફળતાનું લક્ષણ દર્શાવતા સૈફ અલી ખાન આખરે તેની આત્મકથા લખીને, તેમની આખી જીવનશૈલીની કારકીર્દિમાં ફક્ત ફ્લોપ્સ શ્રેણી આપીને પણ સુપરસ્ટાર તરીકે ટેગ થવાનું અને પદ્મશ્રી મેળવવાનું રહસ્ય છેવટે જાહેર કરશે.”

“હા, કૃપા કરીને તમારું પુસ્તક લખો કે જેમાં તમે વર્ણવતા હશો કે, મોટા બજેટની ફિલ્મોમાં સતત ફ્લોપ્સ આપ્યા પછી પણ તમે સરળતાથી કેવી રીતે ફિલ્મ્સમાં ભૂમિકા મેળવી શક્યા.”

વર્ષ 1993માં યશ ચોપરાની ફિલ્મ ‘પરંપરા’ થી બોલિવૂડમાં પ્રવેશ કરનાર સૈફ અલી ખાન તેની આત્મકથામાં જીવનની ઘણી અનુભૂતિ, તેમના કુટુંબ વિશેની વાતો, અભિનય કારકિર્દી, ચડાવ-ઉતરાવ અને પ્રેરણા શેર કરશે, અને અન્ય ઘણી બધી બાબતોની ચર્ચા કરશે. જે આવતા વર્ષે આવશે.”

હાર્પરકોલિન્સ પબ્લિશર્સ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત થનારી અને હજી સુધી શીર્ષક વિનાની પોતાની આત્મકથા વિષે સૈફે જણાવ્યું હતું કે,

“ઘણી બધી બાબતો બદલાઈ ગઈ છે અને જો આપણે તેનો રેકોર્ડ ન કરીએ તો તે સમય સાથે ખોવાઈ જશે. જીવનમાં પાછું જોવું, બધુ જ યાદ રાખવું અને રેકોર્ડ કરવું એ ખૂબ જ ગમશે. એકદમ રમુજી અને ગતિશીલ હશે, અને મારે કહેવું જ જોઇએ કે, એકદમ સ્વાર્થી પ્રયાસો છે. હું પણ આશા રાખું છું કે, લોકો પણ ચોક્કસપણે આ પુસ્તકનો આનંદ લેશે.”

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here