બાયોપિક: બોલિવુડના મહાન નિર્દેશક ગુરુદત્તનો પડદા પર પુનર્જન્મ થશે

0
355

50s અને 60s વખતના બોલિવુડના બાદશાહ બનેલા અને અત્યારે પણ  અત્યંત નામના ધરાવતા અને લોકોના અતિ પ્રિય એવા એક્ટર-ડિરેક્ટર ગુરુદત્ત પર એમના જીવનને લઈને બોલીવૂડમાં ફિલ્મ બનવા જઈ રહી છે.

મુંબઈ: વસંતકુમાર શિવશંકર પદુકોણ (9 જુલાઈ 1925 – 10 ઓક્ટોબર 1964), જે ગુરુદત્ત તરીકે વધુ સારી રીતે જાણીતા છે, તેઓ એક ભારતીય ફિલ્મ નિર્દેશક, નિર્માતા અને અભિનેતા હતા.

તેમણે 1950 અને 1960ના દાયકાના ક્લાસિક મુવીઝ બનાવ્યા છે. જેમ કે; ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’, ‘સાહિબ બીબી ઓર ગુલામ’ અને ‘ચૌદહવી કા ચાંદ’.

ખાસ કરીને, ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’ને ભારતની સર્વાધિક મહાન ફિલ્મોમાં શામેલ કરવામાં આવ્યા છે. અને એમા પણ ‘પ્યાસા’ ફિલ્મને ટાઇમ મેગેઝિનની ઓલ-ટાઇમ 100 શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં સ્થાન મળ્યું છે.

તથા 2002 ના ‘સાઈટ એન્ડ સાઉન્ડ’ વિવેચકો અને નિર્દેશકોની પોલ દ્વારા, દત્ત પોતે જ વિશ્વના સર્વશ્રેષ્ઠ ફિલ્મ દિગ્દર્શકોમાં શામેલ છે.

2010માં, તેઓ CNNનાં “સર્વકાળના ટોચના 25 એશિયન કલાકારો”માં શામેલ થયા હતા.

તેઓ 1950ના દાયકાના લોકપ્રિય હિન્દી સિનેમાના સંદર્ભમાં ગીતકીય અને કલાત્મક ફિલ્મો બનાવવા ખૂબ જ પ્રચલિત છે અને તેમના 1957ની ફિલ્મ ‘પ્યાસા’થી શરૂ કરીને, તેના પછીના કેટલાક કાર્યોને આજે પણ બહોળા પ્રમાણમાં ફિલ્મ જગતના લોકો અનુસરે છે.

તેમની મૂવીઝ ફરીથી રજૂ થયેલી ત્યારે હાઉસફૂલ રહે એમ લોકોને આકર્ષિત કર્યા છે; ખાસ કરીને જર્મની, ફ્રાન્સ અને જાપાનમાં.

સ્વર્ગસ્થ લિજેન્ડરી ફિલ્મમેકર ગુરુ દત્ત ભારતીય સિનેમાના સૌથી પ્રતિભાશાળી દિગ્દર્શકોમાંના એક માનવામાં આવે છે.

તેમની ફિલ્મોમાં હંમેશા શક્તિશાળી સ્ત્રી પાત્રો દર્શાવવામાં આવ્યાં હતાં અને ફિલ્મોમા તે સમયે તેવું હોવું એ દુર્લભ હતું.

તે જુદા જુદા વિચાર કરવા માટે અને કલાત્મક વિચારો રજૂ કરવા માટે જાણીતા હતા, જેવું ભારતીય ફિલ્મ જગતમાં પહેલા ક્યારેય નહોતું બન્યું.

હવે, તાજા અહેવાલો પુષ્ટિ કરે છે કે, ડિરેક્ટર પર બાયોપિક બનાવવામાં આવી રહી છે.

‘પંકજ કપૂર’ અને ‘સુપ્રિયા પાઠક’ અભિનીત ‘ધર્મા’ સાથે દિગ્દર્શક પદની શરૂઆત કરનારી ‘ભાવના તલવાર’ આ પ્રોજેક્ટને સુકાન આપવાની તૈયારીમાં છે.

તેણીએ ટ્વિટર પર સ્ક્રિપ્ટની એક તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, “હવે બિલાડી થેલીમાંથી નીકળી ગઈ છે! અને 7 વર્ષનાં પરિશ્રમ અને અપાર આનંદ પછી આ કાર્ય કરવા માટે રાહ નથી જોઈ શકાતી.

1957માં ગુરુદત્તે બનાવેલી સૌપ્રથમ ફિલ્મ ‘પ્યાસા’ પરથી તેમની આ બાયોપિક ફિલ્મનું નામ પણ ‘પ્યાસા’ રાખવામાં આવ્યું છે.

એ જોવું રસપ્રદ રહેશે કે ગુરુદત્તની બાયોપિકમાં તેમની ભૂમિકા કયો અદાકાર ભજવશે અને ગુરુદત્તના અન્ય હિરોઈનો સાથેના સબંધો તેમજ તેમના અચાનક થયેલા મૃત્યુ અંગે આ ફિલ્મ આપણને કશું જણાવશે કે નહીં.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here