સુશાંત કેસ: રિયાએ ડિલીટ કરેલી વોટ્સએપ ચેટ સામે આવતા થયો જબરો ખુલાસો

0
471

“ચા, કોફી અથવા પાણીમાં 4 ટીપાં નાખી દો અને પીવા દો. અસર જોવા માટે 30 થી 40 મિનિટ રાહ જુઓ.” રિયા ચક્રવર્તીના વોટ્સએપ ચેટમાં ગૌરવ આર્યા, જયા સહા, મિરાન્ડા અને શ્રુતિ છે. ગૌરવ એક ડ્રગ ડીલર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મુંબઈ: આખા દેશમાં અતિ-ચર્ચિત બનેલા સુશાંત સિંહ રાજપૂતના કથિત આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં સામે આવેલી વોટ્સએપ ચેટ્સમાં ઘણું બધું બહાર આવ્યું છે જે આશ્ચર્ય પમાડે તેવું છે.

સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની વોટ્સએપ ચેટ પછી આ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવી રહ્યું છે, જેનો ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ અગાઉ આરોપ લગાવ્યો હતો. આ વાત રિયા ચક્રવર્તીની ‘રીટ્રીવ ચેટ્સ’  દ્વારા જાહેર કરવામાં આવી હતી, જેને અભિનેત્રી દ્વારા ડિલીટ કરવામાં આવી હતી.

દેશની આગ્રણી ન્યુસ ચેનલ ‘ટાઇમ્સ નાઉ’ના સમાચાર અનુસાર, આ ચેટ રિયા ચક્રવર્તી અને ગૌરવ આર્યાની વચ્ચે છે. અહેવાલ છે કે, ગૌરવ એક ડ્રગ ડીલર છે જે ઘણા વર્ષોથી આ ધંધામાં જોડાયેલો છે.

8 માર્ચ, 2020 ના રોજ મોકલેલા સંદેશમાં રિયાએ લખ્યું છે કે, “જો આપણે ભારે દવાઓની વાત કરીએ તો મેં વધારે દવાઓનો ઉપયોગ કર્યો નથી.” બીજી ચેટમાં, રિયા ડ્રગ વેપારી ગૌરવને પૂછે છે કે, “શું આ એમડી (MD) છે?”

MDMA ને ટૂંકા સ્વરૂપમાં MD કહેવામાં આવે છે. MDMA એટલે Methylenedioxymethamphetamine, જે એક ભારે ડ્રગ માનવામાં આવે છે.

આ સિવાય 25 નવેમ્બર, 2019 ના રોજની બીજી ચેટ જાહેર થઈ છે, જેમાં રિયાએ જયા સાહાને શ્રુતિ સાથે કોર્ડિનેટ કરવાનું કહ્યું છે. આ પછી રિયાએ પણ જયાનો આભાર માન્યો છે અને સામે જયાએ જવાબ આપ્યો કે કોઈ સમસ્યા નથી, તે મદદરૂપ થશે.

સૌથી ચોંકાવનારી ચેટ પાંચમી છે, જેમાં જયાએ રિયા ચક્રવર્તીને કહ્યું, “ચા, કોફી અથવા પાણીમાં 4 ટીપા નાખી દો અને પીવા દો. અસર જોવા માટે 30 થી 40 મિનિટ રાહ જુઓ.”

એપ્રિલ 2020માં બીજી ચેટમાં મિરાન્ડાએ જયાને કહ્યું છે કે, “સ્ટફ (માલ) પૂરો થઈ ગયો છે.”  એપ્રિલ 2020માં થયેલી એક અન્ય ચેટમાં, શૌવિક પાસેથી ઓછી અસર કરતાં ડ્રગ્સ હેશ અને બડ લેવાની વાત કરવામાં આવી રહી છે.

તો બીજી તરફ, ગૌરવે ઇનકાર કર્યો છે કે તે ડ્રગ્સમાં સામેલ છે.

રિયાના વકીલે તો એમ પણ કહ્યું કે; તેમના ક્લાયન્ટ બ્લડ ટેસ્ટ માટે પણ તૈયાર છે, જેનાથી તે સાબિત થશે કે તે ડ્રગ્સ લેતી નથી.

અહીં સુશાંતની મિત્ર સ્મિતા પરીખે પણ સુશાંતના ફ્લૅટમેટ રહેલા સિદ્ધાર્થ પિઠાની વિશે ખુલાસો કર્યો છે. સ્મિતાએ જ્યારે સિદ્ધાર્થને પૂછ્યું કે, 14 જૂને સુશાંતને ફાંસી પર જોયો ત્યારે તેણે રિયાને કેમ જણાવ્યું નહીં! તો જવાબમાં સિદ્ધાર્થે કહયું હતું કે, તે ભૂલી ગયો હતો.

સિદ્ધાર્થે કહ્યું કે, સુશાંતની બહેન નીતુનું નામ તેના મગજમાં પહેલા આવ્યુ અને તેણે તેને પહેલા ફોન કરેલો, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

સ્મિતાનો આરોપ છે કે; સિદ્ધાર્થ રિયાને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યો છે. કેમ કે, તેઓ એક ફ્લેટમાં સાથે રહેતા હતા અને તો પણ તેણે રિયાને ફોન કરવાનું વિચાર્યું નહોતું. સ્મિતાએ કહ્યું છે કે, તેમને સિદ્ધાર્થ અને રિયાએ સાથે ફોન કર્યા હતા અને સિદ્ધાર્થ મુંબઈ પોલીસની તપાસથી ખુશ છે.

સ્મિતાએ સુશાંતના મિત્ર અને ફિલ્મમેકર સંદીપ સિંહની પૂછપરછ માંગતાં કહ્યું હતું છે કે સુશાંતનું ફેમિલી પણ આ જ માંગ કરે છે કેમ કે, તેણે 14 જૂને ઉતાવળમાં પુરાવા ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

17 એપ્રિલની અન્ય એક ચેટમાં વસ્તુઓ રહસ્યમય બની રહી છે, જેમાં રિયાએ મિરાન્ડાને લખ્યું હતું કે, માલ પૂરો થઈ ગયો છે. હવે આ મામલે નાર્કોટિક્સ બ્યુરો પણ તપાસ કરશે.

સંદીપ સિંહે એમ્બ્યુલન્સના ડ્રાઇવરને ફોન કર્યો હોવાનું પણ જાણવા મળે છે.

સંદીપે 14 જૂને 3 વાર અને 16 જૂને એકવાર ડ્રાઈવરને ફોન કર્યો હતો. એકંદરે સંદીપ અને એમ્બ્યુલન્સ ડ્રાઇવર વચ્ચે 4 વાતચીત થઈ હતી.

આ અંગે પૂછતાં એમ્બ્યુલન્સ ચાલકે બોલવાનો ઇનકાર કરી દીધો હતો.

કોલ ડિટેલ્સમાં એ પણ બહાર આવ્યું છે કે, સંદીપ સિંહે કોંગ્રેસ નેતા સંજય નિરૂપમ અને અભિનેતા સૂરજ પંચોલીની માતા ઝરીના વહાબને પણ કોલ કર્યા હતા.

હવે જોવાનું રહ્યું કે, આટલાબધા રહસ્યોમાંથી CBI શું હકીકત લોકો સમક્ષ લાવે છે અને સુશાન્ત અને તેના પરિવારને ન્યાયપૂર્ણ ચુકાદો અપાવે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here