ધરપકડ: હિંદુ દેવી-દેવતાઓનું બેશરમીથી અપમાન કરનાર પકડાઈ

0
357

છેલ્લા બે-ત્રણ વર્ષથી પોતાની YouTube ચેનલ પર હિંદુ દેવી-દેવતાઓનું અત્યંત અભદ્ર ભાષામાં અપમાન કરનારી હીર ખાનને અંતે પ્રયાગરાજ પોલીસે ઝડપી લીધી છે.

પ્રયાગરાજ: હીર ખાન જે છેલ્લા બે-ત્રણ દિવસથી સોશિયલ મિડીયામાં હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવા બદલ ટ્રેન્ડ થઇ રહી હતી તેને ગઈકાલે મોડી રાત્રે પ્રયાગરાજ પોલીસે ઝડપી લીધી હતી. હીર ખાન પોતાના કોઈ સબંધીને ત્યાં છુપાયેલી મળી આવી હતી.

હિંદુ દેવી-દેવતાઓનું અભદ્ર ભાષામાં અપમાન કરતો હીર ખાનનો એક વિડીયો છેલ્લા ઘણા સમયથી વાયરલ થઇ રહ્યો હતો અને સોશિયલ મિડીયામાં ખાસ કરીને Twitter પર તેનો જબરદસ્ત વિરોધ થઇ રહ્યો હતો. રોષે ભરાયેલા સોશિયલ મિડિયા યુઝર્સ સતત હીર ખાનની ધરપકડ કરવાની માંગણી કરી રહ્યા હતા.

ત્યારબાદ ઉત્તર પ્રદેશ પોલીસે હીર ખાન વિરુદ્ધ FIR નોંધાવી હતી અને તેની શોધખોળ આદરી હતી. એક દિવસની શોધ બાદ હીર ખાન ઉપર જણાવ્યા મુજબ પોતાના કોઈ સબંધીને ત્યાં છુપાયેલી મળી આવી હતી અને ત્યાંથી પણ ભાગવાની કોશિશ કરી રહેલી હીર ખાનની પ્રયાગરાજ પોલીસે તેની ધરપકડ કરી હતી.

‘Black Day 5 August’ નામના એક YouTube વિડીયોમાં જેને હાલમાં સાઈટ દ્વારા દૂર કરી દેવામાં આવ્યો છે તેમાં હીર ખાને હિંદુ દેવી-દેવતાઓ ખાસકરીને સીતામાતાનું અત્યંત અભદ્ર ભાષામાં અપમાન કર્યું હતું.

જાણવા મળ્યા અનુસાર આ વિડિયો વિરુદ્ધ સોશિયલ મિડિયામાં હીર ખાન વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો ત્યારે હીર ખાને બેશરમીથી જવાબ આપ્યો હતો કે તે આ પ્રકારના વિડિયોઝ છેલ્લા 2-3 વર્ષથી અપલોડ કરે છે અને હજી સુધી તેના વિરુદ્ધ કોઈ કાયદેસર કાર્યવાહી થઇ નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here