સમગ્ર દેશમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ મેઘરાજાએ ધામા નાખ્યા છે. ઠેર ઠેર પાણી અને પાણીથી સર્જાતાં કુદરતી દ્રશ્યો લોકોને અચરજ આપી રહ્યા છે. એવામાં વડાપ્રધાને એક રમણીય દ્રશ્યનો વિડિયો શેર કર્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં આ વખતની વરસાદી ઋતુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આપણા દેશમાં બનેલા જળસ્ત્રોતો આ વરસાદી ઋતુમાં છલકાઈ રહ્યા છે. લોકો માટે આ દ્રશ્યો જોવા એ એક રમણીય નજારો હોય છે.
ઘણા પ્રાચીન સમયના બાંધકામ કે જેનો ખાસ ઉપયોગ થઈ શકે એમ બનાવવામાં આવેલા આવા જળસ્ત્રોતોમાંથી એક એવા આપણા ગુજરાતનાં મોઢેરા સૂર્યમંદિરનુ સ્થાપત્ય વરસાદના લીધે અત્યંત અદભૂત બન્યું છે.
અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વરસાદનો એક વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શૅર કર્યો છે.
તેમના તરફથી શૅર કરવામાં આવેલો આ વીડિયો મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિરનો છે.
આ વીડિયોની સાથે તેઓએ લખ્યું કે, “મોઢેરાનું પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર વરસાદના સમયે શાનદાર લાગી રહ્યું છે. આપ પણ જુઓ.”
PM મોદી તરફથી શૅર કરવામાં આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે સદીઓ જૂના મોઢેરા સૂર્ય મંદિરમાં વરસાદના કારણે અનેક જગ્યાએથી પાણી વહીને આવી રહ્યું છે.
પાણી ભવ્ય કુંડમાં એકત્રિત થઈ રહ્યું છે. વીડિયોને જોઈ મંદિરની ભવ્યતાનો અનુભવ થાય છે. વરસાદના આ વીડિયોને અત્યાર સુધી 30 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે.
Modhera’s iconic Sun Temple looks splendid on a rainy day 🌧!
Have a look. pic.twitter.com/yYWKRIwlIe
— Narendra Modi (@narendramodi) August 26, 2020
વડાપ્રધાન અને કુદરત વચ્ચે એક અનોખો સંબંધ રહ્યો છે.
ગયા રવિવારે, વડાપ્રધાન દ્વારા શેર થયેલા વિડિયોમાં તેઓ તેમના નિવાસસ્થાને મોર સાથે સમય પસાર કરતાં જોવા મળ્યા છે. તેઓ મોર્નિંગ વોક અને વ્યાયામ સમય દરમિયાન મોરને ચણ ખવડાવી રહ્યા છે. જેમાં 1:47 મિનીટના વડાપ્રધાનના મોર સાથેના વિવિધ દૃશ્યો જોવા મળે છે.
સૂત્રોનું કહેવું છે કે, મોર્નિંગ વોક દરમિયાન વડાપ્રધાન અનેકવાર મોરની સાથે સમય પસાર કરે છે.
તેમનું કહેવું છે કે વડાપ્રધાનનો પર્યાવરણ સાથે ઊંડો સંબંધ રહ્યો છે અને આ વિષય પર તેઓએ બે પુસ્તકો પણ લખ્યા છે.
eછાપું