વિન્ડ ટર્બાઇન બ્લેડ પેઇન્ટિંગ કર્યા બાદ પક્ષીઓના મોત 70 ટકા ઓછા થયા.

0
447

કુદરતને પ્રદૂષણથી બચાવવા કરેલા માનવનિર્મિત પ્રયત્નો પણ ઘણીવાર થોડા ઘણા અંશે કુદરતને નુકસાન કરતાં હોય. છતાં પણ, સતત પ્રગતિશીલ યુગમાં આજે દરેક સમસ્યા માટેનું નિવારણ મનુષ્ય લાવી શકે એમ છે અને તેનું સામાન્ય પણ જરૂરી એવું ઉદાહરણ નૉર્વેમાં જોવા મળ્યું છે.

ઓસ્લો: પવન ઉર્જાનો મહત્તમ ઉપયોગ થાય તે હેતુસર, 2019માં 60થી વધુ ગીગાવોટ ધરાવતા વિન્ડ પાવર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા.

પવન ઉર્જા સતત વધી પણ રહી છે. તે જોતાં, 2019માં વિશ્વવ્યાપી 60GWથી વધુ ઉત્પાદન ક્ષમતા સાથે નવા પ્લાન્ટ્સ ઉમેરવામાં આવ્યા છે.

વિન્ડ પાવરને યુઝ કરીને પવન ચક્કીને ફેરવતા ટર્બાઇન્સને યોગ્ય સ્થાને મૂકવામાં આવે તો પવન શક્તિએ કોલસા દહનથી બનતા ઇંધણ કરતા અવિશ્વસનીય રીતે સસ્તી પડે છે.

અને તેથી નૉર્વે જેવા દેશમાં, જ્યાં ખુલા મેદાનો છે અને આબોહવા પવનને વેગ આપે એવી છે ત્યાં મોટાભાગના લોકો પાવર પ્લાન્ટ જેવા કોઈ પણ પ્રકારના સોલાર કરતા પવનચક્કી ધરાવતા ફાર્મની બાજુમાં રહેવાનું પસંદ કરશે.

પરંતુ પક્ષીઓ અને ચામચીડિયા જેવા ઉડતી પ્રાણીસૃષ્ટિની સ્થાનિક વસ્તી પર તેમની અસરને વર્તાતી હોય છે.

નવીનીકરણીય ઉર્જા વપરાશ અને ઉત્પાદન સામે કુહાડી નાખવા માટે ઘણા રાજકારણીઓ કહે છે કે, આ રીતે પક્ષીઓના મરી જવાના કારણે આપણે કોલસાની ખાણ ચાલુ રાખવી જોઈએ અને તેલ કાઢતા રહેવું જોઈએ.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પવનચક્કી ફાર્મને “પક્ષીઓનું કબ્રસ્તાન” કહ્યું છે.

US ‘ફિશ અને વાઇલ્ડલાઇફ સર્વિસ’ના અંદાજ મુજબ 2015માં પવન ટર્બાઇન દ્વારા આશરે 3,00,000 પક્ષીઓ માર્યા ગયા હતા, જે સંખ્યા દર વર્ષે ઇલેક્ટ્રિકલ પાવર લાઇનો સાથે ટકરાવાના પરિણામે મૃત્યુ કરતાં ઓછી છે.

જ્યારે એક બાજુ, વિન્ડ પાવરના ભાવ કુદરતી ગેસના ખર્ચ કરતા ઓછા છે.

પવન શક્તિ દ્વારા થતાં પક્ષીઓનાં મૃત્યુને કારણે અતિશયોક્તિ થઈ શકે છે, પરંતુ તે થવાનું જ છે.

અગાઉના પ્રયોગશાળાના અધ્યયન સૂચવે છે કે, પક્ષીઓ ઉડતી વખતે અવરોધો જોવામાં સ્પષ્ટ ન હોઈ શકે, અને વિવિધ રંગીન બ્લેડ જેવા દ્રશ્ય સંકેતો વાપરવાથી પક્ષીઓને ઝડપથી ફરતી બ્લેડ દેખાવાની સંભાવના વધી શકે છે.

નૉર્વે દ્વિપસમૂહના ‘સ્મોલા’ ખાતેના વિન્ડ ફાર્મમાં, ચાર 7૦ મીટર ઉંચી ટર્બાઇન સાથે 40 મીટર લાંબી ત્રણ બ્લેડની તપાસમાં 2006 થી 2013 ની વચ્ચે છ સફેદ પૂંછડીવાળા ગરુડ શબ મળી આવ્યા હતા.

કુલ મળીને, ચાર ટર્બાઇનોએ ઉડતા 18 પક્ષીઓને મારી નાખ્યા હતા.

અને તેથી, 2013માં, પરીક્ષણ જૂથે દરેક ચાર ટર્બાઇનમાં ત્રણમાંથી એક બ્લેડને બ્લેક પેઈન્ટ કર્યો હતો.

ત્યાર પછીના ત્રણ વર્ષોમાં, એટલે કે, 2016 સુધીમાં ફક્ત છ પક્ષીઓ તે ટર્બાઇન બ્લેડ સાથે ટકરાવાના કારણે મૃત જણાયા હતા.

સરખામણી કરીએ તો, વાર્ષિક મૃત્યુદરમાં 71.9 ટકા ઘટાડો હતો.

પક્ષીઓના મૃત્યુદર પર થોડો તફાવત દર્શાવ્યો હતો. વસંત ઋતુ અને પાનખર દરમિયાન, પેઇન્ટેડ ટર્બાઇનમાં પક્ષીઓના ઓછા મૃત્યુ નોંધાયા હતા.

આમ ટર્બાઈનની બ્લેડને રંગો સાથે રંગી દેવાથી નોર્વેમાં પક્ષીઓના મૃત્યુદરમાં જબરદસ્ત ઘટાડો થયો છે.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here