કંગના: બોલિવુડમાં ડ્રગ્સ માટે હું ઘણું કહેવા માંગું છું મને સુરક્ષા આપો!

0
411

બોલિવુડમાં જાણે વર્ષોથી દબાવી રાખવામાં આવેલા રહસ્યો છેલ્લા એક મહિનાથી એક પછી એક એમ લોકો સામે આવી રહ્યા છે. ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ તથા અન્ય બોલીવુડમાં કામ કરી ચૂકેલા કલાકારો કે જેઓ અન્યાયનો ભોગ બન્યા હોય તેઓ કઈ ‘ને કઈ નવું લાવી રહ્યા છે.

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતના જૂન મહિનામાં થયેલા અપમૃત્યુ સાથે ઘણા રહસ્યો સંકળાયેલા છે. આ રહસ્યોમાંથી રોજ કઈક નવું બહાર આવી રહ્યું છે.

ગયા અઠવાડિયે આ કેસ CBIને સોંપવામાં આવ્યો અને ત્યારબાદ ગઈકાલે રિયાના વોટ્સએપ પર ડિલીટ કરેલી ચેટ સામે આવતા ઘટસ્ફોટ થયો કે, રિયા અને એના સાથી મિત્રો ડ્રગ્સની આપ-લેમાં જોડાયેલા હોઈ શકે છે.

આ જોતાં કહી શકાય કે, બોલીવુડની બળવાખોર અભિનેત્રી એવી કંગના રનૌતે ગઈ કાલે મોડા સાંજે Twitter પર એક રસપ્રદ જાહેરાત કરી છે જે, બોલીવુડને અત્યંત મુશ્કેલીમાં લાવી શકે છે.

ટ્વિટમાં કહ્યું હતું કે, તે બોલીવુડમાં ડ્રગ્સના પ્રચંડ વપરાશના મામલે નાર્કોટિક્સ બ્યુરોને મદદ કરવા માટે તત્પર છે.

ટ્વિટમાં કંગનાએ કેન્દ્ર સરકારને તેમની સુરક્ષા પૂરી પાડવા વિનંતી પણ કરી છે કારણ કે, તેણે ફક્ત તેની કારકીર્દી જ નહીં પરંતુ આ મામલે તેનું જીવન પણ જોખમમાં મૂક્યું છે.

કંગના એ વડાપ્રધાનને સંબોધતા આ પણ ટ્વિટ કર્યું હતું કે,

જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો બોલિવુડમાં પ્રવેશ કરશે, તો ઘણા A લિસ્ટર્સ જેલમાં હશે. જો લોહીની તપાસ કરવામાં આવે તો ઘણા ચોંકાવનારા ખુલાસા થાય એમ છે. આશા છે કે, ભારત સરકારના ‘સ્વચ્છ ભારત’ મિશન હેઠળ @PMOIndia બોલિવુડ નામની ગટરને સાફ કરે.

તેણે આરોપ લગાવ્યો હતો કે, સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી હતી કારણ કે તે કેટલાક ખૂબ જ ગંદા રહસ્યો જાણતો હતો.

કંગના રનૌતનું આ નિવેદન એક ડ્રગ એંગલના પ્રકાશમાં આવ્યું છે, જે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુમાં આરોપી રિયા ચક્રવર્તી સાથે ‘નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ’ (NDPS) હેઠળ નાર્કોટિક્સ બ્યુરો દ્વારા કેસ નોંધાવ્યો હતો.

કંગનાએ આરોપ લગાવ્યો છે કે, ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધુ લોકપ્રિય ડ્રગ કોકેન છે જે લગભગ દરેક અપસ્કેલ હાઉસ પાર્ટીમાં હાજર છે.

તેમણે ઉમેર્યું કે, આવા પ્રસંગે MDMA ક્રિસ્ટલ પાણીમાં ઓગળ્યા પછી અજાણતાં મહેમાનોને આપવામાં આવે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here