કોરોના રોગચાળા મહામારીના લીધે વિશ્વવ્યાપી જીવન વ્યવહારો અને પ્રણાલીઓ ખોરવાઇ પડી છે. ધાર્મિક તહેવારો પણ આ વૈશ્વિક મુસીબત સામે લાચાર છે. તેવામાં દેશના સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતે મહોરમ શોભાયાત્રા નીકળવાની અપીલ સામે કડક શબ્દોમાં ચુકાદો આપ્યો છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટેની મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડે, ન્યાયાધીશ એ. એસ. બોપન્ના તેમજ ન્યાયાધીશ વી રામસુબ્રમણ્યમની બનેલી બેન્ચ દ્વારા ગુરુવારે કહેવામાં આવ્યું છે કે, મહોરમ શોભાયાત્રાથી અંધાધૂંધી ફેલાઈ શકે છે અને તેનાથી ચોક્કસ સમુદાયને નિશાન બનાવવામાં આવી શકે તેમ છે.
દેશભરમાં મોહરમ શોભાયાત્રા કાઢવાની મંજૂરી નામંજૂર કરી હતી અને અરજદારને તેમની અરજી સાથે અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ જવા જણાવ્યું હતું.
સુપ્રિમ કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ મામલો સાંભળ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે અરજદારને પ્રશ્ન કર્યો હતો કે, તે આખા દેશ માટે સર્વસામાન્ય આદેશ કેવી રીતે પસાર કરી શકે?
અમે સામાન્ય આદેશો પસાર કરી શકતા નથી. સામાન્ય દિશા-નિર્દેશો આપવા શક્ય નથી. તેનાથી અરાજકતા પેદા થશે અને COVID-19 ફેલાવવા માટે કોઈ ખાસ સમુદાયને નિશાન બનાવવામાં આવશે.
તેમજ ઉમેર્યું હતું કે કોર્ટ એવા ઓર્ડર પસાર નહીં કરી શકે કે જેનાથી અસંખ્ય લોકોના સ્વાસ્થ્યને જોખમ થઈ શકે. ત્યારબાદ સુપ્રિમ કોર્ટને અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ જવાનું કહ્યું હતું.
અરજદારના વકીલે જ્યારે મોહરમની ઉજવણી માટે જગન્નાથપુરીની રથયાત્રાનું ઉદાહરણ આપ્યું હતું જે કોરોના હોવા છતાં કાઢવામાં આવી હતી, અદાલતે કહ્યું હતું કે જગન્નાથ પુરી કેસ એક વિશિષ્ટ કેસ હતો, જેમાં રથ એક બિંદુથી બીજા નિશ્ચિત બિંદુ તરફ જવાના હતા. જો તે એક વિશિષ્ટ સ્થાન હોત તો આપણે સંભવિત ભયનું મૂલ્યાંકન કરી અને પ્રમાણે હુકમ કર્યો હોત.”
કોર્ટે અરજદારને લખનૌમાં મર્યાદિત સંખ્યા સાથે તાજીયાનું સરઘસ કાઢવાની અરજી સાથે હાઇકોર્ટમાં પહોંચવાની સ્વતંત્રતા સાથેની અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી.
સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવામાં આવેલ PIIL સુનાવણી શિયા નેતા સૈયદ કાલ્બે જવ્વાદે કરી હતી.
eછાપું