અસહ્ય: મહેશ ભટ્ટની સડક 2ની આકરી ટીકા કરતા ફિલ્મ ક્રિટીક્સ

0
491

ગઈકાલે Disney-Hotstar પર મહેશ ભટ્ટની સડક 2 રિલીઝ થઇ હતી, પરંતુ જાણીતા ફિલ્મ ક્રિટિક તરન આદર્શે પોતાના રિવ્યુમાં ફિલ્મની અત્યંત આકરી ભાષામાં ટીકા કરી છે.

મુંબઈ: કોરોનાકાળની નવી પ્રથાને અનુસરતા મહેશ ભટ્ટની સડક 2 ગઈકાલે Disney-Hotstar OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ દ્વારા વરિષ્ઠ ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ લગભગ 21 વર્ષ બાદ નિર્દેશનમાં પરત ફર્યા છે.

પરંતુ સડક 2ને ફિલ્મ ક્રિટીક્સ દ્વારા અત્યંત આકરી ભાષામાં ટીકાનો સામનો કરવો પડ્યો છે. જાણીતા ફિલ્મ ક્રિટિક તરન આદર્શે ફિલ્મને અસહ્ય કહી છે.

આદર્શનું કહેવું છે કે,

આ ફિલ્મની તેના પહેલા ભાગ સાથે સરખામણી કરવી બિલકુલ અયોગ્ય ગણાશે. ફિલ્મના પ્લોટમાં કશી ભલીવાર નથી અને ફિલ્મની સ્ક્રિપ્ટ પણ અત્યંત સુસ્ત છે. ફિલ્મનું સંગીત પણ નકામું છે. આ ફિલ્મ સડક બ્રાંડ અને તેમાં કામ કરી રહેલા કલાકારોની ક્ષમતાની ભયંકર બરબાદી છે.

સડક 2 ફિલ્મના ટ્રેલરે YouTube પર સહુથી મોટી સંખ્યામાં dislike મેળવતા વિડિયોઝનો રેકોર્ડ બનાવ્યો હતો, ત્યારબાદ ફિલ્મ સારું પ્રદર્શન કરશે તેવી આશા ફિલ્મની ટીમને હતી પરંતુ જે રીતના રિવ્યુઝ આવી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે ફિલ્મ દર્શકોમાં સ્વીકારવામાં આવશે નહીં.

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ માટે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી જવાબદાર હોવાનું લોકો માની રહ્યા છે અને આ જ રિયા ચક્રવર્તી મહેશ ભટ્ટ સાથે ભેદી સબંધ ધરાવતી હોવાનું પણ બહાર આવ્યું હતું. ત્યારબાદ લોકોમાં મહેશ ભટ્ટ તેમજ બોલિવુડમાં ચાલતા ભાઈ-ભત્રીજાવાદ એટલેકે nepotism પર અત્યંત રોષ ચાલી રહ્યો છે.

સડક 2નું ટ્રેલર લોકોના આ જ રોષનું ભોગ બન્યું હતું પરંતુ તરન આદર્શનો રિવ્યુ વાંચ્યા બાદ એવું નથી લાગતું કે ફિલ્મ પોતે જ હવે પોતાનું કશું ભલું કરી શકશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here