કોરોનાકાળ: ખાદ્યપદાર્થોને લઈને WHOએ કરી રાહતપૂર્ણ જાહેરાત

0
391

કોરોનાને લીધે ભયભીત બનેલા સમગ્ર માનવગણ માટે હવે આ મહામારી સામે લડત આપીને જીવન વ્યવહારો પહેલાંની જેમ સામાન્ય કરવાના પ્રયત્નો સતત ચાલી રહ્યા છે. છેલ્લા 1 મહિનાથી કોરોનાના ભય સામે લોકોને ધીમે ધીમે રાહત મળી રહી છે. રશિયા દ્વારા રસી શોધાયા બાદ WHO એ એક અગત્યની જાહેરાત કરી છે.

જેનેવા: ચીનના બે શહેરોએ કહ્યું હતું કે, બ્રાઝિલથી આયાત કરેલા ચિકન અને ઇક્વાડોર ઝીંગાની બાહ્ય પેકેજિંગ પર કોરોનાવાયરસના નિશાન મળ્યાં હતા. જેનાથી ભય છે કે, આવા દૂષિત ખોરાકના લીધે રાગચાળો ફાટી નીકળશે.

પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ કહ્યું છે કે, વૈજ્ઞાનિકોને ખોરાક અથવા ફૂડ પેકેજીંગ દ્વારા કોરોનાવાયરસ ફેલાયો હોવાના કોઈ પુરાવા નથી મળ્યા અને તેથી, લોકોને ફૂડ ચેઇનમાં પ્રવેશતા વાયરસથી ભયભીત ન રહેવાની સલાહ આપી છે.

WHOના ઈમરજન્સી પ્રોગ્રામના વડા માઇક રાજેને જીનીવામાં એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે,

લોકોએ ખોરાક, ફૂડ પેકેજિંગ અને પ્રોસેસિંગના ડરથી ડરવું જોઈએ નહીં. ખોરાક અથવા ખોરાકની સાંકળ આ વાયરસના સંક્રમણમાં ભાગ લઈ રહી હોવાના કોઈ પુરાવા નથી અને લોકો માટે આરામદાયક અને સલામત લાગે છે.

WHO ના રોગચાળાના નિષ્ણાત મારિયા વેન કેરકોવે જણાવ્યું હતું કે, ચીને સેંકડો હજારો પેકેજોનું પરીક્ષણ કર્યું છે અને ખૂબ ઓછા, 10 કરતા ઓછા એવા પેકેજ મળી આવ્યા છે, જે વાયરસ માટે સકારાત્મક સાબિત થયા છે.

બ્રાઝિલના કૃષિ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, તે ચીની તારણો અંગે સ્પષ્ટતા માંગે છે.

ઇક્વાડોરના ઉત્પાદન પ્રધાન, ઇવાન એન્ટાનેડાએ જણાવ્યું હતું કે, દેશ કડક પ્રોટોકોલ જાળવે છે અને દેશ છોડ્યા પછી માલનું શું થાય છે તેના માટે જ્યાંથી માલ રવાના કરવામાં આવ્યો હોય તે દેશને જવાબદાર ઠેરવી શકાય નહીં.

ન્યુસ એજન્સિ રોઇટર્સના આંકડાઓ અનુસાર, કોરોનાવાયરસથી વૈશ્વિક સ્તરે 20.69 મિલિયનથી વધુ લોકોને ચેપ લાગ્યો છે અને લગભગ 750,000 લોકો મૃત્યુ પામ્યા છે.

WHO એ હવે એવા દેશોને વિનંતી કરી છે કે, જે રસી માટે દ્વિપક્ષીય સોદા કરી રહ્યા છે, તે બહુપક્ષીય પ્રયત્નોને ન છોડે. કેમ કે, રસીકરણ માટે થતાં ખર્ચ વિશ્વને આર્થિક દ્રષ્ટિએ સંવેદનશીલ બનાવી દેશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here