વિજ્ઞાન: અઢળક વર્ષો બાદ પૃથ્વીના ભૌગોલિક ઇતિહાસને લઈને તદ્દન નવું સંશોધન

0
392
Photo Courtesy: phys.org/

માનવની વિચારશક્તિ અને જિજ્ઞાસાને લીધે આજે રોજ કઈક નવું શોધાવાના પ્રયત્નો થતાં રહેતા હોય છે. જીવસૃષ્ટિ ધરાવતા પૃથ્વી ગ્રહની ઉત્પતિને લઈને થતાં સંશોધનોમાં વૈજ્ઞાનિકોએ આજે મોટા સમાચાર આપ્યા છે.

પેરીસ: એક નવા અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે, પૃથ્વી પરનું પાણી એવા પદાર્થોમાંથી આવી હોઈ શકે છે જે ગ્રહની રચના વખતે આંતરિક સૌરમંડળમાં હાજર હતા.

આ અભ્યાસના તારણો સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયા છે. નોંધનીય છે કે; તે વ્યાપકપણે માનવામાં આવ્યું હતું કે, ગ્રહ પૃથ્વીના બિલ્ડિંગ બ્લોક્સ શુષ્ક હોવાનું માનવામાં આવે છે.

ફ્રાંસના નેન્સીમાં સેન્ટર ડી રિચર્સ પેટ્રોગ્રાફીકસ અને જિઓકેમિક્સી’ (CRPG, CNRS/યુનિવર્સિટી ડી લોરેન)ના સંશોધનકાર લીડ લેખક લૌરેટ પિયાનીએ જણાવ્યું હતું કે, “અમારી શોધ બતાવે છે કે પૃથ્વીના બિલ્ડિંગ બ્લોક્સનો પૃથ્વીના પાણીમાં નોંધપાત્ર ફાળો હોઈ શકે છે.”

સંશોધનકારોના જણાવ્યા અનુસાર, એન્સ્ટાટાઈટ કોન્ડ્રાઇટ નામની ઉલ્કામાં સમુદ્રમાં સમાયેલ પાણી કરતાં ઓછામાં ઓછા ત્રણ ગણા વધુ પાણી બનાવવા માટે જરૂરી એટલો પૂરતા પ્રમાણમાં હાઇડ્રોજન હોય છે.

આ એન્સ્ટાટાઈટ કોન્ડ્રાઇટ્સ આંતરિક સોલર સિસ્ટમમાંથી બનેલી સામગ્રીથી બનેલી હોય છે.

પિયાનીએ જણાવ્યું હતું કે, “ખડકાળ ગ્રહની રચના સમયે આંતરિક સોલર સિસ્ટમમાં હાઇડ્રોજન-બેરિંગ મટિરિયલ હાજર હતી, તેમ છતાં તાપમાન પાણીને ઓછું કરવા માટે ખૂબ જ ઊંચું હતું.”

સેન્ટ લૂઇસના વોશિંગ્ટન યુનિવર્સિટીના પોસ્ટ ડોકટરલ સંશોધનકર્તા લિયોનેલ વેચેરે જણાવ્યું હતું કે, “મારા માટે શોધનો સૌથી રસપ્રદ ભાગ એ છે કે, એન્સ્ટાટાઈટ ચોન્ડ્રાઇટ્સ કે જે લગભગ સુકા હોવાનું માનવામાં આવતું હતું, તેમાં અણધારી રીતે પુષ્કળ પ્રમાણમાં પાણીનો સમાવેશ થાય છે.”

વેચેરે કહ્યું કે, જ્યારે તેઓ ‘યુનિવર્સિટી ડી લોરેન’ ખાતે PhD પૂર્ણ કરી રહ્યા હતા ત્યારે જળ વિશ્લેષણ માટે કેટલાક એન્સ્ટાટાઈટ કોન્ડ્રાઇટ્સ તૈયાર કરવામાં સફળ રહ્યા હતા.

રસપ્રદ વાત એ છે કે, એન્સ્ટાટાઈટ ચોન્ડ્રાઇટ્સમાં ઓક્સિજન, ટાઇટેનિયમ અને કેલ્શિયમ આઇસોટોપ્સની માત્રા પૃથ્વી જેટલી જ છે.

વેચરે ઉમાર્યુ હતું કે,

જો એન્સેટાઇટ કોન્ડ્રાઇટ્સ અસરકારક રીતે આપણા ગ્રહના બિલ્ડિંગ બ્લોક્સ હતા, જેમ કે તેમની સમાન આઇસોટોપિક કમ્પોઝિશન દ્વારા ભારપૂર્વક સૂચવવામાં આવ્યું છે, તો આ પરિણામ સૂચવે છે કે; આ પ્રકારની કોન્ડ્રિટ્સ પૃથ્વીના પાણીના મૂળને સમજાવવા માટે પૂરતું પાણી પૂરું પાડે છે, જે આશ્ચર્યજનક છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here