સુશાન્ત કેસ: ડ્રગ રેકેટમાં બહાર આવ્યું નેશનલ લેવલના બિલિયર્ડ પ્લેયરનુ નામ

0
514

સુશાન્તસિંહ રાજપૂતના અપમૃત્યુ બાદ જ્યારથી CBIએ તપાસ હાથમાં લીધી છે ત્યારથી દરરોજ કઈક અજુગતું અને નવીનતાભર્યું બહાર આવે છે. ગયા અઠવાડિયે ડ્રગની લેણ-દેણનો મામલો સામે આવતા ED એ આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી અને ગઈકાલે એક નવો ખુલાસો બહાર પડ્યો છે.

મુંબઈ: સ્વર્ગસ્થ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની અભિનેત્રી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના મોબાઈલ પરથી પ્રાપ્ત થયેલી વોટ્સએપ વાતચીતમાં ખુલાસો થયો છે કે, તે અને નેશનલ લેવલ બિલિયર્ડ પ્લેયર રૂષભ  ઉદયપુરમાં એક લગ્ન સમારંભ દરમિયાન એક વોટ્સએપ ગ્રુપના ભાગ હતા.

અને આ ચેટ્સ બતાવે છે કે, રુષભે કોઈને ડ્રગ્સ ખરીદવા માટે બોલાવ્યો હતો.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે એક રાષ્ટ્રીય કક્ષાના બિલિયર્ડ્સ અને સ્નૂકર ખેલાડી રૂષભ ઠક્કરની ડ્રગ્સ વિશેની તેની વોટ્સએપ ચેટ અંગેની પૂછપરછ કરી હતી.

ED એ રૂષભને તેની ડ્રગ ચેટ અને આર્થિક વ્યવહારો પર આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. જો કે, તેણે ડ્રગ્સના મામલામાં કોઈપણ વ્યવહાર અંગે ઇનકાર કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રૂષભ સાથે કેટલાક વધુ લોકો સંપર્કમાં હતા અને તેઓ તમામ હાલમાં ED સ્કેનર હેઠળ છે અને તેમને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

દરમિયાન, ગોવા સ્થિત ગૌરવ આર્ય નામના હોટેલિયયરને પણ ED દ્વારા રિયા સાથેના ડ્રગ્સ પરના કથિત વોટ્સએપ ચેટને લઈને પૂછપરછ માટે રોકવામાં આવ્યો છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ રિયા ચક્રવર્તી, તેના ભાઇ શોવિક, ગૌરવ આર્ય, અભિનેત્રીના ટેલેન્ટ મેનેજર જયા સાહા અને અન્યો સામે NDPS એક્ટની અનેક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

EDની તપાસમાં રિયાની વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ વિશેની વાતચીત વિશે વિગતો બહાર આવી હતી. આ ડ્રગના વપરાશ વિશે રિયા અને ગૌરવના સંદેશાઓ સુશાંતના મૃત્યુ કેસમાં ડ્રગના સંભવિત કાવતરાના સંકેત આપે છે.

આથી NCB આ કેસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહી છે.

મંગળવારે એજન્સીએ ડ્રગ સપ્લાય સંબંધિત માહિતીના આધારે મુંબઇમાં અનેક દરોડા પાડ્યા હતા અને ડ્રગના એક વેપારીની ધરપકડ કરી હતી.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here