સ્ત્રી સશક્તિકરણ: જમ્મુ-કાશ્મીરના CRPF IG તરીકે મહિલાની નિયુક્તિ

0
393

કોરોના રોગચાળા મહામારી જેવા સામૂહિક જીવલેણ મુશ્કેલી સિવાય દેશમાં આતંકવાદ, નક્ષલીઓ જેવી પ્રવૃતિઓને રોકવા પણ સરકાર અને લશ્કર દ્વારા સતત જરૂરી એક્શન લેવામાં આવતા હોય છે. એવા જ એક નિર્ણયમાં પેરા મિલીટરી ફોર્સે સોમવારે, એક નવીનતમ અને સ્ત્રી શક્તિનુ સુંદર ઉદાહરણ બને એવી જાહેરાત કરી છે.

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના આતંકવાદગ્રસ્ત વિસ્તારોમાંના એક, શ્રીનગર સેક્ટરના સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ઈન્સ્પેક્ટર જનરલ (IG) તરીકે પ્રથમ વખત મહિલા IPS અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.

તેલંગણા કેડરના 1996 બેચના IPS અધિકારી ચારુ સિંહા હવે ઈન્સ્પેક્ટર જનરલ (IG) તરીકે CRPF માટે શ્રીનગર ક્ષેત્રના વડા બનશે.

ચારુ સિંહાને આવી કઠીન કામગીરી સોંપવામાં આવી છે તેવું આ પહેલીવાર નથી. અગાઉ પણ તેમણે CRPF માં બિહાર ક્ષેત્રના IG તરીકે કામ કર્યું હતું અને નક્સલીઓ સામે જબરદસ્ત લડત આપતો વ્યવહાર કર્યો હતો.

તેમના નેતૃત્વ હેઠળ, નક્સલ વિરોધી વિવિધ કામગીરી કરવામાં આવી હતી.

બાદમાં, તેમને IG CRPF તરીકે જમ્મુ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમણે લાંબો અને સફળ કાર્યકાળ પસાર કર્યો છે.

ગઈકાલે; IG, શ્રીનગર સેક્ટર તરીકે તેમની નિમણૂક કરતાં CRPF દ્વારા એક નવો આદેશ બહાર પાડ્યો હતો.

વર્તમાન ડાયરેક્ટર જનરલ CRPF એ.પી. મહેશ્વરીએ 2005 માં શ્રીનગર ક્ષેત્રના IG તરીકે નિમણૂક સંભાળી હતી.

આ ક્ષેત્રે કે જેની 2005 માં કામગીરી શરૂ કરવામાં આવી હતી, તેમાં IG કક્ષાએ ક્યારેય મહિલા અધિકારી નહોતી પહોંચી.

આ ક્ષેત્ર આતંકવાદ વિરોધી કામગીરીમાં સામેલ છે અને જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે ભારતીય સેના સાથે મળીને કામ કરે છે.

CRPF એ જણાવ્યું હતું કે, “શ્રીનગર સેક્ટર ‘બ્રિન નિશાત’, શ્રીનગર (J&K) ખાતે સ્થિત છે. અહીં 2005માં કાર્ય શરૂ કર્યું હતું. શ્રીનગર સેક્ટર (J&K) ત્રણ જીલ્લાઓ બડગામ, ગાંદરબલ તથા શ્રીનગર અને લદાખના કેન્દ્ર શાસિત પ્રદેશો પર કાર્યકારી અધિકારક્ષેત્ર ધરાવે છે.”

પેરા મિલીટરી ફોર્સે કહ્યું હતું કે, “તેમાં 2 રેન્જ, 22 એક્ઝિક્યુટિવ યુનિટ્સ અને 3 મહિલા કંપનીઓ શામેલ છે. તે સિવાય જૂથ કેન્દ્ર-શ્રીનગર પર શ્રીનગર સેક્ટરનો વહીવટી નિયંત્રણ છે.”

IPS સિંહા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ કામગીરીનું નેતૃત્વ પણ કરશે.

આ ઉપરાંત અન્ય IPS અધિકારીઓ અને સિનિયર કેડર અધિકારીઓની પણ CRPF માં બદલી અથવા શામેલ કરવામાં આવી છે.

IPS અધિકારીઓમાં મહેશ્વર દયાળ (ઝારખંડ ક્ષેત્ર), પી.એસ. રણપીસ (જમ્મુ ક્ષેત્ર), રાજુ ભાર્ગવ (કાર્ય) ને CRPF માં સામેલ કરવામાં આવ્યા છે.

પી.એસ. રણપીસ ચારુ સિંહાની જમ્મુ સેક્ટરના વડા તરીકેની જગ્યા લેશે.

તેવી જ રીતે, J&K ઝોનમાં ઓપરેશન કાશ્મીરનું નેતૃત્વ કરનારા રાજેશ કુમારની બદલી કરવામાં આવી છે અને સંજય કૌશિક દેહરાદૂન ક્ષેત્રના વડા બનશે.

અન્ય જેની બદલી કરવામાં આવી છે તેમાં રાકેશકુમાર યાદવ, આર.એન.એસ. બહાદ અને પ્રમોદકુમાર પાંડે શામેલ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here