પી. વી. સિંધુ: મને બાળપણથી એક એવી ઈચ્છા હતી કે…

0
424
Photo Courtesy: hindustantimes.com

કોરોનાને લીધે રમતગમત ક્ષેત્રે પણ બહોળા પ્રમાણમાં નુકસાન થયું છે. પ્રેક્ષકો વિના ખેલાડીઓ રમે એ ખેલાડીઓ અને પ્રેક્ષકો બંને માટે અસ્વીકાર્ય વાત છે. ઘણા ખેલાડીઓ આ કોરોના કાળમાં પણ ઘરે રહીને તેમના ચાહકોને સતત પ્રેરણારૂપ સંદેશાઓ આપતા રહ્યા છે.

હૈદરાબાદ: સ્ટાર શટલર પી. વી. સિંધુએ પોતાના ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશન દરમિયાન ખુલાસો કર્યો હતો કે, તે બાળપણમાં ડોક્ટર બનવા માંગતી હતી.

બેંક ઓફ બરોડાના ઓફિશિયલ અકાઉન્ટ પર ઇન્સ્ટાગ્રામના આ લાઇવ સેશન દરમિયાન સિંધુએ અનેક વિષયો પર વાત કરી.

ભારતીય બેડમિંટન ખેલાડી પી. વી. સિંધુએ શનિવારે જણાવ્યું હતું કે; તેના પિતા, ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય વોલીબોલ ખેલાડી પી.વી. રમણાએ તેમને રમત-ગમતની પ્રેરણા આપી હતી.

તેમની પ્રેરણા વિશે પૂછવામાં આવતા તેણે કહ્યું કે,

“પપ્પાએ મને રમત રમવા માટે પ્રેરણા આપી હતી. જ્યારે મેં બેડમિંટનને મારુ કેરિયર તરીકે લીધું ત્યારે તેમણે મારી પસંદગી પર ક્યારેય સવાલ ઉઠાવ્યા નહોતા.”

જ્યારે સિંધુને પૂછવામાં આવ્યું કે, “તમે કઇ વૈકલ્પિક કારકિર્દીની પસંદગી કરશો?”

તો સિંધુએ જવાબ આપ્યો હતો કે, “એક બાળક તરીકે તે ડોક્ટર બનવા માંગતી હતી, પરંતુ હવે તેના કરતાં બેડમિંટન સ્પોર્ટ્સ વધુ સારુ હોવાનું માને છે.”

લોકડાઉન દરમિયાન તેણિએ પોતાના દિવસ કેવી રીતે વિતાવ્યા તેના પર પ્રતિભાવ આપતાં સ્ટાર શટલરે કહ્યું કે, તેણીએ પરિવાર સાથે વધુ સમય વિતાવ્યો છે અને એવા શોખ કરવાના પસંદ કર્યા કે જેના માટે અગાઉ ક્યારેય સમય નહોતો.

કોરોનાવાયરસ રોગચાળાએ આપણા બધાને દરેક દ્રષ્ટિએ અસર કરી છે અને સિંધુના અનુસાર, ખેલાડીઓને દર્શકો વગર ભવિષ્યમાં મેચ રમવાની ટેવ પાડવી પડશે.

જ્યારે લોકોએ તે જાણવા માંગ્યું હતું કે તેની સ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરે છે, ત્યારે સિંધુએ કહ્યું હતું કે, “જ્યારે હું કોર્ટ પર હોઉં ત્યારે હું મારી અને મારી અપેક્ષાઓ વિશે વિચારું છું, બીજાની અપેક્ષાઓ વિશે નહીં.”

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here