સંશોધન: ભારતીય ખગોળશાસ્ત્રીઓની ઐતિહાસિક શોધને NASA એ વખાણી

0
402

માનવામાં નાઆવે એવી અદ્યતન ટેક્નોલોજી સાથે વિકસતા વિશ્વમાં વિવિધ ક્ષેત્રે કઈક ને કઈક તદ્દન નવું અને અચરજ પમાડે તેવું શોધાતું રહેતુ હોય છે. પૃથ્વી પર માણસ ફક્ત માણસજાત જ નહીં, ફક્ત પૃથ્વી જ નહીં, પરંતુ સમગ્ર બ્રહ્માંડના ઉત્પતિ વિષે અને તેમાના સંશોધન વિષે સતત પ્રયત્નો કરતો રહ્યો છે. આપણા દેશના ખગોળશાસ્ત્રીઓએ આ પ્રયત્નો સાથે ખૂબ જ અદભૂત અને આખા વિશ્વ સામે ઉદાહરણ પૂરું પાડે તેવી શોધ કરી છે.

નવી દિલ્હી: ભારતીય ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વીથી 9.3 અબજ પ્રકાશ-વર્ષ દૂર હોવાનો અંદાજ કરતાં, બ્રહ્માંડમાં સૌથી દૂરના ગેલેક્સીની એક શોધ કરી હતી.

નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) એ આ ઐતિહાસિક શોધ પર ભારતીય ખગોળશાસ્ત્રીઓને અભિનંદન આપ્યા હતા.

NASA એ શોધને એક એવા પ્રયાસ તરીકે ગણાવી છે જે માનવજાતની સમજણને વધુ સક્ષમ બનાવશે.

નાસાના જાહેર બાબતોના અધિકારી ફેલિશીયા ચૌએ ન્યુઝ સંસ્થા ANI ને કહ્યું હતું કે,

NASA સંશોધનકર્તાઓને તેમની આકર્ષક શોધ બદલ અભિનંદન આપે છે,”

ચૌએ વધુમાં ઉમેર્યું હતું કે,

વિજ્ઞાન એ વિશ્વભરમાં એક સહયોગી પ્રયાસ છે અને આવા સંશોધનથી આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં છીએ અને આપણે એકલા છીએ કે નહીં તે વિશે માનવજાતની સમજમાં મદદ મળે છે.

ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA), પુણેના ડૉ. કનક સહાની આગેવાનીમાં ખગોળશાસ્ત્રીઓની ટીમે ‘AUDFs01’ નામની ગેલેક્સી શોધી કાઢી છે.

‘એસ્ટ્રોસેટ’ તરીકે ઓળખાતી ભારતની પ્રથમ મલ્ટિ-વેવલેન્થ સ્પેસ ઓબ્ઝર્વેટરીએ પૃથ્વીથી 9.3 અબજ પ્રકાશ-વર્ષ દૂર સ્થિત આકાશગંગામાંથી ઉત્સર્જિત આત્યંતિક-UV પ્રકાશ શોધી કાઢ્યો હતો જેના પરથી આ શોધ શક્ય બની હતી.

ભારતની ‘એસ્ટ્રોસેટ’/UVIT આ અનન્ય સિદ્ધિ પ્રાપ્ત કરવામાં સક્ષમ હતું કારણ કે, તેનામાં NASAના હબલ સ્પેસ ટેલિસ્કોપ કરતા બેકગ્રાઉંડ નોઈસ ખૂબ ઓછો છે.

‘IUCAA’ના ડિરેક્ટર ડૉ. શૌમક રોય ચૌધરીએ જણાવ્યું હતું કે, બ્રહ્માંડની અંધારા યુગનો અંત કેવી રીતે થયો અને બ્રહ્માંડમાં પ્રકાશ કેવી રીતે થયો તે અંગેની શોધ ખૂબ જ મહત્વપૂર્ણ ચાવી આપે છે.

તેમણે કહ્યું હતું કે, અમને જાણવાની જરૂર છે કે આ ક્યારે શરૂ થયો, પરંતુ પ્રકાશના પ્રારંભિક સ્રોત શોધવાનું ખૂબ જ મુશ્કેલ રહ્યું છે.

‘ભારતીય અવકાશ સંશોધન સંગઠન’ (ISRO) દ્વારા 28 સપ્ટેમ્બર, 2015ના રોજ ભારતની પ્રથમ અવકાશ નિરીક્ષણ ‘એસ્ટ્રોસેટ’ની શરૂઆત કરવામાં આવી હતી.

ભારતની પ્રથમ અવકાશી નિરીક્ષણ ‘એસ્ટ્રોસેટ’ જેણે આ શોધ કરી છે, ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા 28 સપ્ટેમ્બર, 2015 ના રોજ શરૂ કરાઈ હતી.

ISROના પૂરા સમર્થન સાથે IUCAA ના પૂર્વ એમિરેટસ પ્રોફેસર, શ્યામ ટંડનની આગેવાની હેઠળ ટીમે તેનો વિકાસ કર્યો હતો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here