PM CARES: શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ કરી હતી!

0
487
Photo Courtesy: amarujala.com

કોરોના સામે લડવા માટે બનાવેલા PM CARES ફંડમાં દાન આપવાની શરૂઆત ખુદ વડાપ્રધાને જ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઉપરાંત એક જ દિવસમાં આ ફંડમાં અધધધ રકમ જમા થઇ છે!

નવી દિલ્હી: ચાઇનીઝ વાયરસ  કોરોના સામે લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ ફંડ PM CARESની જાહેરાત કરી હતી જેમાં અત્યારસુધી કરોડો રૂપિયા ભારતવાસીઓએ દાન તરીકે આપ્યા છે. પરંતુ એક તાજા સમાચાર અનુસાર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ફંડમાં પ્રથમ દાન કરીને તેની શરૂઆત કરાવી હતી.

ગત 31 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બચત ખાતામાંથી રૂ. 2.25 લાખનું દાન PM CARESમાં આપીને તેની શરૂઆત કરાવી હતી. એક દસ્તાવેજ અનુસાર 31 માર્ચ,2020ના રોજ કુલ રૂ. 30,75,85,32,035 નું દાન આ ફંડને મળી ચૂક્યું છે.

આ ફંડમાં રૂ. 39,67,748નું વિદેશી દાન તેમજ વિદેશી તેમજ દેશી દાન પર રૂ. 35,32,728નું વ્યાજ પણ આ ફંડમાં જમા કરવામાં આવ્યું હતું. જ્યારે રૂ. 2,049 રૂપિયા કુલ ફંડમાં આવેલા વિદેશી ફંડના કન્વર્ઝન પર રૂ. 2,049 નો સર્વિસ ટેક્સ પણ ચુકવવામાં આવ્યો હતો.

વિપક્ષોએ જો કે આ ફંડને ખાસ કોરોના સામે લડવા માટે ઉભું કરવા બદલ પ્રશ્નો પણ કર્યા હતા. ત્યારબાદ એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જ્યાં આ ફંડ દ્વારા જ કોરોનાથી ગંભીર રીતે લડાઈ કરી રહેલા દર્દીઓ માટે ખાસ જરૂરી એવા અસંખ્ય વેન્ટીલેટર્સની પણ ખરીદી કરવામાં આવી છે.

જો આપને પણ PM CARESમાં યથાશક્તિ દાન આપવું હોય તો તેની વિગત આ મુજબ છે.

Name of the Account: PM CARES
Account Number
: 2121PM20202
IFSC Code
: SBIN0000691
SWIFT Code
:  SBININBB104
Name of Bank & Branch
:  State Bank of India, New Delhi Main Branch

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here