VIDEO: LG એ બનાવ્યો અનોખો T આકારનો મોબાઈલ ફોન

0
516
Photo Courtesy: YouTube

મોબાઈલ એ એક એવો ડિવાઇસ છે જે લોકોના જીવનનો અંતરંગ ભાગ બની ગયો છે. મોબાઈલ વગર આ ટેક્નોલોજી યુગમાં ટકવું અસંભવ છે અને તેથી મોબાઈલ કંપનીઓ મોબાઈલ ફોનને લઈને એક પછી એક નવી ટેક્નોલોજી વિકસાવી રહ્યા છે, જે લોકોને વધારે સગવડ પૂરી પડી શકે.

સિઓલ: ઈલેક્ટ્રોનિક જાયન્ટ LG એ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે, તે એક અનન્ય ‘વિંગ’ હેન્ડસેટ પર કામ કરી રહી છે જેમાં બે સ્ક્રીન છે પરંતુ બંને સ્ક્રીન એકબીજાથી મુક્ત રહીને કામ કરી શકે અને બંને સ્ક્રીન એકબીજા પર સરકી શકે તેવી તદ્દન નવી ડિઝાઇન સાથે હશે.

આ ફોન પહેલી નજરે ‘T’ આકારનો લાગશે.

ઓફિશિયલ લોચિંગ પહેલા LGYouTube પર એક ટીઝર વીડિયો પોસ્ટ કર્યો છે. વિડિઓ પુષ્ટિ કરે છે કે, આ ફોન 14 સપ્ટેમ્બરના રોજ સત્તાવાર રીતે લોન્ચ થશે.

અતિ-આધુનિક એવા 2 સ્ક્રીન ધરાવતા, નવા ડિજાઇનવાળા LG Wing વિષે ટૂંકમાં માહિતી:

  • નાનો સ્ક્રીન – 4 ઇંચ
  • મોટો સ્ક્રીન – 6.8 ઇંચ
  • કેમેરા – 64 મેગાપિક્સલ મેઇન સેન્સર, ત્રિપલ કેમેરા સેટઅપ
  • પ્રોસેસર – ક્વાલકોમ સ્નેપડ્રેગન 765 અથવા 765G
  • સપોર્ટ – 5G
  • સંભવિત કિંમત – રૂ 80,000 થી 1,20,000
  • સંભવિત લોંચ – 14 સપ્ટેમ્બર, 2020
  • ભારતમાં ઉપલબ્ધ થશે – ઓક્ટોબર, 2020

LG એ એક પ્રકાશનમાં તેના મહત્વાકાંક્ષી એક્સપ્લોરર પ્રોજેક્ટની વિગતવાર વિગતો આપી છે, જે આધુનિક સ્માર્ટફોનના વિવિધ વપરાશને ધ્યાનમાં લેવા માટે બનાવવામાં આવ્યો છે.

એલજીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટનો હેતુ વર્તમાન વપરાશકર્તા અનુભવને વધારે એક્સપ્લોર કરવાનો છે.

એલજીએ વધુમાં જણાવ્યું હતું કે, “એક્સપ્લોરર પ્રોજેક્ટ નવી નવી ઉપયોગિતાઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે, જે નવીન ડિઝાઇન સાથે શોધાયેલ છે. જ્યારે LG ની નવી યુનિવર્સલ લાઇન કંપનીની સ્પર્ધાત્મક ઉપકરણોની લાઇન હશે જે LG વેલ્વેટ જેવા ગ્રાહક જીવનશૈલી પર ધ્યાન કેન્દ્રિત કરશે.”

એક્સપ્લોરર પ્રોજેક્ટ ડિવાઇસીસ માટે સુવિધાઓ વિકસાવવા માટે કંપનીએ Rave, Ficto, Tubi અને NAVER સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી.

Qualcomm પણ આ પ્રોજેક્ટનો ભાગ બનશે.

ઓફિશિયલ લોન્ચિંગ પહેલાં, LGનો વિંગ ફોન મલ્ટીપલ લિકમાં જોવા મળ્યો છે.

ફોનમાં જેમ સામાન્ય હોય એ ઊભી સ્ક્રીન નીચેના ભાગમાં અને આડી ડિસ્પ્લે તેના ઉપરના ભાગની સાથે જોડાઈને ‘T’ બને છે તે આકારની ડિઝાઇન આ મોબાઈલમાં જોવા મળી રહી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here