અચ્છે દિન: ભારતના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે ખુશખબર આવ્યા છે!

0
507

ભારતીય ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે. વિદેશી બ્રાન્ડ્સ હવે ચીનને બદલે ભારતમાં પોતાનું ઉત્પાદન વધારવા માટે તત્પર બની છે.

તિરુપુર: વિશ્વભરમાં કોરોનાના ફેલાવામાં માટે અને વૈશ્વિક અર્થતંત્રને અડધા વર્ષથી પણ લાંબા સમય સુધી ઠપ્પ કરી દેવા માટે ચીનને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. એક તરફ વૈશ્વિક રોષનો ભોગ ચીન બની રહ્યું છે તો બીજી તરફ ભારતને દુનિયાના દેશો ચીનના વિકલ્પ તરીકે જોવા લાગ્યા છે.

સમગ્ર વિશ્વના વ્યાપારીઓના બદલાયેલા વલણની હકારાત્મક અસર ભારતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર પડી છે. છેલ્લા લગભગ એક મહિનાથી આંતરરાષ્ટ્રીય ગાર્મેન્ટ્સ કંપનીઓ  પોતાનું મોટાભાગનું કામ ચીનની જગ્યાએ ભારતને આપી રહી છે.

આંતરરાષ્ટ્રીય ગારમેન્ટ કંપનીઓ પોતાના મોટા મોટા ઓર્ડર્સ ચીની વેન્ડરોને આપવાને બદલે હવે ભારતીય વેન્ડરોને આપવા માંડ્યા છે. ઉદાહરણ તરીકે જર્મનીની જાણીતી બ્રાંડ Marc O’Polo એ ભારતની વોર્સો ઇન્ટરનેશનલને જર્સી બનાવવા માટે ખૂબ મોટો ઓર્ડર આપ્યો છે.

અગાઉ Marc O’Polo પોતાના મહત્તમ ઓર્ડર્સ ચીની વેન્ડર્સને આપતી હતી.

વોર્સો ઇન્ટરનેશનલના રાજા શણમુગમે ઉપરોક્ત વાતને કન્ફર્મ કરતા કહ્યું હતું કે હવે વધુને વધુ વિદેશી કંપનીઓ પોતાના ગારમેન્ટ્સના ઉત્પાદન માટે ભારત આવી રહી છે. રાજા શણમુગમ તિરુપુર એક્સપોર્ટર્સ એસોશિએશન ચેરમેન પણ છે તેમણે કહ્યું હતું કે સામાન્ય રીતે તેમની સિઝન સપ્ટેમ્બરમાં શરુ થતી હોય છે અને આ વર્ષે વિદેશી કંપનીઓનો ધસારો જોતાં તેમને લાગી રહ્યું છે કે આ વર્ષે તેમનો બિઝનેસ 25% જેટલો વધશે.

KPR મિલ્સના માલિક પી નટરાજે પણ કહ્યું હતું કે તેમના ખરીદારે તેમને કહ્યું છે કે આ વર્ષે તેઓ ભારતમાંથી ખૂબ ખરીદી કરવાના છે. નટરાજનું કહેવું છે કે તેમને વધેલી ખરીદીનો અંદાજ બે અઠવાડિયામાં આવી જશે.

અમેરિકા ખાતેની બાળકોના કપડાં વેંચતી બ્રાંડ Carter પોતાનો મોટાભાગનો ઓર્ડર ચીનને બદલે ભારતમાં આપી રહી છે. તેણે તમિલનાડુ ખાતે આવેલી એસ.પી. અપેરલ્સને નવા પ્રકારના મેનમેઈડ ફેબ્રિક ડેવલોપ કરવાનું કહ્યું છે જેનાથી તે પોતાના ઓર્ડર માટેના કપડાં ઉત્પાદિત કરી શકે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here