સફળતા: રશિયામાં રાજનાથે પાકિસ્તાન અને ચીન બંનેને કાબુમાં લીધા

0
599

દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ હાલમાં મોસ્કોની મુલાકાતે છે અને તેમની મુલાકાત દરમ્યાન ભારતને પાકિસ્તાન અને ચીન બંનેને કાબુ કરવા માટે નોંધપાત્ર સફળતા મળી છે.

મોસ્કો: રક્ષામંત્રી રાજનાથ સિંહ શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઈઝેશનના (SCO) રક્ષામંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે રશિયાની રાજધાની મોસ્કોની ત્રણ દિવસની યાત્રાએ છે. આ યાત્રાને અત્યારથી જ સફળતા  મળી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજનાથ સિંહની રશિયાના રક્ષામંત્રી સર્ગેઈ શોઈગુ સાથે થયેલી ચર્ચામાં શોઈગુએ તેમને આશ્વાસન આપ્યું હતું કે ભારતની વિનંતીનું પાલન કરતા રશિયા પાકિસ્તાનને એક પણ હથિયાર સપ્લાય નહીં કરે.  આ ઉપરાંત બંને પક્ષો વચ્ચે વિવિધ રક્ષા મામલાઓમાં સહયોગ અંગે પણ સહમતી સધાઈ હતી.

સર્ગેઈ શોઈગુએ રાજનાથ સિંહને જણાવ્યું હતું કે રશિયા ભારત અને ચીન વચ્ચે હાલમાં ચાલી રહેલા ઘટનાક્રમથી અવગત છે.

ઉત્તર પ્રદેશના અમેઠીમાં સ્થાપિત થઇ રહેલા AK-203 અસોલ્ટ રાઈફલના કારખાનાની પ્રક્રિયામાં પણ ગતિ લાવવાનું આશ્વાસન રશિયન રક્ષામંત્રીએ ભારતના રક્ષામંત્રીને આપ્યું હતું. રશિયન રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રશિયા આ અત્યાધુનિક હથિયારનું ભારતમાં નિર્માણ કરીને રૂસી ઉદ્યોગને મેઇક ઇન ઇન્ડિયા કાર્યક્રમમાં આગળ વધારવા માટે અત્યંત સકારાત્મક વલણ અપનાવશે.

રાજનાથ સિંહે રશિયા દ્વારા ભારતને આપવામાં આવનારી S-400 મિસાઈલ રક્ષા પ્રણાલીની સમય પર ડિલીવરી સુનિશ્ચિત કરવાનો પણ અનુરોધ કર્યો હતો. આ મિસાઈલ પ્રણાલીની પ્રથમ આપૂર્તિ વર્ષ 2021ના અંત સુધી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત કેટલાક મિડિયા રિપોર્ટ્સ એમ પણ જણાવી રહ્યા છે કે આ બેઠકમાં હાજર રહેલા ચીનના રક્ષામંત્રી જનરલ વેઈ ફેંગહેએ પણ રાજનાથ સિંહને મળવા માટે સમય માંગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને ચીન વચ્ચે હાલમાં LAC પર ચાલી રહેલા તણાવના સબંધમાં ચીની રક્ષામંત્રીએ ભારતીય રક્ષામંત્રીને મળવાની ઈચ્છા જાહેર કરી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here