PUBG: પ્રતિબંધ લાગ્યા બાદ તેના પરની ચર્ચાએ જોર પકડ્યું છે

0
373
Photo Courtesy: indiatvnews.com

2018માં લોંચ થયેલી અને આ છેલ્લા 2 વર્ષમાં દેશના અનેક યુવાનો અને બાળકો હોય કે, સામાન્ય માણસ અને સેલિબ્રિટી હોય, સૌ વચ્ચે ખૂબ જ ચહીતી બનેલી અને ચીની કંપની દ્વારા ડેવલોપ કરવામાં આવેલી ગેમ PUBG પર ભારત સરકારે ગઈકાલે આખરે પ્રતિબંધ લાવી દીધો છે.

અમદાવાદ: PUBG એક એવી ગેમ બની રહી હતી દેશમાં કે જેના લીધે દેશના લાખો-કરોડો યુવાનો તદ્દન પ્રગતિશીલ એવા ગેમિંગ ઇન્ડસ્ટ્રી વિષે જાણતા થયા હતા.

એકબાજુ, અનેક એવા કેસ પણ નોંધાયેલા છે કે; જેના લીધે આ ગેમના એડિક્શને યુવાનો, બાળકોના અભ્યાસ અને કેરિયરને મોટા પાયે નુકસાન કર્યું છે.

અને ફક્ત આટલું જ નહીં, આ એડિક્શન એટલી હદ વટાવી લેતું કે તેને કારણે ઘણા યુવાનોના જીવ પણ ગયા હતા અને એટલેજ માતા-પિતા માટે પણ આ ગેમ જાણે દુશ્મન બની ગઈ હતી.

આવા અનેક કેસ છેક દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યા હતા. અને મોટા પાયે, દેશના ભવિષ્ય ગણાતા અને દેશના સૌથી મોટા જુથ ગણાતા એવા યુવાનોને લઈને ઘણા પ્રશ્નો ઉદભવ્યા હતા.

PUBG એ હકીકતમાં આઇરિશ વિડિઓ ગેમ ડિઝાઇનર, બ્રેન્ડન ગ્રીન દ્વારા 2017 માં બનાવવામાં આવી હતી. આ ગેમ ફક્ત કમ્પ્યુટર અને કન્સોલ માટે વિકસાવવામાં આવી હતી, જે ‘બ્લુહોલ’ કંપની દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવી હતી, જે દક્ષિણ કોરિયાની બહાર સ્થિત એક ગેમિંગ સ્ટુડિયો છે.

પરંતુ, ત્યારબાદ ચીનની સૌથી મોટી ગેમિંગ કંપની ‘ટેનસન્ટ’ દ્વારા આ ગેમને મોબાઈલ પર રમી શકાય એવું સ્વરૂપ આપીને ડેવલોપ કરવામાં આવેલી અને ભારત જેવા દેશમાં આ ગેમને બહોળા પ્રમાણમાં ચાહના મળેલી.

પરંતુ, જૂનમાં ગલવાન ખીણમાં ચાઇના સાથે થયેલા ભારતીય સૈનિકોનાં ઘર્ષણ કે જેમાં 20 ભારતીય સૈનિકો વીરગતીને પ્રાપ્ત હતા, ત્યાર બાદ ભારત સરકાર દ્વારા ચીન સામે લેવાયેલા કડક પગલાઓમાં ચીની એપ બેન કરતા આ ત્રીજા રાઉન્ડમાં PUBGનો પણ વારો આવી ગયો છે.

જેમાં દેશની આંતરિક રક્ષા માટે ચીની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવતા આ મોબાઈલ ગેમ પણ બેન કરી લેવામાં આવી.

આથી કમ્પ્યુટર અને કન્સોલમાં હજુ PUBG રમી શકાય એમ છે. પરંતુ તે રીતે રમવામાં આ ગેમ મોબાઈલ કરતાં વધુ મુશ્કેલ છે.

ઘણા યુવાનોએ આ ગેમ દ્વારા પૈસા કમાવવાનુ પણ શરૂ કર્યું હતું. આ ગેમ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ દેશના યુવાનોએ ભાગ લીધો હતો અને અપ્રતિમ દેશનું પ્રદર્શન પણ કર્યું છે.

બેન થયા બાદ દેશના યુવાનોમાં અને આ ગેમના ચાહકોમાં રોષ તેમજ દૂ:ખની એમ બેવડી લાગણીઓ જોવા મળી હતી.

ચાહકો દ્વારા ટ્વિટર પર PUBG ને વિનંતી કરવામાં આવી હતી કે, તે ચીની કંપની સાથેના વ્યવહારને તોડી નાખે જેથી આ બેન હટી શકે અને લોકો તેને ફરીથી રમી શકે.

કહેવાય છે કે, વિશ્વના PUBG રમતા લોકોમાં 25% ભારતીય હતા.

દેશના ક્રિકેટર્સ પણ આ ગેમ રમવાના ચાહક હતા. જેમાં મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાદવ, હાર્દિક પંડયા, શિખર ધવન, મનીષ પાંડે, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ શમી શામેલ છે અને BCCI દ્વારા કરવામાં આવેલા અનેક ટ્વિટના ફોટોઝમાં આ ખેલાડીઓ PUBG રમતા જોવા મળે છે.

આ બેન બાદ ચીની કંપની ‘ટેનસેન્ટ’ની માર્કેટ વેલ્યૂમાં રૂ. 14 બિલિયન ડોલરનો સખત ઘટાડો થયો છે. હવે જોવાનું એ રહે છે કે ByteDanceની જેમ PUBG પણ પોતનું હેડક્વાર્ટર અને માલિકો બદલે છે કે કેમ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here