કાયાકલ્પ: અમદાવાદનું સાબરમતી સ્ટેશન નવાં રંગરૂપ ધારણ કરી રહ્યું છે!

0
436
Photo Courtesy: financialexperss.com

જાપાનના વિદાય લઇ રહેલા વડાપ્રધાન શીન્ઝૉ આબે સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2017માં બુલેટ ટ્રેનને લઈને કરેલા કરાર બાદ અમદાવાદ અને મુંબઈ વચ્ચેના સુપરફાસ્ટ ટ્રેન કોરિડોર પર જોરશોરથી કામ ચાલુ છે. ભારતીય રેલવેએ અમદાવાદ ખાતેના સ્ટેશન માટે સાબરમતી જંક્શન પસંદ કર્યું છે અને આ અંગે એક અગત્યની જાહેરાત કરી છે.

અમદાવાદ: બુલેટ ટ્રેનના મહાપ્રોજેક્ટનો ભાગ બનેલા ગુજરાત રાજ્યને પ્રવાસીય ક્ષેત્રે અનેક લાભ થશે. સુપરફાસ્ટ કોરિડોરના માર્ગમાં આવતા સાબરમતી સ્ટેશન સહીત તમામ સ્થળોને વિસ્થાપિત કરીને ભારતીય રેલવે દ્વારા તેમને બને એટલા અદ્યતન બનાવવામાં આવી રહ્યા છે.

ભારતીય રેલવે પાસે આ પ્રોજેક્ટ માટે અમદાવાદનું કાળુપુર તેમજ સાબરમતી એમ બે માંથી એક સ્ટેશનની પસંદગી કરવાના વિકલ્પો હતા જેમાંથી તેને સાબરમતીને પસંદ કર્યું છે.

રેલવે બોર્ડે બુલેટ ટ્રેન અને રેલવે એમ બન્ને અલગ અલગ સેવાઓ આપવા માટે વ્યવસાયિક ધોરણે સાબરમતી સ્ટેશનને તેની બાજુમાં આવેલા ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ લિમિટેડને સોંપવાનો નિર્ણય લીધો છે.

આજકાલ સાબરમતી સ્ટેશન ફરીથી તદ્દન નવી ડિઝાઇન અને થીમ સાથે કોઈ અલગ જ રંગરૂપ ધારણ કરી રહ્યું છે.

પહેલા નક્કી કરાયેલી થીમમાં સાબરમતી સ્ટેશનના નવા રૂપ માટે માત્ર ગાંધીજીની જ થીમ અપાઈ હતી કારણકે આ સ્ટેશનથી પ્રસિદ્ધ સાબરમતી આશ્રમ સાવ નજીક આવ્યો છે. પરંતુ તાજા નિર્ણય અનુસાર હવે આ સ્ટેશનના રિડેવેલોપમેન્ટમાં થોડો સુધારો કરવામાં આવશે. આ થીમમાં ગાંધીજી સાથે દાંડી કૂચને પણ ઉમેરવામાં આવશે.

આ સ્ટેશનનો વિકાસ કરવા પાછળનું કરણ એ છે કે, આ સ્ટેશનનો એક સક્ષમ સ્ટેશન તરીકે ઉમેરો થવાથી કાલુપુર રેલવે સ્ટેશન પરનું ભારણ ઘટી શકે.

ભારતીય રેલવેએ બનાવેલી ડિઝાઇનમાં હાઇ-સ્પીડ રેલવે, બુલેટ અને ભારતીય રેલ્વે બંનેના મુસાફરો માટે એક જ પ્રવેશ દ્વાર અને એક જ નિકાસ દ્વારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

જણાવેલ ડિઝાઇનમાં બુલેટ ટ્રેન સ્ટેશન અને સાબરમતી રેલ્વે સ્ટેશનની એકબીજા સાથે જોડાયેલા હોય તેવી કલ્પના કરવામાં આવી છે, જે સ્કાયવોક સાથે જોડાયેલા છે. સ્ટેશનના પહેલા માળે રેસ્ટોરાં અને ફૂડ કોર્ટ હશે.

રેલવે મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સાબરમતી પાસેના રામનગર તરફનો સ્ટેશનનો અંતિમ ભાગ બુલેટ અને રેલ્વે બંને માટે પ્રવેશ બિંદુ હશે અને તેને સેંટ્રલ જેલની નજીક આવેલા સ્ટેશનના ભાગ સાથે પણ જોડવામાં આવશે.

આ નવી ડિઝાઇનમાં જણાવાયું છે કે, એન્ટ્રી ગેટને સ્કાયવોક સાથે સ્ટેશન સાથે જોડવામાં આવશે, જે પ્લેટફોર્મ સુધી મુસાફરોને પહોંચાડશે અને તેથી સાર્વત્રિક સુવિધા અને શિસ્ત જાળવવા ટ્રેન આવી ગયા પછી મુસાફરોને પ્લેટફોર્મ પર જવાની મંજૂરી આપવામાં આવશે.

સાબરમતી રેલવે સ્ટેશન પાસે હાલમાં 20 જેટલી ટ્રેનો રામનગર સ્ટેશનથી નીકળે છે અને 22 ટ્રેનો સેન્ટ્રલ જેલ નજીક પ્લેટફોર્મ સુધી જાય છે.

તદુપરાંત, સ્ટેશન બહાર થતી વાહનોની ભીડને ટાળવા માટે સ્ટેશનનો એક અલગ પ્રવેશ અને એક્ઝિટ પોઇન્ટ હશે.

એન્ટ્રી અને એક્ઝિટને બદલવામાં આવી રહ્યાં છે કે જેથી આ સ્ટેશન પર કાલુપુર સ્ટેશન જેવી ભીડ સર્જાય નહીં.

રેલવે અધિકારીએ કહ્યું હતું કે, આ સાબરમતી સ્ટેશન પર બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન અને સામાન્ય ટ્રેનોની અવરજવર ભવિષ્યમાં થવાની હોવાથી તે પ્રકારે તેની ડિઝાઇન બનાવવામાં આવી છે.

અહી આ ત્રણેય ટ્રેનો માટે મુસાફરોને વધુ સુવિધા મળી રહેશે.

ત્રણેય ટ્રેનો માટેના સ્ટેશનો અલગથી બની રહ્યાં છે પરંતુ તે ત્રણેય એક બીજા સાથે લીંક હશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here