કોરોના: અમદાવાદમાં આવેલું BAPS મુખ્યાલય મંદિર થશે કવોરંટાઈન

0
349
Photo Courtesy: findmessages.com

કોરોના એ વિશ્વમાં કોઈ દેશ, ધર્મ, જાતિ, પ્રજાતિને પોતાના ભરડામાં લેવાનું છોડ્યું નથી. તેવામાં અમદાવાદ ખાતે આવેલા BAPS ના મુખ્ય મંદિરના કોરોનાને લઈને અગત્યના સમાચાર બહાર આવ્યા છે.

અમદાવાદ: ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના શાહીબાગ એરિયામા સ્વામિનારાયણ મંદિર આવેલું છે, કે જે ‘બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા’ (BAPS) નું મુખ્ય મથક છે.

આ મંદિરમાં છેલ્લા 2 દિવસથી સતત કોરોના બીમારીની તપાસ હેઠળ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

જેમાં આજે 150 જેટલા સંતો અને અન્ય કર્મચારીઓનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ 150 પરીક્ષણોમાંથી 28 જેટલા પોઝીટીવ રિપોર્ટ્સ આવ્યા હોવાના સમાચાર મળ્યા છે.

કોવિડ પોઝિટિવ જોવા મળતા આ લોકોને તબીબી સારવાર આપવામાં આવી છે અને તેમને કોવિડ કેર સેન્ટર/કોવિડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ એવી પુરેપુરી શક્યતા છે કે આ સમગ્ર સંકુલને ક્વોરંટાઈન કરવામાં આવશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here