ગૌરવ: સમગ્ર ભારતમાંથી ફક્ત વિજય રૂપાણીને મળ્યું ખાસ સન્માન

0
431

અમેરિકા અને ભારત વચ્ચેની વ્યાપારિક તેમજ વ્યુહાત્મક ભાગીદારી અંગે ચાલી રહેલી સમિટને સંબોધન કરવા માટે વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાન ઉપરાંત માત્ર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ગાંધીનગર: ગઈકાલે મુખ્યમંત્રી વિજય રુપાણીએ US-INDIA Strategic Partnership Forumને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીને આ ફોરમની લીડરશીપ સમિટના વિશેષ પબ્લિક સેશનને સંબોધિત કરવા માટે ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા.

ગઈકાલે સાંજે મુખ્યમંત્રીએ ઉપરોક્ત સેશનને વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા સંબોધિત કર્યું હતું. આ ફોરમના પાંચ દિવસના સેશનમાં ભારતના વડાપ્રધાન, નાણામંત્રી તેમજ સેનાધ્યક્ષને સંબોધન કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર દેશના મુખ્યમંત્રીઓમાં માત્ર ગુજરાતના મુખ્યમંત્રીને જ આમંત્રણ અપાયું હતું.

આ સેશનમાં વિજય રુપાણીએ ગુજરાતમાં અમેરિકાના ઉદ્યોગપતિઓ માટે રહેલી રોકાણની વિવિધ તકો વિષે જાણકારી આપી હતી. તેમણે ગુજરાત અને અમેરિકાના વિવિધ સ્ટાર્ટઅપ્સની એક અલગ ઈકોસિસ્ટમ ઉભી કરવાનું આહવાન પણ કર્યું હતું.

આ માટે મુખ્યમંત્રીએ બંને દેશોના સ્ટાર્ટઅપ્સ દ્વારા એક ખાસ એન્ગેજમેન્ટ કાર્યક્રમ શરુ કરવાનું પણ કહ્યું હતું. ઉપરોક્ત સમિટ કોરોના મહામારી બાદ વૈશ્વિક વ્યાપારમાં ઉભી થનારી તકોને ઝડપવા ભારત અને અમેરિકા ભાગીદારીમે કેવી રીતે આગળ વધી શકે તે વિષય પર આધારિત છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here