બેવડો ફાયદો: પર્યાવરણ અને ખર્ચ બચાવે તેવું અનોખું eBike!

0
456
Photo Courtesy: newsnationtv.com

કોરોનાકાળમાં આર્થિક દ્રષ્ટિએ મળેલા નુકસાનની ભરપાઈ માટે દેશને આત્મનિર્ભર બનાવવા ભારત સરકારના સતત પ્રયત્નો ચાલુ છે. નાના-મોટા સૌ ભારતીય સ્ટાર્ટ-અપ્સ માટે અનેક યોજનાઓ બની રહી છે અને તે અમલમાં પણ આવી રહી છે.

હૈદરાબાદ: હૈદરાબાદ સ્થિત ઇલેક્ટ્રિક વ્હિકલ સ્ટાર્ટઅપ ‘એટોમોબાઈલ પ્રા.લિ.’ એ તાજેતરમાં એટમ 1.0 ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરી છે.

હૈદરાબાદ સ્થિત આ સ્ટાર્ટઅપનું ‘એટોમોબાઈલ એટમ 1.0’ પ્રથમ ઉત્પાદન છે.

આ ઇલેક્ટ્રિક બાઇકને ‘ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી’ (ICAT) દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

અસરકારક કિંમત ધરાવતી અને કાફે-રેસર સ્ટાઇલવાળી ઇલેક્ટ્રિક બાઇક ‘એટોમોબાઈલ’ના ઓનલાઇન પોર્ટલ દ્વારા ભારતભરમાં ઉપલબ્ધ છે.

ઇલેક્ટ્રિક બાઇક વિષેની જરૂરી માહિતી આ રહી:

  • મોડેલ નામ – એટોમોબાઈલ એટમ 1.0
  • ટાઇપ – લો-સ્પીડ ઈલેક્ટ્રોનિક વ્હિકલ (EV)
  • પાવર/ફ્યુલ – પોર્ટેબલ લિથિયમ-આયન ચાર્જેબલ બેટરી પેક
  • ચાર્જિંગ ટાઇમ – 4 કલાક કરતાં ઓછો (એક ચાર્જમાં 100 કિમી ચાલી શકે)
  • બેટરી પેકનુ વજન – 6 કિલો
  • બેટરી વૉરંટી – 2 વર્ષ
  • ટાયર – 20X4 ફેટ-બાઇકના ટાયર
  • અન્ય સુવિધાઓ – ઓછી સીટની ઉંચાઇ, LED હેડલાઇટ, સંપૂર્ણ ડિજિટલ ડિસ્પ્લે
  • મહત્તમ સ્પીડ – 25 કિમી/કલાક
  • કિંમત – 50,000 રૂ.

આ ઇલેક્ટ્રિક બાઇક્સ ભારતમાં કંપનીની સ્થાનિક મેન્યુફેક્ચરિંગ સુવિધામાં બનાવવામાં આવે છે, જે તેલંગાણામાં છે.

જેમાં વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 15,000 યુનિટ્સ છે અને જ તેમાં 10,000 યુનિટની વધારાની ક્ષમતા વધારી શકાય છે.

‘એટમ 1.0’ એ ICAT દ્વારા માન્ય લો-સ્પીડ ઇલેક્ટ્રિક વાહન છે. જેનો અર્થ છે કે, મહત્તમ ગતિ 25 કિમી/કલાક પર પ્રતિબંધિત છે. અને તેથી, ‘એટમ 1.0’ ને કોઈ નોંધણી અથવા ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર નથી.

‘એટમ 1.0’ એ 6 કિલોના લાઇટવેઇટ પોર્ટેબલ બેટરી પેક સાથે આવે છે. સરળ ડિઝાઇન સાથે વપરાશકર્તાઓ સામાન્ય થ્રી-પિન સોકેટનો ઉપયોગ કરીને કોઈપણ જગ્યાએ આ બાઇક ચાર્જ કરી શકે છે.

‘એટોમોબીલે’ દાવો કર્યો છે કે, આ બાઇક પ્રતિ ચાર્જ દીઠ 1 યુનિટનો વપરાશ કરે છે.

જે સામાન્ય ફ્યુલ સિસ્ટમ ધરાવતા ICE બાઇક કે, જેનો એક દિવસમાં આશરે ખર્ચ રૂ. 80-100 પ્રતિ 100 કિમી છે, તેની તુલનામાં આ બાઇક પ્રતિ દિવસ દીઠ 7-10 રૂપિયા પર 100 કિ.મી. ખર્ચ આપે છે.

એટમ 1.0 ત્રણ વર્ષ પછી રજૂ કરવામાં આવ્યું છે.

‘એટોમોબાઈલ પ્રા.લિ.’ ના સ્થાપક વંશી ગડડમે જણાવ્યું હતું કે, ભારતને ટકાઉ અને પર્યાવરણીય રીતે જવાબદાર રાષ્ટ્રમાં પરિવર્તિત કરવા માટે ‘એટોમોબાઈલ’ની મોટી પ્રતિબદ્ધતામાં આ ઇલેક્ટ્રિક બાઇક એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here