જાણીએ કે રિયા ચક્રવર્તી વિરુદ્ધ ડ્રગ કેસમાં તેને કેવી સજા થઇ શકે છે!

0
373

છેલ્લા 3 મહિનાથી આખા દેશમાં ચર્ચાની ચગડોળે ચડેલા સુશાંત સિંગ રાજપૂત અપમૃત્યુ કેસમાં આખરે NCBએ ગત અઠવાડિયે આ જ કેસ સાથે જોડાયેલા ડ્રગ્સના એન્ગલને ધ્યાનમાં લઈને રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. ચાલો જાણીએ આ મામલે NCBએ કઈ કલમો અંતર્ગત રિયા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) દ્વારા રિયાની ડ્રગની લેણ-દેણ મામલે સુશાંત સિંગ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલી કડીઓ અંગે ત્રીજી વખત પૂછપરછ કરવામાં આવી હતી.

આ અગાઉ NCB એ ડ્રગ્સ ખરીદવા બદલ રિયાના ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મીરાંડા અને તેના ઘરની સંભાળ રાખનાર દિપેશ સાવંતની ધરપકડ કરી હતી.

શોવિકે રિયાના કહેવા પર ડ્રગ્સ ખરીદવાનું NCB સામે કબૂલ્યું હતું અને ત્યારબાદ રિયાની ત્રીજી વખતની સઘન પૂછપરછ બાદ તેની ધરપકડ થઇ હતી અને ધરપકડ બાદ તેને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવી હતી.

NCB એ રિયાને NDPS (નાર્કોટિક ડ્રગ્સ એંડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ, 1985 ની નીચે જણાવેલ કલમો હેઠળ ધરપકડ કરી હતી જેના વિષે આપણે હવે વિગતવાર જાણકારી મેળવીશું.

કલમ 27 (A): ગેરકાયદેસર રીતે લોકોને નાણાં પહોંચાડવા અને અપરાધીઓને નાણાં આપવા.

કલમ 20 (B): કેનાબીસ પ્લાન્ટ અને કેનાબીસ પ્લાન્ટના આર્થિક વ્યવહારોનું ઉલ્લંઘન. આ કાયદાની કોઈપણ જોગવાઈઓ હેઠળ આપવામાં આવેલ લાઇસન્સના કોઈ નિયમ અથવા હુકમના ઉલ્લંઘનમાં, કે જેમાં કોઈ પણ વ્યક્તિ કેનાબીસ પ્લાન્ટ બનાવે છે, ધરાવે છે, વેચે છે, ખરીદી કરે છે, પરિવહન કરે, 2 રાજ્યો વચ્ચે આયાત કે નિકાસ કરે  અથવા તેનો પોતાના માટે ઉપયોગ કરે છે તે બદલ સજા થાય છે.

વિભાગ 8 (C): ચોક્કસ લાઇસન્સ કે પરમિટ સિવાય તબીબી સેવાઓ અને વૈજ્ઞાનિક હેતુઓ સિવાય કોઈ પણ વ્યક્તિ કોઈ માદક દ્રવ્ય અથવા સાયકોટ્રોપિક પદાર્થનુ ઉત્પાદન કરે કે માલિકી ધરાવે, વેચાણ કે ખરીદી કરે, વેરહાઉસ કે પરિવહનથી, ઉપયોગ કરે, આંતર-રાજ્ય આયાત કે નિકાસ કરે, ભારતમાં આયાત કે ભારતમાંથી નિકાસ કરે તે માટે સખત પ્રતિબંધિત નિયમોના ઉલંઘન માટે સજા થાય છે.

કલમ 28: ગુનો કરવાનો પ્રયાસ.

કલમ 29: ગુનાનો ભાગ બની અને ગુનાહિત કાવતરા કરવું.

રિયાને 9 સપ્ટેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેના ભાઈ શોવિક, સેમ્યુઅલ મીરાન્ડા અને દિપેશ સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, NCB એ સુશાંતના અન્ય સ્ટાફ સભ્યો નીરજ સિંહ અને કેશવ બચ્ચનરને પણ સમન્સ પાઠવ્યું છે.

NCB દ્વારા રિયા ચક્રવર્તીની ધરપકડ અંગે બોલતા બિહારના DGP ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું હતું કે,

સાબિત થઈ ગયું છે કે, રિયાએ ડ્રગના વેપારીઓ સાથે વ્યવહાર કર્યો છે. મુંબઇ પોલીસ આ તપાસમાં ન્યાયપૂર્ણ ન હતી અને બિહાર પોલીસને આ તપાસની છૂટ નહોતી મળી. મુંબઈ પોલીસ વિશ્વસનીયતા હારી ગઈ છે.

રિયાના વકીલ સતીષ માનેશિંદેએ ધરપકડ બાદ કહ્યું હતું કે,

આ એક રીતે ન્યાયની હાસ્યાસ્પદ ઘટના છે. ત્રણ કેન્દ્રીય એજન્સીઓ એક મહિલાને ખોટી રીતે હેરાન કરી રહી છે, કારણ કે તે એક વ્યસનીના પ્રેમમાં હતી, જે ઘણા વર્ષોથી માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નોથી પીડાતો હતો અને મુંબઈના અગ્રણી માનસ ચિકિત્સકો સાથે છેલ્લા 5 વર્ષથી થતી સારવાર બાદ પણ ગેરકાયદેસર રીતે સંચાલિત દવાઓ અને વપરાયેલી દવાઓના વપરાશને કારણે આત્મહત્યા કરી લીધી હતી.

હવે જોવાનું એ રહેશે કે કેવી રીતે NCB રિયા ચક્રવર્તી વિરુદ્ધ મુકેલા આરોપોને કોર્ટમાં સાબિત કરી શકે છે.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here