વોટ્સએપ દ્વારા તદ્દન નવી અપડેટની જાહેરાત કરવામાં આવી

0
627

ટેક્નોલોજી માટે સતત વિકસતા રહેવું અત્યંત જરૂરી છે. મોબાઈલ એપ્લિકેશન્સ માટે દરરોજ નવી અપડેટ્સ આવતી રહેતી હોય છે. એવામાં ફેસબુક માલિકીના વોટ્સએપ દ્વારા મોટા ફેરફાર સાથેની નવી અપડેટની જાહેરાત કરવામાં આવી છે.

એન્ડ્રોઇડ માટે અને આઇફોન માટે વોટ્સએપ દ્વારા નવુ બીટા વર્ઝન રીલીઝ કરવામાં આવી રહ્યું છે.

નવા બીટા વર્ઝનને હવે પરીક્ષણ માટે પ્રકાશિત કરવામાં આવ્યુ છે, જેમાં રસપ્રદ સુવિધાઓનો શામેલ છે. અને આ અપડેટના સફળ પરીક્ષણો બાદ તેને સામાન્ય વર્ઝનમાં પરિવર્તિત કરવામાં આવશે.

એન્ડ્રોઇડ માટે વોટ્સએપ બીટા હવે વર્ઝન 2.20.199.8 પર છે જ્યારે iOS માટે વોટ્સએપ મેસેંજર બીટા હવે 2.20.100.22 વર્ઝન છે.

આ કોઈપણ યુઝર માટે ઉપલબ્ધ છે કે, જેમણે આ એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર વ્હોટ્સએપ બીટા અપડેટનું પરીક્ષણ કરવા માટે સાઇન અપ કર્યું છે.

નવી અપડેટમાં એન્ડ્રોઇડ સિસ્ટમ માટે ‘વૅકેશન મોડ’ પરત આવી શકે છે. આ મોડ એક્ટિવેટ કરતાં આર્કાઈવ કરેલી ચેટ્સ સાઇલેંટ મોડમાં જ રહશે. આર્કાઈવ કરેલી ચેટ્સની નવી નોટિફિકેશન આવતા તે ફરીથી ચેટ લિસ્ટમાં ઉપર આવશે નહીં.

iOS સિસ્ટમ માટે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ, ‘વોટ્સએપ પે’માં ઘણા સુધારાઓ કરવામાં આવી રહ્યા છે.

આ સાથે ઇમેજીસ, વિડિઓઝ અને GIF માટે લોડ સ્પીડમાં સુધારો કરવા માટે પણ ફેરફારો આવશે.

મેસેજ એક્સ્પાયરીની સુવિધા પર પણ નવા ફેરફારો આવી શકે છે.

વોટ્સએપ એ ઘણા લોકો માટે ડિફોલ્ટ ગ્રુપ કોલિંગ એપ્લિકેશન છે. ખાસ કરીને એવા સમયે જ્યારે લોકો કામ માટે વિડિઓ કોલ્સ અને ગ્રુપ વોઇસ કોલ્સ પર નિર્ભર રહેતા હોય છે.

વ્હોટ્સએપ વપરાશકર્તાને ચાલુ ગ્રુપ કોલમાં જોડાવાની મંજૂરી આપવા પર કામ કરી રહ્યું છે. જેમાં કોઈ કારણોસર શુરૂઆતમાં જોડાઈ ના શક્યા હોઈએ પરંતુ જો તે વિડિયો કોલ ચાલુ હોય તો તેમા આ ઓપ્શનથી જોડાઈ શકીશું.

માહિતી અનુસાર, Zoom મીટિંગ વિડિયો કોલ્સ એપ્લિકેશન જેટલી જ સુવિધાઓ વાળી આ નવી અપડેટ કરવામાં આવશે.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here