ભારત, શ્રીલંકા અને તાન્ઝાનિયામાં એન્જીનીયર્સ ડે કેમ ઉજવવામાં આવે છે?

0
337
Photo Courtesy: bbherald.com

એક પ્રખ્યાત ઇજનેરની જન્મતિથિની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે, જેમણે બેચલર ઓફ આર્ટ્સ ભણ્યા બાસ સિવિલ એંજીન્યરિંગમાં અભ્યાસ કર્યો હતો, જે યુવાનો માટે એક પ્રેરણાદાયક પ્રતિમા છે. પરંતુ આ ઈજનેર તો ભારતના હતા તો પછી આ દિવસ શ્રીલંકા અને તાન્ઝાનિયામાં પણ કેમ ઉજવવામાં આવે છે?

સામાન્ય રીતે સર MV તરીકે ઓળખવામાં આવતા પ્રખ્યાત ઇજનેર મોક્ષગુંદમ વિશ્વેશ્વરૈય્યાનો જન્મ કર્ણાટકના મુદ્દેનહલ્લી નામના ગામમાં 15 સપ્ટેમ્બર, 1861 ના રોજ થયો હતો.

તેઓ ભારતીય સિવિલ એન્જિનિયર અને રાજકારણી હતા.

તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટ્સનો અભ્યાસ કર્યો હતો અને પુણેની સાયન્સ કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગ વિષે અભ્યાસ મેળવ્યો હતો.

આ ઉપરાંત; તેઓ મૈસુર સ્ટેટના 19માં દિવાન હતા, જેની સેવા 1912 થી 1919 સુધી આપી હતી.

જાહેર હિત માટેના યોગદાન માટે તેમને ‘કિંગ જ્યોર્જ V’ દ્વારા ‘નાઈટ કમાન્ડર ઓફ બ્રિટીશ ઇન્ડિયન એમ્પાયર’ (KCIE) તરીકે નવાજવામાં આવ્યા હતા.

તેઓના જન્મદિવસ, 15 સપ્ટેમ્બરે તેમની યાદમાં ભારત ઉપરાંત શ્રીલંકા અને તાન્માંઝાનિયા એન્જિનિયર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.

બોમ્બે સરકારના જાહેર બાંધકામ વિભાગમાં સહાયક ઇજનેર તરીકેની પહેલી નોકરી સાથે સર વિશ્વેશ્વરૈય્યાની કારકિર્દી 34 વર્ષથી વધુ લાંબી રહી હતી.

બાદમાં તેઓ મુખ્ય ઈજનેર તરીકે મૈસુર સ્ટેટ સેવામાં જોડાયા અને હૈદરાબાદ, મૈસુર, મહારાષ્ટ્ર અને ઓડિશામાં અનેક તકનીકી પ્રોજેક્ટમાં ફાળો આપ્યો હતો.

વિશ્વેશ્વરૈય્યા મૈસુર શહેરના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ‘કૃષ્ણ રાજ સાગર’ ડેમના મુખ્ય ઇજનેર હતા અને હૈદરાબાદ શહેર માટે પૂર સંરક્ષણ પ્રણાલીના મુખ્ય ઈજનેરો તરીકે પણ તેમણે સેવા આપી હતી.

તેમના કેટલાક પ્રભાવશાળી યોગદાનોમાં; વર્ષ 1899માં ડેક્કન નહેરોમાં સિંચાઇની બ્લોક સિસ્ટમ, ખડકવાસ્લા જળાશયમાં પાણીના પૂરની સાથે સિંચાઈ પદ્ધતિ વિકસાવવી, વગેરેનો સમાવેશ થાય છે.

ગ્વાલિયરના ‘ટિગરા ડેમ’ અને મૈસુરુના ‘કૃષ્ણ રાજ સાગર’ (KRS) ડેમ પર સિંચાઈ પદ્ધતિ સ્થાપિત કરવામાં આવી હતી, તે એ સમયમાં એશિયાના સૌથી મોટા જળાશયોમાંનું એક માનવામાં આવતું હતું.

‘બિન-બ્રાહ્મણ’ સમુદાય માટે રાજ્યની નોકરીને અલગ રાખવાના પ્રસ્તાવ સાથેના મતભેદને પગલે તેમણે 1918માં રાજ્યની સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી.

એન્જિનિયરિંગના ક્ષેત્રે તેમના યોગદાન ઉપરાંત, ‘ઈન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયર્સ ઇન્ડિયા’ (IEI) અનુસાર તેમને ભારતના આર્થિક આયોજનના પુરોગામી જ્ઞાતા પણ કહેવામાં આવે છે.

તેમના પુસ્તકો ‘રિકંસ્ટ્રક્ટિંગ ઈન્ડિયા’ 1920માં અને ‘પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઈન્ડિયા’ 1934માં પ્રકાશિત થયાં હતા.

મૈસુરના દિવાન તરીકે ફરજ બજાવતી વખતે તેમને 1915માં નાઈટથી નવાજવામાં આવ્યા હતા અને 1955માં તેમને દેશના સર્વોચ નાગરિક તરીકેનો ‘ભારત રત્ન’ એવાર્ડ પણ મળ્યો હતો.

સર મોક્ષગુંદમ વિશ્વેશ્વરૈય્યા વર્ષ 1962માં અંતિમ શ્વાસ લીધા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here