એ 7 ઘટનાઓ જ્યારે રાહુલ ગાંધીએ ચીનનો વિરોધ ન કર્યો!

0
381

ચીને પોતી વિસ્તારવાદી નીતિને અનુસરતાં LACની મર્યાદાનો ભંગ કર્યો છે, આવા સમયે ચીનની આકરી ટીકા કરવાને બદલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ એક પણ વખત ચીનની ટીકા કરી નથી.

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજકાલ તેમના માતાના ઈલાજ માટે તેમની સાથે વિદેશ ગયા છે. સંસદનું ચોમાસુ સત્ર હજી ગઈકાલે જ શરુ થયું છે એવામાં આ સત્રના બે દિવસ પહેલા રાહુલ ગાંધીનું વિદેશ જતા રહેવું અચરજ પમાડે તેવું છે. સંસદનું સત્ર એક એવો અવસર હોય છે જ્યારે વિપક્ષ સરકારને આકરા અને અણિયાળા સવાલ કરીને પરેશાન કરી શકે છે, પરંતુ રાહુલ ગાંધી આ પ્રક્રિયા સોશિયલ મિડિયા પર વધુ કરતા હોવાનું જોવા મળતું હોય છે.

હાલમાં ભારત અને ચીન વચ્ચેની LAC પર ખૂબ તણાવ છે અને એવામાં ભારત સરકાર ભારતીય સેનાની મદદથી કયા પ્રકારનું એક્શન લેશે અથવાતો લઇ રહી છે તે અંગે ગૃહમાં સવાલ કરવાની રાહુલ ગાંધી પાસે સોનેરી તક હતી પરંતુ…

નજીકના ભૂતકાળમાં એવી સાત ઘટનાઓ બની છે જ્યારે રાહુલ ગાંધીએ ભારતીય સેનાનો પક્ષ લેવાને બદલે તેની ક્ષમતા પર સવાલ કર્યો હતો અને ચીનની આકરી ટીકા કરવાને બદલે મૌન રહેવું પસંદ કર્યું હતું. તો ચાલો જાણીએ એ સાત ઘટનાઓ જ્યારે રાહુલ ગાંધી મૌન રહ્યા હતા.

  • ગલવાન વેલીની ઘટના બાદ ચીનની ટીકા કરવાને બદલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘સરેન્ડર મોદી’ કહીને બોલાવ્યા હતા જ્યારે ચીની રાષ્ટ્રપતિ શી જીનપિંગને આ અંગે એક સવાલ પણ નહોતો કર્યો.
  • રાહુલ ગાંધીએ ક્યારેય ગલવાન વેલીમાં ભારતીય સૈનિકોએ દર્શાવેલા પરાક્રમની પ્રશંસા કરી નથી. હાલમાં જ એક અમેરિકન મેગેઝીને પણ ભારતીય સૈનિકોએ દર્શાવેલી વીરતા અંગે લખ્યું છે પરંતુ તેમ છતાં રાહુલ ગાંધી મૌન જ છે.
  • હાલના સંજોગો વિષે ભારતીય સેના તેમજ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા અધિકારીક નિવેદનોનું રાહુલ ગાંધીએ ક્યારેય સમર્થન નથી કર્યું બલ્કે ચીને આપણી જમીન હડપી લીધી છે એવી વાત કરીને ચીનના દાવાને મજબૂતી આપી છે.
  • વચ્ચે રાહુલ ગાંધીએ આ મામલે એક વિડીયો સિરીઝ કરી હતી જેમાં માત્ર ભારતના વડાપ્રધાનની જ ટીકા કરી હતી અને ચીનની ટીકા કરતો એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો.
  • ચીનના અખબાર ધ ગ્લોબલ ટાઈમ્સે ચીની સૈનિકોને ડ્રોન દ્વારા ગરમ જમવાનું મળે છે અને ભારતના જવાનો ભૂખ્યા રહે છે તેવો દાવો કર્યો હતો. તો સામે પક્ષે રાહુલ ગાંધીએ સેનાના અલગ અલગ સ્તરના જવાનોને અલગ અલગ પ્રકારનું ખાવાનું પૂરું પાડવામાં આવે છે તેવો આરોપ મૂક્યો હતો.
  • સંસદના ગત સત્રમાં જ્યારે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી પોતાનો ચીનના મામલે પક્ષ રાખી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી ઝોકાં ખાતાં જોવા મળ્યા હતા.
  • ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP) વચ્ચે એક MOU થયો હોવાનો આરોપ મૂક્યો હતો પરંતુ રાહુલ ગાંધીએ તેનો હજી સુધી વિરોધ ર્ક્યો નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here